બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rojid village Sarpanch serious allegation in botad lattha kand case

મોતની 'પોટલી' / બોટાદના લઠ્ઠાકાંડ મામલે રોજીદ ગામના સરપંચનો ગંભીર આક્ષેપ, 'પોલીસે એક્શન ન લેતા લોકો મોતને ભેટ્યાં'

Dhruv

Last Updated: 07:31 AM, 27 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદના લઠ્ઠાકાંડ મામલે રોજીદ ગામના સરપંચે પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ.

  • રોજીદ ગામના સરપંચનો પોલીસ પર ગંભીર આક્ષેપ
  • ગામમાં અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુ થયા : સરપંચ
  • પોલીસે એક્શન ન લેતા લોકો મોતને ભેટ્યાં : સરપંચ

બોટાદના કથિત લઠ્ઠાકાંડ મામલે રોજીદ ગામના સરપંચનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. રોજીદ ગામના સરપંચે નિવેદન આપતા જણાવ્યું કે, 'ગામમાં અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. દારૂના અડ્ડાઓના કારણે અનેક પરિવારોને નુકસાન થયું તેમજ પોલીસ કર્મચારીઓએ એક્શન ન લેતાં લોકોના મોત નિપજ્યાં છે.'

બરવાળા તાલુકામાં હાલ 10થી 11 જગ્યાએ દારૂ વેચાય છે: સરપંચ

સરપંચે વધુમાં જણાવ્યું કે, 'અગાઉ મામલતદારે એક્શન લીધાં હતા પરંતુ ત્યાર બાદ પોલીસે કોઇ કામગીરી ન કરી. પોલીસે બરવાળા તાલુકામાં દારૂ ન વેચાતો હોવાનો રિપોર્ટ સોંપ્યો છે. હાલમાં લઠ્ઠાકાંડ બાદ હકીકતો સામે આવી છે. હાલમાં 10થી 11 જગ્યાએ બરવાળા તાલુકામાં દારૂ વેચાય છે. રોજીદના 16થી વધુ લોકો હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે.'

બરવાળા પોલીસ સ્ટેશને ખડકી દેવાયો પોલીસનો કાફલો

વધુમાં તમને જણાવી દઇએ કે, બોટાદના કથિત લઠ્ઠાકાંડ મામલે બરવાળા પોલીસ સ્ટેશને પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. ATS, SP, રેન્જ IG અને FSLની ટીમો બરવાળા પોલીસ સ્ટેશને ખડકી દેવાઇ છે. એ સિવાય LCB અને SOGની ટીમો પણ બરવાળા પોલીસ સ્ટેશનમાં સ્ટેન્ડબાય કરી દેવાઇ છે. 15 લોકોને બરવાળા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લવાયા છે. જ્યાં દેશી દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા 15 લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ