Tuesday, August 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

સિદ્ઘિ / 'ક્રિકેટના ભગવાન'ના નામે વધુ એક ઉપલબ્ધિ, ICCએ આપ્યુ ખાસ સન્માન

 'ક્રિકેટના ભગવાન'ના નામે વધુ એક ઉપલબ્ધિ, ICCએ આપ્યુ ખાસ સન્માન

ક્રિકેટના ભગવાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના 'હોલ ઑફ ફેમ'માં શામેલ કરાયો છે.

જી હા. સચિનની સાથે સાથે સાઉથ આફ્રિકાની પૂર્વ ફાસ્ટ બૉલર એલન ડોનાલ્ડને પણ આ ઉપલબ્ધિ મળી છે. 46 વર્ષના સચિનના આ યાદીમાં સ્થાન મેળવનારો છઠ્ઠો ભારતીય છે. આ પહેલા ICCએ ક્રિકેટ હોલ ઓફ ફેમમાં પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદી, વર્લ્ડકપ વિજેતા કેપ્ટન કપિલ દેવ, દિગ્ગજ સુનીલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ અને અનિલ કુંબલે પણ શામેલ છે. 

લંડનમાં ગુરુવારે એક સમારોહમાં આ ત્રણ દિગ્ગજોને સન્માન અપાયું હતુ. ''જ્યારે આ ઉપલબ્ધિ મેળવીને સચિને કહ્યુ કે, આ મારા માટે સન્માનની વાત છે.'' સચિન ટેસ્ટ અને વનડે બંનેમાં સૌથી વધારે રન કરવાનો વર્લ્ડ રેકોર્ડ રાખે છે. 

સચિન અને ડોનાલ્ડ સિવાય 2 વખત વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર કૈથરીન ફિટઝપૈટ્રિકને પણ હોલ ઑફ ફેમની શામેલ કરવામાં આવ્યા છે. આ સાથે જ હોલ ઑફ ફેમમાં શામેલ કરનારા ખિલાડીઓની સંખ્યા 90 થઇ ગઇ.

 

સચિન તેંડુલકરે 200 ટેસ્ટ મેચમાં 53.78ની એવરેજથી 15921 રન બનાવ્યા, જેમાં 51 સેન્ચુરી શામેલ છે. આ સાથે જ સચિને 463 વનડે ઇન્ટરનેશનલમાં 44.43ની એવરેજથી 18426 રન કર્યા છે જેમાં 49 સેન્ચુરી છે. આ રીતે 100 તે 100 સેન્ચુરી કરનારા એકમાત્ર બેટ્સમેન છે.

 

52 વર્ષના ડોનાલ્ડને ક્રિકેટમાં સૌથી સારો બોલર મનાય છે. તેના નામે 330 ટેસ્ટ અને 272 વનડે વિકેટ છે. ડોનાલ્ડે 2003માં ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો.  જ્યારે ફિટઝપૈટ્રિક મહિલા ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારી બીજા ક્રમની મહિલા છે. તેના નામે વનડેમાં 180 અને ટેસ્ટમાં 60 વિકેટ છે. કોચ તરીકે તેણે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમને 3 વર્લ્ડ કપ જીતાડ્યા છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ