બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / sanjay raut working on agenda of sharad pawar to cm post claims maha bjp chief

મહારાષ્ટ્ર / ભાજપ નેતાના દાવાથી મચ્યો હડકંપ ! ઉદ્ધવની જગ્યાએ આ નેતાને CM બનાવવા માગે છે શરદ પવાર

Pravin

Last Updated: 10:43 AM, 22 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્ર BJPના પ્રમુખ ચંદ્રકાંત પાટિલે તાજેતરમાં નિવેદન આપ્યું છે, તેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી શકે છે.

  • મહારાષ્ટ્રના રાજકારણમાં સખળડખળ
  • ભાજપ પ્રદેશ પ્રમુખના નિવેદનથી થઈ શકે છે ડખ્ખા
  • સંજય રાઉત માટે કહી દીધી આ વાત

મહારાષ્ટ્ર BJPના પ્રમુખ ચંદ્રકાંત પાટિલે તાજેતરમાં નિવેદન આપ્યું છે, તેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી શકે છે. પાટિલે સોમવારે દાવો કર્યો હતો કે, શિવસેના સાંસદ સંજય રાઉત NCP પ્રમુખ શરદ પવારના એ એજન્ડા પર કામ કરી રહ્યા છે, જે અંતર્ગત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પદ પરથી હટાવીને રાઉતને તેમના સ્થાને બેસાડવાના છે. 

ઉદ્ધવ ઠાકરે અમારા દોસ્ત

ચંદ્રકાંત પાટિલે કહ્યું કે, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ સ્થિત પોતાના નિવાસ સ્થાન માતોશ્રીના પાયો હચમચાવાના પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, તે માને કે ન માને, ઉદ્ધવજી અમારા દોસ્ત છે. તે શિવસેના સુપ્રીમ દિવંગત બાલાસાહેબ ઠાકરેના દિકરા છે. અમે કેટલાય વર્ષો સુધી સાથે કામ કર્યું છે. 

પાટિલે કહ્યું કે, કોણ છે સંજય રાઉત ? 

તે હાલમાં જ શિવસેના આવ્યા હતા અને તે કોને સમજાવી રહ્યા છે ? રાજ્ય ભાજપ અધ્યક્ષ પાટિલે દાવો કર્યો છે કે, અમે ઉદ્ધવજીને કહેવા માગીએ છીએ કે, અમારી સમજણ એવી છે કે, પવાર સાહેબ તરફથી આપવામાં આવેલા એજન્ડા પર રાઉત કામ કરી રહ્યા છે. એજન્ડા આપને મુખ્યમંત્રી પદેથી હટાવાનો છે, કારણ કે, આપે આ પદ પર અઢી વર્ષ પુરા કરી લીધા છે. 

રાઉતને મુખ્યમંત્રી બનાવાની કોશિશ ? 

પાટિલે કહ્યું કારણ કે સુપ્રિયા સુલેને મુખ્યમંત્રી બનાવી શકાય નહીં, એટલા માટે પવાર માટે રાઉતને મુખ્યમંત્રી બનાવવું સુલેને બનાવવા બરાબર હશે. પુણેની બારામતીથી લોકસભા સાંસદ સુપ્રીયા સુલે શરદ પવારના દિકરી છે. 

વર્ષો જૂનો ભાજપ સાથે નાતો તોડી સરકાર બનાવી

મહારાષ્ટ્રમાં 2019માં વિધાનસભા ચૂંટણી બાદ મુખ્યમંત્રી પદને લઈને ભારે ખેંચતાણ થતાં શિવસેનાએ પોતાના લાંબા સમયના સાથી રહેલા ભારતીય જનતા પાર્ટી સાથે નાતો તોડી નાખ્યો હતો. ત્યાર બાદ ઠાકરેના નેતૃત્વમાં પાર્ટીએ, એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને રાજ્યમાં સરકાર બનાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ