બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / વિશ્વ / Russian army blew up one school in the city of Zhytomyr ukraine

યુદ્ધ મોટા ખતરા તરફ / રશિયન સેનાએ વધુ એક સ્કૂલને ઉડાવી દીધી, અત્યાર સુધીમાં કુલ 20થી વધુ સ્કૂલો પર બોમ્બમારો કર્યાનો યુક્રેનનો દાવો

Dhruv

Last Updated: 02:43 PM, 4 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને આજે 9 દિવસ થઇ ગયા છે. એવામાં રશિયન આર્મીએ વધુ એક શહેર Zhytomyr પર કબજો મેળવી લીઘો છે. જ્યાં એક સ્કૂલને પણ ઉડાવી દેવાઇ તેમજ અત્યાર સુધી 25 સ્કૂલો પર બોમબમારો કરાયાનો યુક્રેન દ્વારા દાવો કરવામાં આવ્યો છે

  • રશિયન સેનાએ Zhytomyr શહેરમાં એક સ્કૂલને ઉડાવી દીધી
  • અત્યાર સુધીમાં 25 સ્કૂલો પર બોમ્બમારો કર્યાનો યુક્રનનો દાવો
  • જૈપોરિઝિયા ન્યૂક્લિયર પ્લાન્ટ પર રશિયાનો કબજો

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને આજે 9 દિવસ થઇ ગયા છે. એવામાં રશિયન આર્મીએ વધુ એક શહેર Zhytomyr પર કબજો મેળવી લીઘો છે. જ્યાં એક સ્કૂલને પણ ઉડાવી દેવાઇ તેમજ અત્યાર સુધી 25 સ્કૂલો પર બોમબમારો કરાયાનો યુક્રેન દ્વારા દાવો પણ કરવામાં આવ્યો છે. તેમજ હજુ પણ યુક્રેનની રાજધાની કીવમાં સતત ધમાકા કરવાના શરૂ જ છે.

આ સિવાય યુક્રેનના જૈપોરિજિયા ન્યુક્લિયર પ્લાન્ટ પાસે રશિયન મિસાઇલથી હુમલો કરી દીધો હતો. આ હુમલા બાદ પ્લાન્ટમાં ભીષણ આગ પણ લાગી હતી. તો બીજી બાજુ રશિયા દ્વારા યુક્રેન પર હજુ તાબડતોડ હુમલાઓ શરૂ છે. એવામાં કીવમાં એક ભારતીય વિદ્યાર્થી પણ ગોળીબારમાં ઘાયલ થયો છે. આ અંગે વી.કે સિંહનું કહેવું છે કે, અમે ઓછામાં ઓછાં નુકસાન સાથે વધારે ને વધારે ભારતીયોને એરલિફ્ટ કરાવવાની કોશિશ કરી રહ્યાં છીએ.

 

ભારતીયો માટે 130 બસો તૈયાર

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને નીકાળવા માટે 130 રશિયન બસો પણ તૈયાર કરવામાં આવી છે. રશિયન રાષ્ટ્રીય રક્ષા નિયંત્રણ કેન્દ્રના પ્રમુખ કર્નલ જનરલ મિસાઇલ મિજિંટસેવએ જણાવ્યું કે, 130 રશિયન બસ ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશીઓને યુક્રેનના ખારકિવ અને સૂમીથી રશિયાના બેલગોરોડ ક્ષેત્રમાંથી નીકળવા માટે તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ હવે વધારે ભયાનક બની ગયું છે. એવામાં રશિયન સૈન્યએ યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પ્લાન્ટ પર બોમ્બમારો કર્યા બાદ રશિયન સેનાએ તેને પણ પોતાના કબજામાં કરી લીધું છે.

 

188 વિદ્યાર્થીઓ સાથેનું જહાજ સ્લોવાકિયાથી રવાના : રાજદૂત

સ્લોવાકિયામાં ભારતના રાજદૂત વનલાલહુમાએ જણાવ્યું હતું કે, હાલમાં 188 વિદ્યાર્થીઓ સાથેની ફ્લાઈટ રવાના થઈ રહી છે અને બપોરમાં ભારતીય વાયુસેનાનું વિમાન 210 વિદ્યાર્થીઓ સાથે રવાના થવાની અમે અપેક્ષા રાખીએ છીએ.

 

રશિયાએ 251 ટેન્ક અને 37 હેલિકોપ્ટર ગુમાવ્યાઃ યુક્રેન

યુક્રેનની સેના દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, યુદ્ધની શરૂઆતથી જ રશિયાને પણ ઘણું નુકસાન થયું છે. રશિયાએ અત્યાર સુધીમાં 9166 સૈનિકો ગુમાવ્યા છે. આ સાથે 37 હેલિકોપ્ટર, 251 ટેન્ક, 404 કાર અને 50 એમએલઆર પણ ખોવાઈ ગયા છે. રશિયાએ અન્ય ઘણી બધી વસ્તુઓથી હાથ ધોવાનો વારો આવ્યો છે.

હુમલામાં બોરોડિયાંકા શહેર નાશ પામ્યું

રશિયન હુમલાએ યુક્રેનના શહેર બોરોડિયાંકા પર ભારે તબાહી મચાવી દીધી છે. 3જી માર્ચે રશિયન આર્મીના હુમલાઓ દ્વારા કીવથી 60 કિમી ઉત્તર-પશ્ચિમમાં આવેલા બોરોડિયાંકા શહેરને કેવી રીતે નુકસાન થયું તે માટે જુઓ આ VIDEO...

 

ચન્નીહિવમાં 33 લોકોના મોત

રશિયન સૈનિકોએ યુક્રેનના અનેક શહેરો પર હવાઈ હુમલાઓ વધુ તીવ્ર કર્યા છે. ઓડિશા સહિત ઘણી જગ્યાએ એર સ્ટ્રાઈકનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દરમિયાન, ચર્નીહીવ પર થયેલી હવાઈ હુમલામાં 33 લોકોના મોત થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ