બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / russia ukraine war intensify attack negotiation fail

જંગ / યુક્રેનનું આવી બન્યું ! ચારેબાજુએથી તૂટી પડવાનો સૈનિકોને હુકમ, રશિયાની મોટી જાહેરાત

Hiralal

Last Updated: 10:20 PM, 26 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન શાંતિ મંત્રણા માટે તૈયાર ન હોવાથી અમે તેની પર ચારેબાજુએથી હુમલા કરીશું તેવી રશિયાએ મોટી જાહેરાત કરી નાખતા યુદ્ધની સ્થિતિ વધારે વણસી જશે.

  • યુક્રેન સાથેના યુદ્ધની વચ્ચે રશિયાની મોટી જાહેરાત 
  • યુક્રેન શાંતિ મંત્રણા માટે તૈયાર
  • દરેક દિશાએથી હુમલા કરાશે

રશિયાની નવી જાહેરાતથી પહેલેથી ખરાબ યુદ્ધની સ્થિતિ વધારે વણસી જશે. રશિયાએ મોટી જાહેરાત કરતા કહ્યું છે કે, તેની સેના હવે ચારેય દિશાઓથી હુમલો કરવા જઈ રહી છે. તેમના મતે યુક્રેનને જે વાતચીતની ઓફર આપવામાં આવી હતી તે યુક્રેને સ્વીકારી નથી.

યુક્રેને વાતચીતનો પ્રસ્તાવ નકારી કાઢ્યો-રશિયાનો આરોપ 
રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સેનાને તેના આક્રમણને વધુ તીવ્ર બનાવવા અને હવે તમામ દિશાઓથી પ્રહાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કીવ (યુક્રેનની રાજધાની) બેલારુસમાં વાટાઘાટો માટેની ઓફરને નકારી કાઢી છે. શુક્રવારે રશિયાએ વાતચીત માટે યુક્રેનને પ્રસ્તાવ આપ્યો હતો. રશિયાએ મોકલેલા શાંતિ પ્રસ્તાવમાં એવું જણાવાયુ હતું કે રશિયાનું એક પ્રતિનિધિમંડળ બેલારુસ મોકલવામાં આવશે જ્યાં શાંતિ મંત્રણા થશે જોકે યુક્રેને આ પ્રસ્તાવ નકારી કાઢ્યો હોવાનો રશિયાનો દાવો છે. 

યુદ્ધ વધારે ભયાનક બનશે 
યુક્રેને આ આરોપનો કોઈ જવાબ આપ્યો નથી, પરંતુ ખતરાની ઘંટડીઓ વાગી ગઈ છે. યુક્રેનની ધરતી પર તબાહી મચાવી રહેલા રશિયન સૈનિકો હવે ઝડપથી અને વધુ ખતરનાક રીતે આક્રમણ કરવા જઈ રહ્યા છે. ઉપરથી ફરમાન મળ્યું છે, એવી રીતે કે આવતીકાલનો દિવસ વધુ ભયાનક બની શકે. આજે રશિયન સેના દ્વારા ભારે બોમ્બમારો કરવામાં આવ્યો હતો, બેથી ત્રણ ભયાનક વિસ્ફોટ થયા હતા, હવે આ જાહેરાત બાદ સ્થિતિ બદથી બદતર થઇ શકે છે.

રશિયાની શાંતિ મંત્રણાની ઓફ યુક્રેન સ્વીકારી હોવાનો દાવો 
રશિયાની શાંતિ મંત્રણાની ઓફર યુક્રેને સ્વીકારી લીધી છે. રશિયન સમાચાર એજન્સી તાસ એજન્સીના જણાવ્યા મુજબ આ સંવાદ માટે માત્ર સ્થળ અને સમય પર જ મનોમંથન ચાલી રહ્યું છે. જોકે પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડોમીર ઝેલેન્સ્કી તરફથી શાંતિ વાર્તા શરૂ કરવા માટે ફોન કરવામાં આવ્યો હતો ત્યાર બાદ રશિયા વતી આવી ઓફ આપવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ