ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
રશિયા અને યુક્રેન વચ્ચે હવે દિવસેને દિવસે યુદ્ધ ભયંકર બની રહ્યું છે. ખાસ કરીને રશિયાની સેના દ્વારા યુક્રેનના અલગ અલગ શહેરોમાં હુમલો કરવામાં આવી રહ્યો છે. તેમા પણ હવે તો યુક્રેનના રસ્તાઓ પર રશિયન ટેન્કો સામાન્ય વાહનોની જેમ ફરી રહ્યા છે. જેથી યુક્રેનના નાગરીકો પણ રશિયન આર્મીનો વિરોધ કરી રહ્યા છે.
ખાર્કિવ શહેરમાં રશિયાની સેનાનું આક્રમણ
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે રશિયાના ખાર્કિવ શહેરમાં પણ રશિયાની સેનાએ આક્રમણ કર્યું છે. જેના કારણે ત્યા ભયનો માહોલ ફેલાયો છે. જોકે બીજી તરફ યુક્રેનની સેના પણ રશિયાની સેનાનો સામનો કરી રહ્યો છે. શહેરની વચ્ચોવચ્ચ બંને દેશની સેનાઓ આમને સામને આવી ગઈ છે અને શહેરમાં ધડાકાઓના અવાજ થઈ રહ્યા છે.
લોકોને ઘરની બહાર ન નિકળવા કરી અપીલ
ADVERTISEMENT
રશિયાએ મોટા પ્રમાણમાં યુદ્ધના જહાજો યુક્રેનના ખાર્કિવ અને કિવ શહેરમાં ઉતાર્યા છે. જેથી યુક્રેન પ્રશાસન દ્વારા પણ ત્યાના લોકોને ઘરની બહાર ન નિકળવા માટે આદેશ આપવામાં આવ્યા છે. સાથેજ લોકો મકાનોની બારી આગળ પણ ન જાય તેવી સૂચના પણ આપવામાં આવી છે.
ખાર્કિવ શહેરમાં ગેસની પાઈપલાઈનમાં કર્યો બ્લાસ્ટ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે રશિયન આર્મી દ્વારા યુક્રેનના ખાર્કિવ શહેરમાં ગેસની પાઈપલાઈનમાં બ્લાસ્ટ કર્યો છે. જેના કારણે મોટી હોનારત સર્જાય તેવી શક્યતા સેવાઈ રહી છે. જેથી પ્રશાસન દ્વારા ત્યાના લોકોને આદેશ આપવામાં આવ્યા છે. કે ભીના કપડા વડે ઘરની બારીઓને બંધ કરવામાં આવે. જેથી લોકોને વધારે નુકાશાન ન થાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો