ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / salman, katrina and jacqueile will attend varun-natasha wedding

બોલિવૂડ / વરુણ ધવનનાં લગ્નની તડામાર તૈયારીઓ, આ હસ્તીઓ આપશે હાજરી, ખાસ ફુલોથી સજાવાયુ રિસોર્ટ

Published By: Nikul

Last Updated: 01:55 PM, 22 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરુણ-નાતાશની વેડિંગ સેરેમનીમાં સલમાન, કેટરિના અને જક્લિનનું ગેસ્ટ લીસ્ટમાં કન્ફર્મ. ડેવિડ ધવને કહ્યું લગ્નમાં ફક્ત નજીકનાં મિત્રોનેજ આમંત્રણ અપાશે.

ADVERTISEMENT

 

  • વરુણનાં લગ્નની તૈયારીઓ પૂરજોરથી ચાલી રહી છે
  • લગ્ન માટે વરુણ-નતાશાનાં પરિવારજનો વેડિંગ વેન્યૂ પર પહોંચ્યા
  • 24 જાન્યુઆરીએ અલિબાગમાં લગ્ન બાદ મુંબઈમાં રિસેપ્શન યોજાશે

વરુણ ધવન તેની લોન્ગટાઇમ ફેશન ડિઝાઈનર ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે 24 જાન્યુઆરીએ લગ્નગ્રંથીમાં જોડાવા જઈ રહ્યો છે, ત્યારે બોલિવૂડ જગતમાં ચર્ચાએ વેગ પકડ્યો છે કે વરુણ-નતાશાનાં લગ્નમાં કયા કયા સેલિબ્રિટીઝ જોડાશે. વરુણ ધવનનાં પિતા ડેવિડ ધવનની ઇચ્છી રહ્યાં છે કે આ વેડિંગમાં પરિવારનાં લોકોની સાથે અમુક નજીકનાં મિત્રોને ઇન્વાઇટ કરવામાં આવે. જે અંગત મિત્રોમાં સલમાન ખાન, કેટરિના કૈફ અને જક્લિન ફર્નાન્ડિઝનું નામ જાણવા મળી રહ્યું છે. વરુણૃ-નતાશાનાં લગ્નમાં ગેસ્ટલીસ્ટમાં સલમાન, કેટરિના અને જેક્લિનનું નામ કન્ફર્મ જણાઈ રહ્યું છે. 

વેડિંગ માટે દરેક પ્રકારનાં પ્રાઇવસી પ્રિકોશન લેવાઈ રહ્યાં છે
વરુણ-નાતાશાનાં લગ્ન માટે ડેવિડ ધવન ફેમિલી પ્રાઇવસીને ધ્યાનમાં લઈ રહ્યાં છે. જે માટે તેમણે લગ્નની તૈયારીઓમાં તેમનાં સ્ટાફનાં લોકોનેજ કામ સોંપ્યુ છે અને તેઓ અલિબાગનાં લગ્ન વેન્યુ પર દરેક પ્રકારનાં પ્રાઇવસી પ્રિકોશન લઈ રહ્યાં છે અને કોઈએ ફોન યૂઝ ના કરવાની સ્ટ્રીક્ટ વોર્નિંગ આપવામાં આવી છે. કોરોના પેન્ડેમિકને ધ્યાનમાં રાખીને ડેવિડ ધવન ગેસ્ટ લીસ્ટમાં ઓછામાં ઓછા લોકોને ઇન્વાઇટ કરી રહ્યાં છે. 

મુંબઈમાં યોજાશે ગ્રાન્ડ રિસેપ્શન 
દીકરાનાં લગ્ન માટે ડેવિડ ધવને તેમનાં નજીકનાં મિત્રોને જ ઇન્વાઇટ કર્યાં છે, જેમાં સલમાન, કેટરિના અને જેક્લિનનું નામ ગેસ્ટ લીસ્ટમાં કન્ફર્મ છે. તેની સાથે સાથે આ ગેસ્ટ લીસ્ટમાં કરણ જોહર, અર્જુન કપૂર, શ્રદ્ધા કપૂર, આલિયા ભટ્ટ, સાજિદ નડિયાદવાલા અને શાહરુખ ખાનનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. વરુણ-નતાશાનાં અલિબાગમાં લગ્ન થયા બાદ મુંબઈમાં તેનું રિસેપ્શન યોજવામાં આવશે જેનાં કાર્ડ્ઝની તૈયારીઓ પણ ચાલી રહી છે. જે રિસેપ્શનમાં બોલિવૂડનાં અન્ય સેલિબ્રિટીઝ પણ જોડાશે.

વેડિંગ માટે રિસોર્ટમાં પૂરજોશથી સજાવટ ચાલી રહી છે
વરુણની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ નતાશા સાથેનાં લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અલીબાગનાં એક એકરમાં ફેલાયેલા ધ મેન્શન હાઉસ નામનાં રિસોર્ટમાં યોજવામાં આવી રહેલ આ વેડિંગ સેરેમની માટે આખા રિસોર્ટમાં કાર્પેટ અને ફૂલોની સજાવટ કરવામાં આવી રહી છે. 23 જાન્યુઆરીએ હલ્દી-મહેંદીની જુદી જુદી રસમ યોજાશે અને 24 જાન્યુઆરીએ હિંદુ રીતિ-રિવાજ અનુસાર લગ્ન યોજવામાં આવશે. વરુણ અને નતાશાનાં પરિવારજનો હાલ લગ્ન સ્થળે પહોંચી ગયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Varun Dhawan Wedding બોલિવૂડ ન્યૂઝ વરુણ ધવન-નતાશા wedding

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ