ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
રશિયા અને યુક્રેન વચ્ચે હવે યુદ્ધ વધારે ભયંકર બની ગયું છે. રશિયાની સેનાએ યુક્રેનના મોટા શહેર ખાર્કીવમાં ઘુસીને ત્યાની ગેસની પાઈપલાઈનને બોમ્બથી ઉડાવી દીધી છે. આ મામલે યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયથી માહિતી મેળવવામાં આવી છે. રાજધાની કિવ સહિત ઘણા બધા શહેરોમાં રશિયાની સેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
યુક્રેનમાં અત્યાર સુધીમાં 200 લોકોના મોત
ADVERTISEMENT
એવી માહિતી સામે આવી છે કે યુક્રેનમાં અત્યાર સુધીમાં 200 લોકોના મોત થયા છે. જ્યારે યુક્રેને પણ એવો દાવો કર્યો છે કે રશિયાના પણ ઘણા સૈનિકો આ યુદ્ધમાં માર્યા ગયા છે. ગેસ પાઈપલાઈન ઉડાવ્યા બાદ સ્ટેટ સર્વિસ ઓફ સ્પેશિયલ કોંમ્યુનિકેશન એંન્ડ ઈન્ફોર્મેશન પ્રોટેકશન દ્વારા કહેવામાં આવ્યું કે આને કારણે પર્યાવરણને ભારે નુકસાન થઈ શકે છે.
લોકોને ભીના કપડાથી બારી ઢાંકવાની સલાહ
ADVERTISEMENT
આસપાસના રહેવાસીઓને એવી સુચના આપવામાં આવી છે કે તેઓ ભીના કપડાથી તેમની બારીઓ ઢાંકી દે જેથી વધારે નુકશાન ન થાય. જોકે યુક્રેનનું કહેવું છે કે રશિયાની સેના ખાર્કિવ પર કબ્જો નથી કરી શકી અને ત્યા યુદ્ધ હજુ ચાલી રહ્યું છે. ખાર્કીવમાં 15 લાખ લોકો રહે છે અને રશીયાથી માત્ર 40 કિમી દૂર છે. જેથી રશિયાનો ઈરાદો ખાર્કીવ કબ્જો કરીને યુક્રેનનું મનોબળ તોડવાનો છે.
કીવમાં રશિયા અને યુક્રેનની સેના સામસામે
ADVERTISEMENT
આપને જણાવી દઈએ રશિયાની સેના કીવ પર કબ્જો જમાવાની તૈયારી કરી રહી છે. જેથી કીવમાં સોમવાર સવાર સુધી કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો છે. સાથેજ લોકોને તેમના ઘરમાં રહેવા માટે જ સૂચના આપવામાં આવી છે. કારણકે રશિયન સેના કિવમાં ઘુસીને યુદ્ધ કરી રહી છે. જેમા સામાન્ય લોકોને પણ નુકશાન તો થઈજ રહ્યું છે.
યુક્રેનમાં મોટા પ્રમાણમાં નુકશાન
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે શનિવારની સાંજે કીવના મધ્ય ભાગમાં શાતિ હતી. જોકે આ યુદ્ધને કારણે કિવમાં રહેતા લોકો ઘણા ભયમાં જીવી રહ્યા છે. રશિયાના હુમલાને કારણે પુલ, સ્કૂલ અને એપાર્ટમેન્ટોમાં ભારે નુકશાન થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો