બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / russia ukraine war volodymyr zelenskyy clears his stand on NATO

BIG NEWS / યુદ્ધનું મૂળ કારણ જ સમાપ્ત: NATOના દગા બાદ ઝેલેન્સ્કીએ કર્યું મોટું એલાન, શું હવે શાંત થશે રશિયા?

Dhruv

Last Updated: 02:04 PM, 9 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીએ હવે રશિયા પ્રત્યેના પોતાના વલણમાં નરમાઈનો સંકેત આપી દીધો છે.

  • NATO વિશે ઝેલેન્સ્કીનું મોટું નિવેદન
  • બે અલગાવવાદી વિસ્તારો પર કરાર માટે પણ તૈયાર
  • કહ્યું- યુક્રેન હવે NATOમાં સામેલ થવાનો આગ્રહ નથી કરી રહ્યું

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીએ કહ્યું કે, 'યુક્રેન માટે NATO સદસ્યતાની માંગને લઇને હવે તેઓ જોર નથી આપી રહ્યાં. રાષ્ટ્રપતિએ તેને સંવેદનશીલ મામલો ગણાવતા કહ્યું કે, રશિયન હુમલાનું એક કારણ આ પણ છે. સોમવારે રાત્રે એક ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, "NATO તરફથી યુક્રેનને સ્વીકાર કરવામાં અસહમતિના સંકેત મળ્યા બાદ મે આ બાબત પર ઘણા સમય પહેલેથી જ વિચારવાનું છોડી દીધું હતું.'

જો અમે આ સમયે નાટોમાં સામેલ થવા માટે અરજી કરીએ છીએ તો ચિંતાઓમાં થશે વધારો

રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ 'હાઉસ ઓફ કોમન્સ'માં બ્રિટિશ સાંસદોને સંબોધિત કરતા કહ્યું કે, 'યુક્રેનીઓ પોતાનો દેશ નથી ગુમાવવા માંગતા. તેમણે કહ્યું કે, જે રીતે નાઝીઓના હુમલા દરમિયાન અંગ્રેજો પોતાનો દેશ ગુમાવવા ન હોતા માંગતા એ જ રીતે અમે પણ અમારો દેશ ગુમાવવા નથી માંગતા. અગાઉ, સ્વીડનના વડાપ્રધાન મૈગ્લડાલેના એન્ડરસને કહ્યું હતું કે, આ સમયે નાટોની સભ્યપદ માટે અરજી કરવાથી યુરોપમાં વર્તમાન સુરક્ષા સ્થિતિ અસ્થિર થઈ શકે છે. તેઓએ કહ્યું કે, જો અમે આ સમયે નાટોમાં સામેલ થવા માટે અરજી કરીએ છીએ તો આ ક્ષેત્રમાં સુરક્ષા સંબંધિત અસ્થિરતા વધશે અને તેનાથી ચિંતાઓમાં પણ વધારો થશે.

તમને જણાવી દઇએ કે, યુક્રેનમાં 'No fly Zone'ને લાગુ કરવાને લઇને NATO એ ના કહી દીધી છે જેની પર ઝેલેન્સ્કી ભડકી ગયા. તેઓએ NATOના આ નિર્ણયની નિંદા કરતા કહ્યું કે, 'હવે રશિયાને યુક્રેનના શહેરો અને ગામડાંઓ પર બોમ્બમારો વરસાવવાની પરવાનગી મળી ગઇ છે.' ઝેલેન્સ્કીએ એમ પણ કહ્યું કે, 'NATO એ વાતથી અવગત છે કે, રશિયા હવે વધારે હુમલા કરશે. તેમ છતાં તેને જાણી જોઇને આ પ્રકારનો નિર્ણય લીધો છે.'

ઝેલેન્સકીએ કહ્યું કે, જો NATO ના આ નિર્ણય બાદ યુક્રેન નહીં બચે તો સમગ્ર યુરોપ પણ બરબાદ થઈ જશે. તમને જણાવી દઈએ કે, હવે યુક્રેનની રાજધાની કીવ સહિત ઘણાં શહેરોને રશિયન સૈન્યએ ઘેરી લીધા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ