બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Russian President expresses grief over Morbi disaster, prays for speedy recovery of injured

શોક વ્યક્ત કર્યો / મોરબી દુર્ઘટનામાં રશિયાના રાષ્ટ્રપતીએ દુઃખ વ્યક્ત કર્યું, ઘાયલ જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થનાં કરી

Vishal Khamar

Last Updated: 04:46 PM, 31 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રપતિ પુતિને દુર્ઘટનામાં મૃત્યું પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી.

  • રશિયાના રાષ્ટ્રપતિ પુતિને મોરબી બ્રિજ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
  • ઘાયલોને જલ્દી સ્વસ્થ થાય તેમના માટે કરી પ્રાર્થના
  • નેપાળના વડાપ્રધાને પણ કર્યો શોક વ્યક્ત

 રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુજરાતના મોરબી શહેરમાં થયેલ પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 134 લોકોનાં મોત નિપજ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે સોમવારે ક્રેમલિન વેબસાઈટ પર સંદેશ પ્રસારીત કર્યો હતો. જેમાં રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિને કહ્યું હતું કે માનનીય રાષ્ટ્રપતિ, માનનીય પ્રધાનમંત્રી, કૃપા કરીને ગુજરાત રાજ્યમાં થયેલ પુલ દુર્ઘટનાની ઘટનાને લઈને મારી સંવેદના સ્વીકારો.

રાષ્ટ્રપતિ પુતિને શોક વ્યક્ત કર્યો
રશિયાની એક સમાચાર એજન્સીએ જણાવ્યા મુજબ, પુતિનને દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકો પ્રત્યે તેમને સ્નેહીજનો અને મિત્રો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. તેમજ જે લોકો ઘાયલ છે તે તમામ લોકો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી. રશિયન રાજદૂત ડેનિસ અલીપોવે પણ આ ધટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ગત રોજ મોરબીનાં ભયંકર દુર્ઘટના બની હતી. મૃત્યું પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. તેમજ ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થને કરુ છું.

નેપાળના વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો
નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ પણ મોરબી ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએન દેઉબાએ કહ્યું કે ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટનાથી મને બહુ દુઃખ થયું છે. તેમજ આ ઘટનામાં જીવ ગુમાવનાર લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ મૃત્યું પામેલા લોકોના પરિવારજનોને પ્રભુ આધાત સહન કરવાની શક્તિ આપે.

PM મોદી મંગળવારે મોરબીની મુલાકાત લેશે
મોરબીમાં બનેલ બ્રિજ દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીએ તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરી મૃતકોને શ્રધ્ધાંજલી અર્પી હતી.. ત્યારે મંગળવારે વડાપ્રધાન મૃત્યું પામેલા લોકોના પરિવારજનોનાં દુઃખમાં સહભાગી થવા માટે મોરબી જશે. તેમજ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને કેવડિયા ખાતે પારંપરીક નૃત્યનો કાર્યક્રમ રદ્દ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ