બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / Russia attacks kill 137 injure more than 300 in Ukraine

Russia Ukraine War / LIVE: રશિયન સેનાએ Snake આઈલેન્ડ પર કબ્જો જમાવ્યો, યુક્રેને ફરી Melitopol મેળવ્યું

Ronak

Last Updated: 01:51 PM, 25 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત હજું પણ નથી આવી રહ્યો. સવારથી યુક્રેનની રાજધાની કીવ ધડાકાઓના અવાજથી ધણધણી ઉઠી છે. સાથેજ ત્યાના રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે તેમના દેશમાં 137 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.

  • રશિયા અને યુક્રેન વચ્ચે હજું પણ ગંભીર પરિસ્થિતી 
  • યુક્રેનમાં રશિયાના હુમલાને કારણે 137 લોકોના મોત 
  • રશિયન સેના કીવમાં ઘુસી હોવાનો યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો 

રશિયાની રાજધાની કીવમાં રશીયન સેના હવે ઘુસી ગઈ છે. આ દાવો યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેસ્કી દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે દુશ્મનો કીવમાં ઘુસી ગયા છે. સાથેજ તેમણે કહ્યું કે દરેક નાગરીકો સાવધાન રહે અને કર્ફ્યુનું પાલન કરે. આપને જણાવી દઈએ કે કીવમાં સતત ધડાકાના અવાજો પણ આવી રહ્યા છે. જેથી ત્યાના લોકોમાં હવે ભયનો માહોલ ફેલાયો છે. 

આત્મસમર્પણની ના પાડતા જવાનોને ઉતાર્યો મોતને ઘાટ 

યુક્રેન પર જે હુમલો થયો છે. તેમા એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમા રશીયાએ યુદ્ધપોતમાં હાજર યુક્રેનના 13 જવાનોને મારી નાખ્યા છે. રશિયાએ તેમને આત્મસમર્પણ કરવા માટે કહ્યું હતું સાથેજ એવું પણ કહ્યું જો નહી કરો તો હુમલો કરીશું. આ સમયે યુક્રેની પોસ્ટ દ્વારા રશિયાના સૈનિકોને અપશબ્દો બોલવામાં આવ્યા જેથી સ્થળ પર હાજર દરેક જવાનોને રશિયાના સૈનિકોએ મોતને ઘાટ ઉતારી દીધા 

કીવમાં સવારથી 6 બ્લાસ્ટ 

રશિયા સતત યુક્રેનના દક્ષિણ-પૂર્વી બોર્ડર પર મિસાઈલ છોડી છે. જેથી અહીયાના સૈનિકોને હવે ભારે નુકસાન થયું છે. સતત બીજા દિવસે પણ રશિયા યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. જેથી હવે વિશ્વના દેશોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. આ સિવાય યુક્રેને એવો દાવો પણ કર્યો છે કે અત્યાર સુધીમાં કીવમાં સવારથી 6 બ્લાસ્ટ થયા છે. જેમા આ ધ઼ડાકા ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઈલથી કરવામાં આવ્યા છે. સાથેજ રશિયાનું એક વિંમાન પણ પાડી દેવામાં આવ્યું છે. 

137 લોકોના મોત 

રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડને પણ હાથ અધ્ધર કરી લીધા છે. ત્યારે આવા સમયે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીનું કહેવું છે કે તેમને આ લડાઈમાં એકવલા મુકી દેવામાં આવ્યા છે. તેમણે એવો દાવો પણ કર્યો કે રશિયાએ જે હુમલો કર્યો છે તેમા 137 લોકોના મોત થયા છે. સાથેજ 316 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ છે. 

સતત ધ઼ડાકાના અવાજો 

યુક્રેનની રાજધાની કિવમાં આજ સવારથી પરિસ્થિતી બગડી છે. અહીયા સતત ધડાકાના અવાજો સંભળાઈ રહ્યા છે. સાથેજ યુક્રેન દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો કે તેમણે રશિયાના બે એરક્રાફ્ટ પાડી દીધા છે. 

રશિયાના કુલ 7 એરક્રાફ્ટ પાડવામાં આવ્યા 

યુક્રેને એવો પણ દાવો કર્યો છે કે રશિયાને પણ આ હુમલામાં ઘણું નુકશાન પહોચ્યું છે. યુક્રેનના રક્ષામંત્રીના કહેવા પ્રમાણે રશિયાના 7 એરક્રાફ્ટ, 6 હેલિકોપ્ટર અને 30 ટેન્કને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. 

રાષ્ટ્રપતિ જેંલેસ્કીનું મોટું નિવેદન

 રાષ્ટ્રપતિ જેંલેસ્કીના કહેવા પ્રમાણે , 'કીવમાં ઘૂસેલા રશિયનોનો પ્રથમ ટારગેટ હું જ છું. તેઓ મને મારીને દેશમાં અસ્થિરતા પેદા કરવા માગે છે. યુક્રેનને રશિયાની સાથે લડાઈમાં એકલું છોડી દેવાયું છે.'

1700 લોકોની ધરપકડ 

જો કે યુક્રેન પર હુમલા પછી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને દુનિયાની સાથે અને ઘરઆંગણે પણ નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેન પર હુમલાના વિરોધમાં રશિયાના અનેક શહેરોમાં દેખાવકારોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. જેના પછી 1700 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ છે. 

ચર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો

રશિયન સેનાએ યુક્રેન પર હુમલાની શરૂઆત કર્યા પછી ચર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો જમાવ્યો હોવાની જાણકારી યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના સલાહકાર મિખાઈલો પોડોલયાકે આપી હતી. તેમણે કહ્યું હતું કે રશિયનો દ્વારા વિનાકારણ થયેલા હુમલામાં ચર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સુરક્ષિત છે એમ કહેવું અશક્ય છે.

પરમાણું વિપકિરણની અસર 

ઉલ્લેખનીય છે કે 1986માં ચર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટમાં લિકેજ થયું હતું અને મોટી જાનહાનિ સર્જાઈ હતી. અહીં પરમાણુ વિકિરણોની અસર હજુ પણ છે. 

ભારત સરકાર એલર્ટ

રશિયા-યુક્રેન કટોકટી મામલે ભારત સરકાર એલર્ટ થઈ છે. આ મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ એક હાઈ લેવલ બેઠક બોલાવી હતી. બેઠકમાં યુક્રેન અને રશિયા વચ્ચેના વોર સંબંધિત ચર્ચા થઈ. આ બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીએ રાત્રે રશિયન પ્રેસિડન્ટ પુતિન સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીત અંગે PMOએ માહિતી આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ