બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / sainik schools update defense ministry pm narendra modi national education policy

BIG NEWS / ગુજરાત સહિત દેશભરના 21 રાજ્યોમાં ખુલશે સૈનિક શાળા, સંરક્ષણ મંત્રાલયે આપી દીધી મંજૂરી

Pravin

Last Updated: 09:12 PM, 26 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંરક્ષણ મંત્રાલયે શનિવારે 21 નવી સૈનિક શાળાઓ ખોલવાની મંજૂરી આપી દીધી છે. એનજીઓ, ખાનગી શાળાઓ અને રાજ્ય સરકારોની ભાગીદારીમાં તેની સ્થાપના કરવામાં આવશે.

  • સંરક્ષણ મંત્રાલયની મોટી જાહેરાત
  • દેશમા 21 નવી સૈનિક શાળાઓ ખોલવાની આપી મંજૂરી
  • આ શાળા ધોરણ 6થી શરૂ થશે

સંરક્ષણ મંત્રાલયે શનિવારે 21 નવી સૈનિક શાળાઓ ખોલવાની મંજૂરી આપી દીધી છે. એનજીઓ, ખાનગી શાળાઓ અને રાજ્ય સરકારોની ભાગીદારીમાં તેની સ્થાપના કરવામાં આવશે. આ શાળાઓ ધોરણ 6 થી શરૂ થશે. સરકાર ભાગીદારી મોડમાં દેશભરમાં આવી 79 વધુ સૈનિક શાળાઓ ખોલશે.

સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટ મુજબ, આ નવી શાળાઓ હાલની સૈનિક શાળાઓથી અલગ હશે. આ 100 શાળાઓ ખોલવા પાછળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ધ્યેય વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને લશ્કરમાં જોડાવા સહિત કારકિર્દીની સારી તકો પૂરી પાડવાનો છે.

ખાનગી ક્ષેત્રનું પણ યોગદાન

સરકારનું માનવું છે કે, આ પગલાથી આજના યુવાનોને આવતીકાલના જવાબદાર નાગરિક બનાવવાની તૈયારી કરવામાં આવશે. આ સાથે ખાનગી ક્ષેત્રોને રાષ્ટ્ર નિર્માણની દિશામાં સરકાર સાથે કામ કરવાની તક મળશે.

સૈનિક સ્કૂલ સોસાયટી હેઠળ કામ કરશે 

આ નવી સૈનિક શાળાઓ, સંબંધિત શિક્ષણ બોર્ડના જોડાણ સિવાય, સૈનિક સ્કૂલ સોસાયટીના કાર્યક્ષેત્રમાં કામ કરશે અને સમાજ દ્વારા નિર્ધારિત નિયમોનું પણ પાલન કરશે.

આ રાજ્યોમાં શાળાઓ ખોલવામાં આવશે

આ 21 શાળાઓ આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, દાદરા-નગર હવેલી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં ખોલવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ