બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / sara ali khan was spotted on nageshwar jyotirlinga

વાયરલ / દ્વારકાધીશ બાદ નાગેશ્વર મહાદેવના દર્શને પહોંચી સારા અલી ખાન, ચંદન તિલક લગાવવા પર અમુક લોકોએ કરી ટ્રોલ

Khevna

Last Updated: 02:53 PM, 1 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ સારા અલી ખાન વિક્રાંત મેસી સાથે નાગેશ્વર જ્યોતિર્લીંગનાં દર્શન કરતી જોવા મળી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

  • સારા અલી ખાન અને વિક્રાંત મેસીએ કર્યા નાગેશ્વર જ્યોતિર્લીંગનાં દર્શન 
  • કપાળ પર તિલક લગાવેલી જોવા મળી સારા 
  • ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો 

સારા અલી ખાન અને વિક્રાંત મેસીએ કર્યા નાગેશ્વર જ્યોતિર્લીંગનાં દર્શન 

બોલિવુડ ઈંડસ્ટ્રીમાં આજકાલ મોટાભાગના સેલેબ્સ પોતાની અપકમિંગ ફિલ્મોનાં શુટિંગમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. કોઈ મુંબઈમાં રહીને તો કોઈ સીટીની બહાર અન્ય શહેરોમાં જઈને ફિલ્મ શૂટ કરી રહ્યું છે. આ વચ્ચે સારા અને અલી ખાન અને વિક્રાંત મેસી પોતાની અપકમિંગ ફિલ્મ ગેસલાઈટનું શૂટિંગ કરવા માટે ગુજરાત આવ્યા છે. આ દરમિયાન બંને ગુજરાતનાં નાગેશ્વર જ્યોતિર્લીંગ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભોળેનાથનાં દર્શન કર્યા. સારાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર અમુક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સારા અને વિક્રાંત ભગવાન શિવની ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે. સારાએ તસવીરો શેર કરીને લખ્યું છે કે તમારો સાથ મેળવીને સારું લાગ્યું, ફીલ્મીંગ, ઇન્સ્પાયરિંગ, મારો હાથ પકડીને રાખજો અને દરેક સમસ્યામાં મારી મદદ કરજો અને મારી સાથે રહેજો. ધન્યવાદ, જય ભોલેનાથ. જણાવી દઈએ કે ફિલ્મના મોટા હિસ્સાનું શુટિંગ રાજકોટમાં કરવામાં આવશે. ત્યાર બાદ બાકી ભાગોનું શુટિંગ મુંબઈમાં થશે. 

કપાળ પર ચંદનનું તિલક 
સારાની તસવીરોમાં જોઈ શકાય છે કે તેણે કપાળ પર ચંદનનું તિલક કર્યું છે. માથા પર દુપટ્ટો અને મેક અપ વગર સારા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. જ્યારે વિક્રાંત મેસીએ પણ ચંદનનું તિલક લગાવ્યું છે. તેઓ ફોર્મલ લૂકમાં જોવા મળી રહ્યા છે. બંનેએ ફેબ્રુઆરીમાં ફિલ્મનું શુટિંગ શરુ કારી દીધું હતું. પહેલી વાર સારા અને વિક્રાંત એકસાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. 

ખૂબ જ સ્ટાઈલીશ છે સારા અલી ખાન 
સારા અલી ખાન ફિલ્મોમાં ભલે ન લાગે પરંતુ રિયલ લાઈફમાં તે ખૂબ જ સ્ટાઈલીશ અને બોલ્ડ છે. જણાવી દઈએ કે સારાએ ફિલ્મ કેદારનાથથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદથી સીમ્બા, લવ આજકલ 2, કુલી નંબર વન અને અતરંગી રે જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આમાંથી અમુક ફિલ્મોને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો હતો. 26 વર્ષની સારા બાળપણથી જ હિરોઈન બનવા માંગતી હતી. તેમના પેરેન્ટ્સ એટલે કે સૈફ અલી ખાન અને અમૃતા સિંહ પણ સુપરસ્ટાર્સ છે. 

વિક્રાંત મેસીની વાત કરીએ તો તેમણે પોતાની કરિયરની શરૂઆત ટીવી સીરીયલોથી કરી હતી. તેઓ ઘણી બોલિવુડ ફિલ્મમાં જોવા મળ્યા છે. હસીના દિલરુબા, 14 ફેરે, દિલ ધડકને દો, મિરઝાપુર જેવી ફિલ્મોમાં પણ તેઓ જોવા મળ્યા છે. આ સાથે જ તેઓ ઘણી વેબ સીરીઝમાં પણ જોવા મળ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ