બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / russian foreign minister sergey lavrov met pm narendra modi

BIG NEWS / PM મોદીને મળ્યા રશિયાના વિદેશમંત્રી: ભારત એક મહત્વપૂર્ણ દેશ, કરી શકે છે યુક્રેન વિવાદમાં મધ્યસ્થતા

Pravin

Last Updated: 07:57 PM, 1 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતના પ્રવાસે આવેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ ભારતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે.

  • રશિયા અને યુક્રેન વચ્ચે જંગ
  • રશિયાના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે આવ્યા
  • પીએમ મોદી સાથે કરી મુલાકાત

યુક્રેન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતના પ્રવાસે આવેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે શુક્રવારે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. આ અગાઉ તે પોતાના સમકક્ષ ડો. એસ. જયશંકર સાથે પણ મળ્યા હતા.

વિદેશમંત્રીની પ્રેસ કોન્ફ્રરંસ

પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કર્યા પહેલા એક પ્રેસ વાર્તાને સંબોધન કરતા રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારત મોસ્કો અને કીવની વચ્ચે મધ્યસ્થતા કરી શકે છે. તેમણે કહ્યું કે, રશિયા અને યુક્રેન વચ્ચે હજૂ સુધી કોઈ તટસ્થ સમાધાન સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા છીએ. આપને જણાવી દઈએ કે, ભારત આવતા પહેલા સર્ગેઈ લાવરોવે ચીનની સત્તાવાર મુલાકાતે પણ ગયા હતા.

ભારત એક મહત્વનો દેશ

રશિયા અને યુક્રેનની વચ્ચે વિવાદના સમાધાન માટે ભારતની મધ્યસ્થતા કરવાની સંભાવનાઓના સવાલ પર તેમણે કહ્યું કે, ભારત એક મહત્વપૂર્ણ દેશ છે. લાવરોવે કહ્યું કે, જો ભારત આવી ભૂમિકા નિભાવવા માગે છે, જે સમસ્યાનું હલ કાઢી શકે. જો આંતરરાષ્ટ્રીય પડકારો તરફ ભારતની સ્થિતિ ન્યાયપૂર્ણ અને યોગ્ય સમજનારી છે, તો આવા મામલામાં સહયોગ કરી શકે છે. 

અમેરિકાના દબાણની કોઈ અસર નહીં થાય

લાવરોવ ગુરૂવારે બે દિવસીય સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા હતા. તેમણે ભારતની સ્વતંત્ર વિદેશ નીતિના વખાણ કર્યા અને ભારત પર અમેરિકાના દબાણ, વિજળીના વધતાં ભાવ અને રશિયા પર પ્રતિબંધો સહિત કેટલાય મુદ્દા પર ચર્ચા થઈ હતી. ભારત રશિયા સંબંધો પર અમેરિકાના દબાણની અસરને લઈને તેમણે કહ્યું કે, આ ભાગીદારીને પ્રભાવિત કરી શકશે નહીં. અમારી ભાગીદારી અપ્રભાવિત રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ