ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / Cricket / Sanjay Srivastava shows paralyzed child with VVIP treatment in IPL final

માનવીય અભિગમ / IPLમાં દિવ્યાંગને VVIP ટ્રીટમેન્ટ-સુરક્ષામાં કોન્સ્ટેબલ અને વાહન: અમદાવાદના કમિશનરનું કામ જાણીને કરશો સલામ

Published By: Khyati

Last Updated: 04:00 PM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આયોજિત આઇપીએલ મેચ દરમિયાન અમદાવાદ પોલીસ કમિશનરનો માનવીય અભિગમ આવ્યો સામે, દિવ્યાંગની મેચ જોવાની ઇચ્છા કરી પુરી

ADVERTISEMENT

  • અમદાવાદ પોલીસનો માનવીય અભિગમ
  • પોલીસ કમિશનરે દિવ્યાંગ યુવકની પુરી કરી ઇચ્છા
  • પોલીસ કમિશનરે VVIP ટ્રીટમેંટ સાથે યુવકને IPL મેચ દેખાડી


અમદાવાદમાં રંગેચંગે આઇપીએલની ફાઇનલ મેચ રમાઇ ગઇ. દિગ્ગજોના આગમનથી લઇને કોમન મેન સુધી તમામ સુરક્ષા વ્યવસ્થાને લઇને પોલીસ ખડેપગે જોવા મળી.  એક હજારથી પણ વધારે પોલીસનો કાફલો બંદોબસ્તમાં તૈનાત હતો. તો ગુજરાત ટાઇટન્સે જીત હાંસલ કરીને ગુજરાતનું નામ રોશન કરી દીધુ. આ મેચમાં રણવીર સિંહ, એઆર રહેમાન સહિતના નામી વ્યક્તિઓએ હાજરી આપી હતી. પરંતુ આ બધાની વચ્ચે એક એવો વ્યક્તિ કે જેને સેલિબ્રીટી જેવી જ સુવિધાઓ મળી. કોમન મેન હોવા છતાં પણ સેલિબ્રેટીની જેવી ટ્રીટમેન્ટ મેળનાર તે વ્યક્તિ છે ઓઢવનો એક દિવ્યાંગ યુવક.  

પોલીસ કમિશનરે VVIP ટ્રીટમેંટ સાથે યુવકને મેચ દેખાડી

ગુજરાતમાં આઇપીએલની મેચ દરમિયાન અમદાવાદ પોલીસનું એક નવુ જ રૂપ જોવા મળ્યું. એક તરફ જ્યાં પોલીસની ટીમ દિગ્ગજોની સુરક્ષામાં વ્યસ્ત હતી. તો આ તરફ પણ એક દિવ્યાંગ યુવક માટે પોલીસની ટીમ વ્યસ્ત જોવા મળી.  અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે દિવ્યાંગ યુવકની મેચ જોવાની ઇચ્છા પુરી કરી.

ઓઢવના દિવ્યાંગ બાળકને વીઆઇપી ટ્રીટમેન્ટ સાથે પોલીસ કમિશનરે યુવકને મેચ દેખાડી. ઘરેથી સ્ટેડિયમ સુધી પહોંચવા તથા સ્ટેડિયમમાં પણ આખી મેચ દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલને આ યુવકની સલામતી માટે બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો હતો. આમ દિવ્યાંગ યુવકની મેચ જોવાની ઇચ્છા પણ પુરી થઇ.  
 

સંકળાયેલા મુદ્દાઓ

IPL match અમદાવાદ પોલીસ કમિશનર દિવ્યાંગ યુવક સંજય શ્રીવાસ્તવ ahmedabad police

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ