બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / russia ukraine war vladimir putin battle latest updates

10 લેટેસ્ટ અપડેટ / યુક્રેનમાં તબાહી મચી, મોટા શહેરોમાં બોમ્બમારો, બંકરમાં છુપાવવા ભાગ્યા લોકો

Pravin

Last Updated: 03:22 PM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન પર રશિયાના હુમલાના છઠ્ઠા દિવસે રાજધાની કીવમાં સામાન્ય નાગરિકોના જીવન પર મોટો ખતરો ઊભો થયો છે. રશિયાની સેનાએ યુક્રેનના બીજા નંબરના સૌથી મોટા શહેર ખાર્કિવ, ચેર્નિહાઈવ અને કીવ પર સોમવારે બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા

  • યુક્રેનમાં રશિયાનું આક્રમણ વધ્યું
  • કીવમાં સૌથી મોટા બ્લાસ્ટ
  • લોકોને બંકરોમાં છુપાઈ જવાની સલાહ

યુક્રેન પર રશિયાના હુમલાના છઠ્ઠા દિવસે રાજધાની કીવમાં સામાન્ય નાગરિકોના જીવન પર મોટો ખતરો ઊભો થયો છે. રશિયાની સેનાએ યુક્રેનના બીજા નંબરના સૌથી મોટા શહેર ખાર્કિવ, ચેર્નિહાઈવ અને કીવ પર સોમવારે બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. લગભગ 40 માઈલના કાફલામાં રશિયાની ટેંક અને અન્ય સૈન્ય વાહન કૂચ કરી રહ્યા છે. ડરેલા લોકો આમતેમ નાસભાગ મચાવી રહ્યા છે. 

 

કીવમાં થયા મોટા ધમાકા

છેલ્લા છ દિવસથી ચાલી રહેલા યુદ્ધથી રશિયા વેરવિખેર થતું જઈ રહ્યું છે, જ્યારે યુક્રેન સામે જ તેમને ભારે પરસેવો પાડવો પડે છે. ઘરેલૂ સ્તર પર રશિયાને આર્થિક રીતે મોટા ઝટકા લાગ્યા છે. બેલારૂસની સરહદ પર સોમવારે જ્યારે રશિયા અને યુક્રેનની વચ્ચે વાર્તા થઈ રહી હતી, ત્યારે કીવમાં ધમાકા થયા હતા અને રશિયા સૈનિકે 30 લાખની વસ્તીવાળા યુક્રેનની રાજધાનીમાં આગળને આગળ વધી રહ્યું હતું.

કીવ પર પ્રેશર વધાર્યું


યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેંસ્કીએ કહ્યું કે, બોમ્બ બ્લાસ્ટમાં વધારો ફક્ત પ્રેશર લાવવા માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે સોમવારે મોડી રાતે વીડિયો જાહેર કરીને આપેલા સંદેશમાં કહ્યું કે, રશિયા સરળ રીતે પ્રેશર બનાવાની કોશિશ કરી રહ્યું છે. પણ તેમણે કહ્યું કે, કીવ કોઈ છૂટ આપવા માટે તૈયાર નથી. એ પણ એવા સમયે જ્યારે રોકેટ અને તોપથી હુમલાઓ થઈ રહ્યા હોય. 

રશિયા માટે કીવ મોટો ટાર્ગેટ

મૈક્સર ટેક્નોલોજી દ્વારા આપવામાં આવેલી ઉપગ્રહ તસ્વીરોમાં જણાવ્યા અનુસાર બખ્તરબંધ ગાડીઓ, ટેંક, તોપ અને અન્ય સહાયક વાહનોના કાફલા શહેરમાંથી લગભગ 25 કિમી દૂર પર છે અને તેની લંબાઈ લગભગ 40 મીલ છે. જેલેંસ્કીએ કહ્યું કે, રશિયા માટે કીવ મુખ્ય ટાર્ગેટ છે. તેમણે કહ્યું કે, તે અમારા દેશની રાષ્ટ્રીયતાને ખંડિત કરવા માગે છએ અને એટલા માટે રાજધાની પર સતત ખતરો ઉભો કરી રહ્યા છે. 

ખાર્કિવ હુમલામાં સાત લોકોના મોત

ખારકીવના અધિકારીઓએ જણાવ્યું હતું કે, હુમલામાં સાત લોકોના મોત થઈ ગયા છે અને ડઝનબંધ અન્ય ઘાયલ થયા છે. તેમણે ચેતવણી આપી છે કે, મોતનો આંકડો હજૂ પણ વધી શેક છે. તો વળી રશિયાસેનાએ ઘરો, સ્કૂલો અને હોસ્પિટલમાં બોમ્બ બ્લાસ્ટ કર્યાની પણ કેટલાયી તસ્વીરો સામે આવ્યા બાદ રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ બનાવાની ના પાડી દીધી હતી.

તેલ ડેપો પર બ્લાસ્ટ

યુક્રેનના અન્ય શહેરોમાં અન્ય એરિયામાં પણ લડાઈ ચાલી રહી છે. જેલેંસ્કીના સલાહકાર ઓલેક્સીા અરેસ્ટોવિચે જણાવ્યું છે કે, રણનીતિ તરીકે મહત્વનું અને અજોવ સાગર કિનારે સ્થિત પોર્ટ શહેર મારિયુપોલની સ્થિતી અઘરી છે. પૂર્વી શહેરમાં તમામ તેલ ડેપો પર બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા છે.

અમેરિકાની એક્શન

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી મિશનના એક નિવેદનમાં કહેવાયું છે કે, રશિયાના રાજદ્વારીઓએ જાસૂસી ગતિવિધિઓમાં શામેલ થવા પર અમેરિકામાં રહેતા પોતાના અધિકારનો દુરુપયોગ કર્યો છે. જે અમારી રાષ્ટ્રીય સુરક્ષા માટે નકસાનકારક છે. મિશને કહ્યું કે, હટાવાની પ્રક્રિયા કેટલાય મહિનાઓથી ચાલું છે અને 193 સભ્યો વિશ્વ નિકાયની મેજબાની તરીકે સંયુક્ત રાષ્ટ્રની સાથે અમેરિકાના કરાર તરીકે છે. 

જાસૂસીમાં શામેલ હોવાનો આરોપ

અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા મિશનના 12 સભ્યોને જાસૂસીમાં શામેલ ગુપ્તચર અધિકારી હોવાનો આરોપમાં સોમવારે હટાવાની જાહેરાત કરી હતી. યુક્રેન પર રશિયાના હુમલાના પાંચમા દિવસે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પ્રશાસને આ પગલું ઉઠાવ્યું છે. રશિયા હુમલાની અમેરિકા સહિત કેટલાય દેશો નિંદા કરી રહ્યા છે. 

આરોપ પ્રત્યારોપ

આ મામલે રિશાયના રાજદૂત વાસિલી નેંમબેંઝિયાએ તેમની પ્રતિક્રિયા વિશે પૂછતા તેમણે કહ્યું કે, રશિયાના અધિકારીઓ જાસૂસમાં શામેલ હતા. તેમણે કહ્યું કે, જ્યારે પણ કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે હટાવાના હોય છે, ત્યારે આવા જ બહાના બનાવે છે. આ એક માત્ર સ્પષ્ટીકરણ આપે છે. 

વિયેના સંધીનું ઉલ્લંઘન હોવાનો આરોપ

નેબેંઝિયાના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદથી સોમવારે કહ્યું કે, તેમણે રશિયા મિશન વિરુદ્ધ મેજબાની દેશો એક અન્ય શત્રુતાપૂર્ણ પગલા વિશે હજૂ સુચના મળી છે. તેમણે આ પગલાને અને સંયુક્ત રાષ્ટ્રની વચ્ચે થયેલા કરારને તથા રાજદ્વારી સંબંધોને નિયંત્રિત કરવા વિયેના કરારનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું હતું. નેંબેંમઝિયાએ આ નિવેદન બાદ અમેરિકી ઉપરાજદ્વારી રિચર્ડ મિલ્સને હટાવા સંબંધે પુષ્ટિ કરી હતી.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ