બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / Rs 1.5 lakh crore of bids were received in the auction of telecom spectrum The biggest part of belongs to Jio.

તમારા કામનું / પહેલી વખત ભારતમાં શરૂ થશે નવી ટેકનોલોજી, તમારા ખિસ્સાને કેટલો ભાર પડશે?

Megha

Last Updated: 02:40 PM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલિકોમ ઇન્ડસ્ટ્રી(Telecom Industry) આપણા દેશમાં નુકશાન કરી રહી છે તો હાલ જે દોઢ લાખ કરોડ રૂપિયા બધી કંપનીએ સાથે મળીને ચુકવ્યા છે એ રૂપિયાની ભરપાઈ કંપનીઓ કેવી રીતે કરશે?

  • ભારતની કંપનીઓએ ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયને (Ministry of Telecommunication)1.5 લાખ કરોડ ચૂકવશે 
  • Jio એ 87,946.93 કરોડ રૂપિયા સાથે સ્પેક્ટ્રમમાંથી(spectrum) લગભગ અડધો હિસ્સો લઈ લીધો 
  • લોકોના ખિસ્સા પર કેટલો ભાર વધી શકે ચાલો જાણીએ 

દેશની અત્યાર સુધીની સૌથી મોટી ટેલિકોમ સ્પેક્ટ્રમની(Telecom spectrum) હરાજીમાં 1.5 લાખ કરોડ રૂપિયાની બોલી બોલાઈ હતી અને ભારતની કંપનીઓએ ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયને(Ministry of Telecommunication) ચુકવ્યા છે. આમાં મુકેશ અંબાણીની Jio એ 87,946.93 કરોડ રૂપિયાની બોલી સાથે સાથે વેચાયેલા તમામ સ્પેક્ટ્રમમાંથી લગભગ અડધો હિસ્સો તેના નામે કરી લીધો છે. ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયને 5G સ્પેક્ટ્રમની એડવાન્સ પેમેન્ટ તરીકે હરાજીમાં ટેલિકોમ કંપનીઓ પાસેથી  17,876 કરોડ રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ પણ મળી ગયું છે. આ સાથે જ સૂત્રોદ્વારા એ પણ ખબર પડી હતી કે આ રકમ ભારતી એરટેલ, રિલાયન્સ જિયો, અદાણી ડેટા નેટવર્ક્સ અને વોડાફોન-આઇડિયા પાસેથી મળી છે. આ સાથે જ બીજી બધી જ ટેલિકોમ કંપનીઓએ 20 વર્ષના હપ્તામાં ચૂકવણી કરવાનું પસંદ કર્યું છે. 

રિલાયન્સની એન્યુઅલ જનરલ મિટિંગ
હાલ જ 29 તારીખે રિલાયન્સની એન્યુઅલ જનરલ મિટિંગ થવાની છે અને તેમ ઘણા એક્સપર્ટસનું અનુમાન છે કે તેમ 5G સ્પેક્ટ્રમ લોન્ચ થઈ શકે છે. એ સિવાય ગૂગલ સાથે મળીને નવો 5G ફોન બનાવી રહી છે તેનું પણ લોન્ચ થઈ શેક છે. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર કે ઓકટોબરથી દેશમાં 5Gની સેવા શરૂ થઈ જશે એવી જાણકારી આ પહેલા પણ ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય દ્વારા જણાવવામાં આવી હતી. એવામાં હાલ ટેલિકોમ સ્પેક્ટ્રમની હરાજી અને એ તુરંત પછી રિલાઇન્સની એન્યુઅલ જનરલ મિટિંગ આ તરફ ઈશારો કરી રહી છે કે જલ્દી જ દેશમાં 5G સેવ લોન્ચ થઈ શકે છે. 

અહિયાં મહત્વની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી આપણે સાંભળી છીએ કે ટેલિકોમ ઇન્ડસ્ટ્રી આપણા દેશમાં નુકશાન કરી રહી છે તો હાલ જે દોઢ લાખ કરોડ રૂપિયા બધી કંપનીએ સાથે મળીને ચુકવ્યા છે એ રૂપિયાની ભરપાઈ કંપનીઓ કેવી રીતે કરશે? 

દોઢ લાખ કરોડની બોલી કરી તેની પાછળના કારણો શું હોય શકે અને લોકોના ખિસ્સા પર કેટલો ભાર વધી શકે ચાલો જાણીએ 
1. ટેકનોલોજી એડવાન્સમેન્ટ -

હાલના ફાસ્ટ યુગમાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં કોમ્પિટિશન વધી રહ્યું છે. એક સમયે ટેલિકોમ ઇન્ડસ્ટ્રી પર રાજ કરતું BSNL આજે ક્યાંય પાછળ છે અને નવું આવેલ jio જે રીતે ટેલેકોમ ઇન્ડસ્ટ્રી પર રાજ કરે છે એ મુજબ ટેકનોલોજીમાં અવ્વલ રહેવાથી મર્કેટમાં ટકી શકાય છે એ વાત કંપનીઓ જાણી ગઈ છે. 3G થી જેમ 4G માં આવ્યા ત્યારે દુનિયા આંગળીને ટેરેવે આવી ગઈ હોવાથી ફોનના વપરાશમાં વધારો થયો એ રીતે હવે જ્યારે 4G થી 5G પર આવશું ત્યારે જે કંપનીઓ આ ટેકનોલોજી જેટલી જલ્દી લોકો સુધી પંહોચાડશે તે જ માર્કેટમાં ટકી રહેશે. જો કોઈ કંપની હાલ 5G માં ઇન્વેસ્ટ નથી કરતી તો તે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં પડતી થવા લાગી શકે છે. 

2. 116 કરોડ સબ્સ્ક્રાઇબર  
હાલ જે કંપનીઓ 1.5 લાખ કરોડ રૂપિયા ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયને ચુકવ્યા છે એ પૈસા નાતે તેઓ તેના ગ્રાહક પાસે જ વસૂલ કરવાના છે. એક રિપોર્ટ અનુસાર હાલ 116 કરોડ સબ્સ્ક્રાઇબર છે. કે જે લોકો હાલ સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે અને 5G લોન્ચ થતાંના એક વર્ષની અંદર જ આશરે 4 કરોડ લોકો 5G લઈ લેશે. હાલ આટલા લોકોમાંથી આશરે 22% લોકો પાસે 5G ફોન ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર વર્ષ 2016માં 4G યુઝર્સ 12 ટકા હતા જે વર્ષ 2020માં વધીને 77 ટકાની આસપાસ પંહોચી ગયા હતા. રિપોર્ટ અનુસાર વર્ષ 2027 સુધી 40 ટકા એટલે અંદાજે 26 કરોડ લોકો 5Gનો ઉપયોગ કરવા લાગશે. 

3. રેવન્યુ -
હાલ 1.5 લાખ કરોડ રૂપિયા ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયને ચુકવ્યા છે તેનું એક વર્ષનું ગણિત સમજી તો, જો કંપની આ પૈસા 10 વર્ષમાં ચૂકવવાનું નક્કી કરે તો એ મુજબ બધી કંપનીએ સાથે મળીને વર્ષે આશરે 16 હજાર કરોડ રૂપિયા ચુકવવાના રહે છે. તેમાંથી જો રિપોર્ટ મુજબ ચાર કરોડ યુઝર્સ પહેલા વર્ષે  5Gનો ઉપયોગ કરવા લાગશે તો વર્ષે આશરે એક યુઝર્સના ભાગે 4 હજાર રૂપિયા આવે છે. અને મહિનાનો હિસાબ કરે તો આશરે 335 રૂપિયા એક યુઝર્સે 
ARPU વધારવો પડે. 

4. ARPU - 
ARPU એ એક ટેલિકોમ શબ્દ છે જેનો મતલબ થાય છે એવરેજ રેવન્યુ પર યુઝર્સ. તમને જણાવી દઈએ કે હાલમાં આપણા દેશમાં 116 કરોડ સબક્રાઇબરનો ARPU 91 રૂપિયા છે. મતલબ કે દરેક યુઝર્સ ઓછામાં ઓછા 91 રૂપિયા કોઈને કોઈ રીતે મહિને ભરી રહ્યું છે. જે 5Gનો ઉપયોગ કરવાથી આગળ જતાં વધીને 250થી 500 રૂપિયા સુધીની થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ