બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / salman khan declared release date of tiger 3

VIDEO / ફરી કેટરીના સાથે ભાઈજાનની કેમેસ્ટ્રી, સુપર-સ્ટારના નવા એલાનથી ચાહકોમાં ખુશી

Khevna

Last Updated: 01:34 PM, 4 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાને ખાને હાલમાં જ ટ્વીટ કરીને TIGER 3 ની રિલીઝ ડેટનું એલાન કર્યું છે. જાણો વિગતવાર

 

  • સલમાન ખાને કર્યું TIGER 3 નું એલાન 
  • ક્યારે થશે રિલીઝ?
  • શું છે ફેંસનું રિએક્શન? 

સલમાન ખાને કર્યું TIGER 3 નું એલાન 

સલમાન ખાન તથા કેટરીના કૈફની એક થા ટાઈગર તથા ટાઈગર ઝિંદા હૈ બાદ હવે ટાઈગર 3 ની પણ રિલીઝ ડેટ આવી ગઈ છે. આ વાતની જાણ સલમાન ખાન એક ટ્વીટ દ્વારા કરે છે. સલમાન ખાન 4 માર્ચ 2022 એટલે કે આજે જ ટ્વીટ કરીને લખે છે કે 'હમ સબ અપના અપના ખયાલ રખે...TIGER 3 ON 2023 EID..... સલમાન ખાને જે વીડિયો શેર કર્યો છે તેમાં કેટરીના પણ દમદાર ફાઈટરનાં રૂપમાં જોવા મળી રહી છે.  
આ જાણીને સલમાન ભાઈજાન તથા કેટરીનાનાં ફેંસ વચ્ચે ઉત્સાહ છવાઈ ગયો છે.  આ ફિલ્મ આદિત્ય ચોપરા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે તથા મનીશ શર્મા આ ફિલ્મના ડાયરેક્ટર છે. 

ક્યારે થશે રિલીઝ?

આ ફિલ્મ માત્ર હિંદીમાં જ નહી પરંતુ તામિલ તથા તેલુગુમાં પણ રિલીઝ થવા જઈ રહી છે. આ વાતની જાણકારી  પણ સલમાન ખાન ટ્વીટ દ્વારા જ આપે છે. ભાઈજાન આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જણાવે છે જે છે 21 એપ્રિલ, 2023. 

શું છે ફેંસનું રિએક્શન? 

ફેંસનાં રિએક્શનની વાત કરીએ તો ટાઈગર 3 રિલીઝ થયાની જાણ થતા ફેંસ ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા છે. લોકો સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક ફેન સલમાન ખાનના વખાણ કરતા લખે છે કે THE BIGGEST MEGASTAR જ્યારે બીજું કોઈ લખે છે કે TIGER TIGER TIGER. ટૂંકમાં, આ કોરોના કાળમાં સિનેમાઘરો પણ બંધ રહેવાને કારણે અકળાઈ ગયેલા ફેંસને હવે TIGER 3 પરથી ઘણી આશાઓ છે. 

આ ઉપરાંત સલમાન ખાન સાજીદ નડિયાદવાલાની ફિલ્મ કભી ઈદ કભી દિવાલીમાં પણ પૂજા હેગડે તથા વેંકટેશ સાથે જોવા મળશે. આ ફિલ્મ 20 ડિસેમ્બર 2022નાં રોજ રિલીઝ થશે. આ સાથે જણાવી દઈએ કે શાહરૂખ ખાનની પઠાન પણ જાન્યુઆરી 25 2023નાં રોજ રિલીઝ થવા જઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ