પોતે આવા કોઈ ટ્રાન્જેક્શન કર્યા ન હોવાનું રટન કર્યું
રસ્તા પર અત્તર વેચનારા યુવકનો કરોડો રૂપિયાનો ઇન્કમટેક્સ બાકી છે. આશ્ચર્ય પામશો નહીં. સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના એક યુવકને આવકવેરા વિભાગે નોટિસ મોકલી છે. સુરતમાં જાહેર રસ્તા પર લારી મૂકી અત્તર વેચતા યુવકને આવકવેરા વિભાગની રૂપિયા 28 કરોડના ટ્રાન્જેક્શનની નોટિસ મળતા જ હોશ ઉડી ગયા. યુવકે તુરંત વકીલનો સંપર્ક કરીને પોતાને આવા કોઈ ટ્રાન્જેક્શન કર્યા ન હોવાનું રટન કર્યું છે.
ITની નોટિસને લઈ યુવક મુંઝવણમાં
ITની નોટિસનો શું જવાબ આપવો એ મામલે વેપારી અજાણ છે. નોટિસનો સંતોષકારક જવાબ નહીં મળે તો આખો મામલો એસેસમેન્ટમાં જશે. ક્યાં ક્યાં દેશમાં કેટલું એક્સપોર્ટ કરાયું તેની પણ નોટિસમાં વિગતો સામેલ છે. જેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ચીનમાં એક્સપોર્ટ કર્યું હોવાનું બતાવાયું છે. યુવકના ડોક્યુમેન્ટનો દુરુપયોગ થયો હોવાની આશંકા છે.