Team VTV02:08 PM, 17 Dec 20
| Updated: 02:25 PM, 17 Dec 20
દ્રારકાના ભોગાત ખાતે આવેલી RSPL કંપનીની ખેડૂત સામે દાદાગીરી કરી રહી છે. વારંવારની રજૂઆત બાદ સરકારી અધિકારીઓ પણ કંપનીઓની તરફેણમાં જ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે આવલો જાણીએ શું છે સમગ્ર મામલો?
દ્વારકાના ભોગાત પાસે આવેલી RSPL કંપનીની દાદાગીરી
RSPL કંપનીની ખેડૂતો સામે દાદાગીરી
કંપનીએ ખેડૂતોના ખેતરો સુધી જવાનો રસ્તો કર્યો બંધ
દ્રારકાના ભોગાત ખાતે આવેલી RSPL કંપનીની ખેડૂત સામે દાદાગીરી સામે આવી છે. કંપનીએ ખેડૂતોની જમીન સુધી જવાનો રસ્તો બંધ કર્યો છે. કંપનીએ રસ્તો બંધ કર્યા બાદ ખેડૂતોએ મામલતદારને કરીરજૂઆત હતી પણ મામલતદારે પણ કંપનીના ઇશારે ચૂકાદો આપ્યો હતો. મામલતદાર દ્વારા કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો છે. ખેડૂતોની જમીન ફરતે કંપનીએ બાઉન્ડ્રી વોલ વાળી લીધી છે. કંપનીએ રસ્તો કર્યો બંધ કરતા ખેડૂતો મુશ્કેલીમાં વધારો થયો છે એટલું જ નહીં પરંતુ ખેડૂતો ખુદ પોતાની જમીન સુધી પહોંચી શકતા નથી.
ખેડૂતો પોતાની જમીન સુધી જઇ નથી શકતા
જમીન સુધી ના જઇ શકતા હોવા છતાં પણ મામલતદારે કંપનીની તરફેણમાં આપ્યો ચૂકાદો આપ્યો હતો. અધિકારીઓ પણ ખાનગી કંપનીના ઇશારે ચાલતા હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. સ્થાનિક અધિકારીઓ પણ ખેડૂતોની વિરુદ્ધમાં નિર્ણય કરે છે. મામલતદારે કંપનીની તરફેણમાં ચૂકાદો આપ્યા બાદ પ્રાંતમાં અપીલ કરી હતી. પ્રાંત અધિકારીએ પણ ખેડૂતોની વિરુદ્ધમાં ચૂકાદો આપ્યો છે. ખેડૂતો પોતાની જમીન સુધી ના જઇ શકે તેવો ચૂકાદો આપ્યો છે.
RSPL કંપની અને ખેડૂતો વચ્ચે વિવાદ શું?
RSPL કંપનીની હદમાં ખેડૂતોની 300 વીઘા જમીન
જમીન કંપનીની હદમાં હોવાથી રસ્તા બાબતે વિવાદ
આંતરિક રસ્તા, પ્રદૂષણ સહિતની ખેડૂતોની અનેક ફરિયાદો
ફરિયાદો બાદ પણ ખેડૂતોને નથી મળ્યો ન્યાય
ખેડૂતોની અરજી પ્રાંત અધિકારીએ નામંજૂર કરી
રિવિઝન અરજી નામંજૂર થતા ખેડૂતોમાં વ્યાપ્યો રોષ
કંપની તરફ વલણ દાખવી અરજી નામંજૂર કર્યાનો આક્ષેપ
એકત્રીકરણમાં મામલતદારના સ્પષ્ટ ઉલ્લેખ છતાં અરજી નામંજૂર
રાજમાર્ગ-આંતરિક રસ્તા અબાદિત હક્ક છતાં અરજી ફગાવી
અધિકારીઓએ કાર્યવાહી ન કરતા મામલો SCમાં લઇ જવા તૈયારી