બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / Russia and Ukraine on the line, peace talks begin in Belarus

જંગ / બેઠકમાં યુક્રેને રશિયા સામે મૂકી મોટી શરત : ક્રીમિયા, ડોનબાસ સહિત અમારા આખા દેશમાંથી આર્મી હટાવો

Hiralal

Last Updated: 01:03 PM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન અને રશિયા વચ્ચે બેલારુસમાં સાડા ત્રણ કલાક સુધી વાતચીત ચાલી હતી. બેઠકમાં યુક્રેને રશિયા પાસે ક્રીમિયા, ડોનબાસ સહિત આખા દેશમાંથી લશ્કર હટાવવાની માગ મૂકી છે.

  • બેલારુસમાં  રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા શરુ
  • બન્ને દેશના પ્રતિનિધિમંડળ બેલારુસની રાજધાની પહોંચ્યાં
  • મંત્રણા પહેલા યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની રશિયાને મોટી ચેતવણી

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો અંત આવશે કે નહીં તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી. બેલારુસમાં રશિયા-યુક્રેન વચ્ચેની ઐતિહાસિક વાટાઘાટો પૂરી થઈ ગઈ છે. આ બેઠક કુલ સાડા ત્રણ કલાક ચાલી હતી. આ વાતચીતમાં યુક્રેને માગણી કરી છે કે ક્રિમિયા અને ડોનબાસ સહિત સમગ્ર દેશમાંથી રશિયા પોતાના સૈનિકોને પાછા બોલાવી લે.

તાત્કાલિક યુદ્ધવિરામ અને રશિયન સૈનિકોની પીછેહઠ-યુક્રેનની માગ 

યુક્રેનની રાષ્ટ્રપતિ કાર્યાલયે અગાઉ કહ્યું હતું કે રશિયા સાથેની વાટાઘાટોનું તેમનું મુખ્ય લક્ષ્ય તાત્કાલિક યુદ્ધવિરામ અને રશિયન સૈનિકોની પીછેહઠ છે. બન્ને દેશોના પ્રતિનિધિમંડળ સોમવારે બપોરે 3.30 કલાકે બેલારુસના હેમુલ ખાતે પહોંચ્યાં હતા અને ત્યાં મંત્રણા શરુ કરી દીધી હતી. બન્ને દેશો પોતપોતાની શરતે યુદ્ધવિરામ કરવા માગે છે. એક બાજુ રશિયા યુક્રેન પાસેથી કરાર કરવા માગે છે તો યુક્રેને રશિયાને તાત્કાલિક ધોરણે દેશમાંથી લશ્કર પાછું ખસેડવાનું જણાવ્યું છે.

મંત્રણા પહેલા રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું-સરેન્ડર તો કદી નહીં કરીએ 
મંત્રણા શરુ થતા પહેલા યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે અમારો ઈરાદો સરેન્ડર કરવાનો નથી. આ વિવાદનો ઉકેલ વાતચીત દ્વારા થઈ શકે તેમ નથી. 44 વર્ષીય નેતાએ વીડિયો સંદેશમાં કહ્યું કે યુરોપિયન યુનિયને તાત્કાલિક યુક્રેનને સભ્યપદ આપવું જોઈએ. તેમણે કહ્યું કે અમારુ લક્ષ્ય એ છે કે અમે તમામ યુરોપીયન લોકોની સાથે છીએ. તેમની સાથે બરાબરીના હકદાર છીએ. મને ભરોસો છે કે આ બેહતર થશે અને સંભવ છે. 

ઝેલેન્સ્કીએ રશિયન સૈનિકોને કહ્યું જીવ બચાવીને ભાગો
ઝેલેન્સ્કીએ રશિયન સૈનિકોને આકરી ચેતવણી આપતા કહ્યું કે તમારો જીવ બચાવીને ભાગો. તેમણે રશિયન સૈનિકોને કહ્યું કે તમારા હથિયારો હેઠા મૂકો અને બહાર નીકળી જાવ. તમારા કમાન્ડરો પર વિશ્વાસ ન કરો, તમારો જીવ બચાવો. ઝેલેન્સ્કીએ દાવો કર્યો કે યુક્રેનની જવાબી કાર્યવાહીમાં રશિયાના 4500 સૈનિકો માર્યા ગયા છે અને મોટા પાયે હથિયારોને તબાહ કરી દેવાયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ