બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / salary limit update panel backs raising monthly epfo wage ceiling to 21000

GOOD NEWS / EPFO કર્મચારીઓ માટે ખુશખબર: સેલરી લિમિટ 15 હજારથી વધીને થશે 21 હજાર, સરકાર કરી રહી છે વિચાર

Pravin

Last Updated: 01:16 PM, 18 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્મચારી માટે ગૂડ ન્યૂઝ આવ્યા છે. એક ઉચ્ચ સ્તરિય સમિતિએ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અંતર્ગત સેલરી લિમિટને વધારવાનો પ્રસ્તાવ આપ્યો છે.

  • કર્મચારીઓ માટે ખુશખબર
  • EPFOને સેલરી લિમિટ વધારવાનો પ્રસ્તાવ મળ્યો
  • સરકાર કરી રહી છે વિચાર

 

કર્મચારી માટે ગૂડ ન્યૂઝ આવ્યા છે. એક ઉચ્ચ સ્તરિય સમિતિએ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અંતર્ગત સેલરી લિમિટને વધારવાનો પ્રસ્તાવ આપ્યો છે. સમિતિએ કહ્યું છે કે, સેલરી લિમિટને હાલના 15,000 રૂપિયાથી વધારીને 21,000 રૂપિયા દર મહિને કરી શકે છે. સમિતિનું કહેવુ છે કે, સરકાર તેના પર વિચાર કરી રહી છે અને તેને બૈક ડેટાથી લાગૂ કરી શકે છે. 

કોને મળશે ફાયદો

જો આ પ્રસ્તાવ લાગૂ થઈ જાય તો, લગભગ વધું 7.5 લાખ શ્રમિકોને ફાયદો હશે, કારણ કે તેમને પણ આ યોદના અંતર્ગત સામેલ કરવામાં આવશે અને વેતનમાં વધારા માટે સમાયોજિત કરશે, જેમ કે 2014માં અંતિમ સંશોધન કરવામાં આવ્યું હતું. એક રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું છે કે, જો આ સૂચન EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા સ્વીકારવામાં આવશે, તો તે એમ્પ્લોયરોને રાહત આપશે, જેઓ કોઈપણ વધારાનો નાણાકીય બોજ તરત જ ઉઠાવવામાં અનિચ્છા ધરાવે છે.

સરકારી ખજાનાને પણ રાહત

હકીકતમાં જોઈએ તો, એમ્પ્લોયરોએ કોરોના મહામારી ફાટી નીકળવાના કારણે બગડતા બજેટને ટાંકીને આ વધારાની માંગ કરી હતી. જો દરખાસ્ત મંજૂર થશે, તો સરકારી તિજોરીને પણ રાહત મળશે, કારણ કે કેન્દ્ર સરકાર હાલમાં EPFOની એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ માટે દર વર્ષે લગભગ રૂ. 6,750 કરોડ ચૂકવે છે. જણાવી દઈએ કે, સરકાર આ સ્કીમ માટે EPFO સબસ્ક્રાઈબર્સના કુલ બેઝિક સેલરીના 1.16 ટકા યોગદાન આપે છે.

EPFOએ એમ્પ્લોયરોના કેન્દ્રીય બોર્ડમાં સામેલ કેઈ રઘુનાથને કહ્યું છે કે, ઈપીએફઓની અંદર એક સામાન્ય સહમતી છે કે ઈપીએફઓ અને ઈએસઆઈસી બંને અંતર્ગત સામાજિક સુરક્ષા આપવા માટે સમાન માપદંડોનું પાલન થવું જોઈએ. બંને યોજનાઓ અંતર્ગત માપદંડમાં અંતર હોવાના કારણે શ્રમિકોને પોતાની સામાજિક સુરક્ષાના લાભથી વંચિત રાખી શકાય નહીં. 

હાલમાં શું છે નિયમ

જ્યારે આપણે નોકરી કરવા લાગીએ છીએ ત્યારે EPFના સભ્ય બની જઈએ છીએ. તો તે સમયે આપણે EPSના પણ સભ્ય બની જઈએ છીએ. કર્મચારી પોતાની સેલરીનો 12 ટકા ભાગ EPFમાં આપે છે. એટલી જ રકમ કંપની તરફથી આપવામા આવે છે. પણ તેમાં એથ એક ભાગ 8.33 ટકા EPSમાં પણ જાય છે. જેમ કે અમે ઉપર જણાવ્યું તેમ હાલમાં પેન્શન યોગ્ય વેતન મહતમ 15 હજાર રૂપિયા જ છે. એટલે કે, દર મહિને પેન્શનનો મોટો ભાગ 15000નો 8.33 ટકા એટલે 1250 રૂપિયા થાય છે. 

જ્યારે કર્મચારી રિટાયર થાય છે. ત્યારે પણ પેન્શનની ગણતરી કરવા માટે મોટા ભાગે વેતન 15 હજાર રૂપિયા જ માનવામાં આવે છે. આ હિસાબથી એક કર્મચારી EPS અંતર્ગત વધુમાં વધુ પેન્શન 7500 રૂપિયા મેળવી શકે છે. 

આવી રીતે થાય છે પેન્શનની ગણતરી

એક વાત જરૂર યાદ રાખો કે, જો આપે EPSમાં યોગદાન 1 સપ્ટેમ્બર 2014થી પહેલા શરૂ કર્યું છે, તો આપના માટે પેન્શન યોગદાન માટે મંથલી સેલરી વધુમાં વધું 6500 રૂપિયા ગશે. 1 સપ્ટેમ્બર 2014 બાદ જો આપ EPS સાથે જોડાયા છો, તો મહતમ સેલરીની મર્યાદા 15000 હશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ