બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Russia Ukraine Crisis: Jamnagar youths Kharsan city Trapped

હકીકત / કીવ કે ખારકીવમાં નહીં પણ ખારસન શહેરમાં ફસાયેલા છે જામનગરના 2 યુવકો, મદદનો પોકાર

Vishnu

Last Updated: 08:46 PM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનમાં ફસાયેલા ગુજરાત 107 વિદ્યાર્થીઓ હાલ પરત આવી ચૂક્યા છે. હજુ પણ 18 ફ્લાઇટમાં યુદ્ધ ક્ષેત્રથી દેશના તમામ વિદ્યાથીને પરત લાવવાની તૈયારી

  • યુક્રેન સંકટ વચ્ચે જામનગરના બે યુવાનો ફસાયા
  • યુક્રેનના ખારસન શહેરમાં બે યુવાનો ફરાયા 
  • ખારસન શહેર હાલ રશિયન સેનાના કબ્જામાં છે 

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત ઓપરેશન ગંગા થ્રુ ત્યાં ફસાયેલા ભારતીયોને તાબડતોબ બહાર કાઢી સ્વદેશ પરત લાવી રહ્યું છે. જેમાં વાયુસેનાની પણ મદદ લેવામાં આવી છે. ત્યારે યુક્રેનના યુદ્ધ ક્ષેત્રમાં જામનગરના બે યુવાનો ફસાઈ ગયા છે. 15 ફેબ્રુઆરીએ વિવેક વાદી અને મિલન દોમડિયા નામના યુવાનો યુક્રેનના ખારસન શહેરમાં વેપાર અર્થે ગયા હતા. પણ અચાનક જ યુદ્ધની સ્થિતિ થઈ જતાં બંને યુવાનો શહેરમાં ફસાઈ ચૂક્યા છે. વીટીવી ગુજરાતી સાથે કરેલી વાતમાં આપવીતી જણાવતા કહ્યું હતું કે ''એટીએમમાંથી 3 4 દિવસ પહેલા 500 રૂબલ ઉપાડ્યા હતા કારણ કે 1 માટેની લિમિટ એટલી રાખવામાં આવી હતી. બે મિત્રો છીએ એટલે 1 હજાર રૂબલ હતા જેનું અમે ખાવાનું લઈ લીધું છે. હવે તેમની પાસે માત્ર 300 રૂબલ પડ્યા છે. અને શહેરમાં ફસાઈ ગયા છે''.

ખારસન શહેરથી નિકળવા ટ્રેન કે બસની કોઇ વ્યવસ્થા નથી
વધુમાં આપવીતી જણાવતા કર્યું હતું કે તેઓએ એમ્બેસીનો સંપર્ક પણ કર્યો હતો અને વળતાં જવાબમાં એમ્બેસીએ પોલેન્ડ કે રોમાનિયા બોર્ડર પહોંચવા કહ્યું હતું. ખારસનથી બંને દેશોની બોર્ડર 750 કિલોમીટર દૂર છે પણ ત્યાં લઈ જવા માટે કોઈ તૈયાર નથી. ટેક્સી ચાલકો ના પાડી રહ્યા છે. અને યુદ્ધની વચ્ચે ચાલીને આ સફર કાપવી જોખમભરી છે માટે હાલ તે શેલટર હોમ આશ્રય લઈ રહ્યા છે.  અને મદદની ગુહાર લગાવી રહ્યા છે.ખારસન શહેરથી નિકળવા ટ્રેન કે બસની કોઇ વ્યવસ્થા નથી પણ સારી વાત એ છે કે ખારસન શહેર હુમલાઓ બંધ થયા છે કારણ કે આ શહેર પર રશિયન સેનાએ કબજો કરી લીધો છે.

600 જેટલા વિદ્યાર્થીઓ રશિયા બોર્ડર પર સુમિ સ્ટેટમાં ફસાયા
યુદ્ધમાં બન્ને દેશની બોર્ડર ઉપર આવેલ સુમિ સ્ટેટ ખાતે ડાંગ જિલ્લાના આહવા સિવિલ હોસ્પિટલમાં લેબ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા પરિમલ પટેલ ની દીકરી ખુશ્બૂ અને તેની સાથે રહેલા ગુજરાતના 18 જેટલા અને ભારતના 600 જેટલા વિદ્યાર્થીઓ ફસાયેલ છે. ખુશ્બૂ ના માતા પિતા સતત ખુશ્બૂ સાથે ટેલિફોનિક સંપર્કમાં છે અને પોતાની દીકરી સલામત રીતે ઘરે પરત ફરે તેવી પ્રાર્થના કરે છે. સુમિ સ્ટેટમાં ફસાયેલ વિદ્યાર્થીઓને બહાર નીકળવા માટે એક માત્ર રશિયા બોર્ડર  વિકલ્પ છે. ત્યારે સરકારને જરૂરી કાર્યવાહી કરી બચાવી લેવા વિદ્યાથીઓ અરજ કરી રહ્યા છે.

રાજકોટના એક યુવકે બુખારેસ્ટ સિટીના શેલ્ટર હોમમાં લીધી શરણ
ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા હોવાથી ભારત સરકારે ઓપરેશન ગંગા હેઠળ તેઓને પરત લાવવા પ્રયાસો હાથ ધર્યા છે. રાજકોટના ઘોરાજી તાલુકાના મોટી પરબડી ગામના અભય બાબરીયા નામનો યુવક ફસાયેલો હોવાથી તેમના પરિવારજનોએ સરકાર પાસે મદદ માગી છે. આપને જણાવ દઈયે કે, અભય બાબરીયા નામનો યુવક તેના અન્ય મિત્રો સાથે 12 કિલોમીટર સુધી ચાલીને બોર્ડર ક્રોસ કરી રોમાનિયા પહોંચ્યો છે. જ્યાં બુખારેસ્ટ સિટીના એક શેલ્ટર હોમમાં શરણ લીધી છે. જ્યાંથી ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા હેઠળ તેઓને પરત લાવવા પ્રયત્નો શરૂ કરાયા છે

હાલ સુધીમાં ગુજરાતના 107 વિદ્યાર્થીઓ યુક્રેનથી પરત ફર્યા: જીતુ વાઘાણી
યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓનું મંત્રી જીતુ વાઘાણીએ પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કર્યુ હતું. વિદ્યાર્થીઓને પરત લાવવાની સરકારની કામગીરી અંગે જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે 107 વિદ્યાર્થીઓ યુક્રેનથી પરત ફર્યા છે. સમગ્ર દેશ અમારો પરિવાર છે. ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાની જવાબદારી સરકારે લીધી છે. અને તેને વિદ્યાર્થીઓના માતા પિતા બનીને સરકારે જવાબદારી નિભાવી જાણી છે.

સાયણ ગામની યુવતી યુક્રેનથી પરત ફરી
સુરતના ઓલપાડ તાલુકાના સાયણ ગામની યુવતી યુક્રેનથી સુરક્ષિત વતન પરત ફરી છે. જેથી પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરત ફરેલી યુવતીએ યુક્રેનના યુદ્ધ દરમિયાનની પોતાની આપવિતી જણાવી હતી. સાથે સુરક્ષિત વતન પરત ફરતા યુવતીએ ભારત સરકાર અને પીએમ મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. યુવતીએ જણાવ્યુ હતુ કે, પીએમ મોદી અને ભારત સરકારના કારણે અમે આજે જીવતા બચી શક્યા છીયે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ