Rs 40 per kg increase in Saurashtra's popular fafda
મોંઘવારી /
ભારે કરી ! ગાંઠિયા-ફાફડા ખરીદવા જાવ તો ખીસ્સું ભારે રાખજો, પ્રતિ કિલો રૂ.40 નો વધારો, જાણો કારણ
Team VTV11:00 AM, 15 Mar 22
| Updated: 11:33 AM, 15 Mar 22
સીંગતેલ સહિત તમામ ખાદ્યતેલોમાં બેફામ ભાવવધારો થતાં સૌરાષ્ટ્રના લોકપ્રિય ફાફડાના ભાવમાં કિલોએ રૂ.40નો વધારો કરાયો છે.આ સાથે તૈયાર ફરસાણના ભાવ 200થી 300 થયો છે.
તેલના ભાવોને કારણે વધારો કડવો ડોઝ ગ્રાહકોને અપાયો
સૌરાષ્ટ્રના લોકપ્રિય ફાફડામાં પ્રતિકિલો રૂ.40નો વધારો
તૈયાર ફરસાણમાં ભાવમાં પણ રૂ. 200થી 300નો વધારો
સૌરાષ્ટ્રના લોકપ્રિય ફાફડાના ભાવમાં કિલોએ રૂ.40નો વધારો
તેલ લોબીની નફાખોરી,સટ્ટાખોરી અને ઉપરથી યુક્રેન યુદ્ધ અને રાજ્ય તથા કેન્દ્ર સરકારના બેઅસર પગલાઓના પગલે તમામ ખાદ્યતેલો મોંઘાદાટ થતા અને સીંગ તેલ સહિતના તમામ ખાદ્યતેલોના ભાવ રૂ।. 2500ને પાર થઈ થતા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના લોકપ્રિય ખોરાક ફાફડા-ગાંઠિયામાં પ્રતિ કિલોએ સરેરાશ રૂ।. 40નો વધારો કરવામાં આવ્યો છે.
તેલના ભાવોને કારણે વધારો કડવો ડોઝ ગ્રાહકોને અપાયો
દેશના કોઈ પણ ખૂણે કે વિદેશમાં જો ગાંઠિયાનું નામ પડે એટલે સૌરાષ્ટ્ર ચોક્કસ યાદ આવે છે. દેશભરમાં સૌરાષ્ટ્રના ગાંઠિયા વખણાય છે. જો કે, આજકાલ ગાંઠિયાના સ્વાદ રસિયાઓને તેનો સ્વાદ કડવો લાગી રહ્યો છે! કારણ કે, હાલ ગાંઠિયાના ભાવમાં નોંધપાત્ર ભાવવધારો જોવા થયો છે. આ ભાવ વધારા માટે મુખ્ય કારણ તેલના ભાવમાં વધારો છે.
તૈયાર ફરસાણના ભાવમાં કિલોએ રૂ 200થી 300નો વધારો
આમ ખાદ્યતેલના ભાવમાં સતત વધારા ના કારણે સૌરાષ્ટ્રના લોકપ્રિય એવા ફાફડાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ફાફડાના ભાવમાં પ્રતિકિલો 40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 360 રૂપિયે કિલો મળતા ફાફડાનો રાજકોટમાં ભાવ 400 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. તો કેટલાક વેપારીઓએ ફાફડાનો ભાવ 500 રૂપિયા પ્રતિકિલો કરી દીધો છે. તૈયાર ફરસાણના ભાવમાં પણ રૂપિયા 200 થી 300નો વધારો કરાયો છે. સીંગતેલ સહિત બધા તેના ભાવો સરખા થતાં ભાવ વધારાનો કડવો ડોઝ લોકોને અપાયો છે.