બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Saheb is absent', despite notice in AMC office

અમદાવાદ / 'સાહેબ ગેરહાજર છે', AMCની ઓફિસમાં નોટિસ છતાં ગુલ્લી મારનારા કર્મચારીનું આવી બનશે, થશે આ કાર્યવાહી

Mehul

Last Updated: 04:22 PM, 10 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મ્યુનિ. કમિશનર લોચન સહેરા રજાના મામલે અશિસ્તમાં રાચતા કર્મચારીઓ સામે લાલઘૂમ થયા છે. કમિશનરની લાલ આંખથી આવા કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

  • દાયકા જૂના સર્ક્યુલરની ધૂળ ખંખેરાઈ 
  • કમિશનર લોચન સહેરાની આગવી કામગીરી 
  • આળસુ  કર્મચારીઓ પર હવે બાજ નજર રહેશે 

વર્ષે દહાડે રૂ. 9૦૦૦ કરોડનું જમ્બો બજેટ ધરાવતા મ્યુનિ. કોર્પોરેશનમાં સત્તાવાળાઓ પ્રાથમિક સુખાકારીનાં કામોને પ્રાધાન્ય આપવા પર ભલે જોર આપે, વિકાસલક્ષી પ્રોજેક્ટોને પણ ભલે મહત્ત્વ આપે, પણ તંત્રનો સ્ટાફ જો શિસ્તમાં નહીં હોય, દરેક અરજી પર 'આમાં મારા કેટલા ટકા' જેવું ભ્રષ્ટ વલણ નહીં છોડે અને અનેક વાર શોધવા છતાં પણ તેમના ટેબલ પર 'સાહેબ ગેરહાજર છે' તેવું જોવા મળે તો કોર્પોરેટરો કે અન્ય મોટાં માથાંઓની ભલામણ ચિઠ્ઠી કે ફોન લઈને મ્યુનિ. ઓફિસની સીડીઓ ચઢનારા મુલાકાતીઓના નસીબમાં લમણે ધરમના ધક્કા જ લખાયેલા રહે છે. મ્યુનિ. તંત્રમાં ભ્રષ્ટાચારનો સડો પેઠો છે, કર્મચારીઓ આળસુ બન્યા છે- વગેરે ફરિયાદો તો જાણે કે હવે સામાન્ય બની છે, પરંતુ અમુક તો એવા માથાભારે બન્યા છે કે તેમની ફરજ ઉપર વર્ષના કેટલા દિવસ હાજર રહે છે તેનું અલગથી સત્તાધીશોને સંશોધન કરવું પડે તેમ છે. મ્યુનિ. તંત્રમાં હાજરીનું પ્રમાણ સુધરે તો નાગરિકોને મળતી સેવાની ગુણવત્તા સુધરે તે દેખીતું હોઈ મ્યુનિ. કમિશનર લોચન સહેરા રજાના મામલે અશિસ્તમાં રાચતા કર્મચારીઓ સામે લાલઘૂમ થયા છે. કમિશનરની લાલ આંખથી આવા કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

અગાઉ કર્મચારીઓની બિનઅધિકૃત ગેરહાજરી સંબંધમાં તંત્ર દ્વારા સમયસર કોઈ પગલાં લેવામાં આવતાં નહોતાં કે કર્મચારીને હાજર થવા માટે કોઈ નોટિસ કે પત્રો પણ પાઠવવામાં આવતા નહોતા અને લાંબા સમય સુધી કર્મચારી બિનઅધિકૃત ગેરહાજર રહી ફરજ પર હાજર થવા આવે ત્યારે તંત્ર જાગૃત થતું હતું. કર્મચારી વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવતાં ન હોઈ આડકતરી રીતે કર્મચારીને ગેરહાજર રહેવા ઉત્તેજન મળતું હતું.
જેના કારણે પૂર્વ કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રાએ છેક 10 વર્ષ પહેલાં ગત તા. 27 જુલાઈ-2012ના રોજ ખાસ પરિપત્ર બહાર પાડીને મ્યુનિ. ફરજને લાપરવાહીથી લેનારા કર્મચારીઓ સામે શિસ્તનો કોરડો વીંઝ્યો હતો.
જોકે મ્યુનિ. કમિશનર લોચન સહેરાના ધ્યાનમાં પણ આવ્યું છે કે આ સર્ક્યુલરની અસરકારકતા રહી નથી. જેના કારણે વિભિન્ન વિભાગોના કર્મચારીઓમાં બિનઅધિકૃત ગેરહાજરીનું પ્રમાણ વધ્યું છે એટલે તેમણે દસ વર્ષ પહેલાના ઇન્ડસ્ટ્રિયલ રિલેશનના સર્ક્યુલર પર જામેલી ધૂળને ખંખેરી છે.
કમિશનર લોચન સહેરાએ આ સર્ક્યુલરમાં દર્શાવેલી વિભિન્ન સૂચનાઓ મુજબ કાર્યવાહી કરવાની તમામ ખાતાના અધિકારીઓને આકરી તાકીદ કરી છે. અગાઉ ડો. ચિરાગ શાહના કેસમાં ઉચ્ચ અધિકારીએ પણ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને ગેરલાભ લીધો હોવાનું પુરવાર થઈ ચૂક્યું છે. તેઓ મહિલા ડોક્ટર સાથેની છેડતીના મામલે પણ ભારે વિવાદોમાં આવ્યા હોઈ હવે કમિશનર લોચન સહેરા આકરાં પાણીએ આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ત્રણ નોટિસ આપ્યા છતાં ગેરહાજર રહેનાર કર્મચારીનું આવી બનશે
અગાઉથી જાણ કર્યા વિના બિનઅધિકૃત ગેરહાજર રહેનાર કર્મચારીને એક અઠવાડિયા બાદ નોટિસ મોકલાશે. આમ ત્રણ વખત નોટિસ ફટકાર્યા બાદ કર્મચારી હાજર નહીં રહે કે રજાનો રિપોર્ટ ન આવે તો તેમને ચાર્જશીટ ફટકારી ખાતાકીય રીતે કડક પગલાં લેવાશે. આવી તો નવ વિવિધ કલમો આ સર્ક્યુલરમાં છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ