ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / RTO document work driving licence

યાદ રાખજો / 31 ડિસેમ્બર સુધીમાં RTOનું આ કામ પતાવી લેજો નહીંતર મુકાશો મુશ્કેલીમાં

Published By: Divyesh

Last Updated: 02:46 PM, 24 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

૩૧ ડિસેમ્બર બાદ ૧ જાન્યુઆરીથી નવા વર્ષમાં જો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ કે ફોર વ્હીલ સંબંધિત કોઇ અન્ય ડોક્યુમેન્ટ નહીં હોય તો ૧૦૦૦ રૂપિયા સુધીનો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે. અત્યાર સુધી કોરોના મહામારી અને લોકડાઉનના કારણે ગુજરાત સહિત દેશભરમાં વિહિકલ સંબંધિત ડોક્યુમેન્ટની અંતિમ તારીખ અનેક વખત વધારવામાં આવી હતી.

ADVERTISEMENT

કેન્દ્ર સરકારે લાઇસન્સ અને આરસીની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર સુધી વધારી  હતી, પરંતુ હવે તેને લંબાવવામાં નહીં આવે, જેથી વાહનચાલકે વાહન ડ્રાઈવ કરતા સમયે વાહન સંબંધિત ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા પડશે, નહીં તો એ બાબતે કસૂરવાર ઠરે તો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે.

હાલ દેશની તમામ આરટીઓમાં વિહિકલ સંબંધિત ડોક્યુમેન્ટ રિન્યૂ કરવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. લોકો ઓનલાઇન એપ્લાય કરીને ડોક્યુમેન્ટ અપડેટ કરાવી શકે છે. કેન્દ્ર સરકારે ફિટનેસ, આરસી, પરમિટ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે દસ્તાવેજોના નવીકરણની મુદત ૩૧ ડિસેમ્બર, ર૦ર૦ સુધી વધારી હતી.

કોઇ પણ વ્યક્તિ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને એપ્લાય કરી શકે છે, જેમાં જે તે રાજ્ય સિલેક્ટ કરવાથી તે રાજ્યની લિંક ઓપન થશે, જેમાં જરૂરી વિગત ભરવાની રહેશે. આરટીઓમાં વ્યક્તિના બાયોમેટ્રિકની તપાસ કરાશે અને ડોક્યુમેન્ટ વેરીફાઇ કરાશે. નવા મોટર વાહન નિયમ અનુસાર જો દ્વિચક્રી કે ફોર વ્હીલ વાહનચાલક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં હોય તો રૂ. પ૦૦૦ સુધીનો દંડ થઇ શકે છે.

રાજ્યમાં કોરોનાનો કહેર શરૂ થયા બાદ લોકડાઉનના કારણે રાજ્ય સરકારની તમામ કચેરી બંધ અવસ્થામાં હતી અને  તેમાંય ખાસ કરીને ગ્રાહકોની અવરજવર હોય તેવી કચેરીઓ સંપૂર્ણ બંધ હતી, જેના પગલે રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં નવાં વાહનોનાં રજિસ્ટ્રેશન અને લાઈસન્સનાં કામ અટકી પડ્યાં હતાં.

ત્યારે કેન્દ્ર સરકારે નવી એડ્વાઈઝરી જાહેર કરતાં ૩૧ જુલાઈ સુધીનો સમય જાહેર કર્યો હતો, જે લંબાવીને ૩૧ ડિસેમ્બર કરાયો છે, પરંતુ હવે તેની મુદત લંબાવાની શક્યતા નહિવત્ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Document RTO ahmedabad અમદાવાદ આરટીઓ ડોક્યુમેન્ટ RTO

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ