બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / Rohit-Virat embraced after winning the match, fans became happy after watching the VIDEO

યે દોસ્તી! / ઇન્ડિયન ક્રિકેટનાં જય-વીરૂ! મેચ જીત્યા બાદ ભેટી પડ્યા Rohit-Virat, VIDEO જોઈ ફેન્સ થઈ ગયા ખુશમખુશ

Megha

Last Updated: 03:44 PM, 26 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેચમાં વિરાટ કોહલી આઉટ થઈને પેવેલિયન પરત ફરી રહ્યો હતો એ સમયે ટીમ ઈન્ડિયાની જીત લગભગ નિશ્ચિત થઈ ગઈ હતી એટલા માટે જ રોહિત શર્માએ કોહલીની પીઠ થપથપાવી હતી

  • ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચોની T20 સીરિઝમાં ભારતે મેળવી લીધી જીત 
  • પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 63 રનની શાનદાર ઇનિંગ રમી હતી
  • રોહિત શર્માએ આઉટ થઈને પેવેલિયન જઈ રહેલ કોહલીની પીઠ થપથપાવી હતી

હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલ T20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવી દીધું હતું. ઑસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 186 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 187 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 19.5 ઓવરમાં 187 રન બનાવીને જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચોની T20 સીરિઝની પહેલી જ મેચ હારવા છતાં ટીમ ઈન્ડિયાએ સીરિઝ 2-1થી જીતી લીધી છે. પહેલો મેચ મોહાલીમાં હતો જ્યાં ભારતને હાર મળી હતી, પછી નાગપુરમાં 8 ઓવરની મેચમાં ટીમ ઇન્ડિયાને જીત મળી હતી અને હવે હૈદરાબાદમાં ટીમ ઇન્ડિયાએ જીત મેળવીને સીરીઝ જીતી લીધી છે.

ટોપ ઓર્ડર ફેલ છતાં પણ મળી જીત 
ઘણી વખત એવું બન્યું છે મેચમાં ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર નિષ્ફળ જાય છે ત્યારે ટીમ માટે જીતવું અઘરું પડી જાય છે પણ આ મેચમાં એવું ન થયું. કેએલ રાહુલ 1 રને અને રોહિત શર્મા 17 રને આઉટ થયો હતો પણ ત્રીજા નંબરના બેટ્સમેન વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે જીત સુનિશ્ચિત કરી હતી. 

કોહલીનો કમાલ 
આ મેચમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 63 રનની શાનદાર ઇનિંગ રમી હતી. મેચમાં વિરાટ કોહલી આઉટ થઈને પેવેલિયન પરત ફરી રહ્યો હતો એ સમયે ટીમ ઈન્ડિયાની જીત લગભગ નિશ્ચિત થઈ ગઈ હતી અને એટલા માટે જ રોહિત શર્માએ પેવેલિયન જઈ રહેલ કોહલીની પીઠ થપથપાવી હતી અને તેની શાનદાર ઇનિંગ માટે અભિનંદન આપ્યા હતા. હાલ એ વિડીયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

આ કારણે મળી જીત 
ટીમ ઈન્ડિયા તરફથી ઓસ્ટ્રેલીયા સામેની ત્રીજી મેચમાં  સૂર્યકુમાર યાદવે 69, વિરાટ કોહલીએ 63 રન બનાવ્યા હતા. અંતમાં હાર્દિક પંડ્યાએ 25 રનની ફિનિશિંગ ઇનિંગ રમીને ભારતને જીત અપાવી હતી. આ પછી જ્યારે મેચ છેલ્લી ઓવરમાં પહોંચી ત્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને પેવેલિયનની સીડી પર બેસીને મેચ જોઈ રહ્યા હતા અને જીત મળતાની સાથે જ ખુશીથી ઉછળી પડ્યા અને એકબીજાને ગળે લગાવ્યા હતા. હાલ આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ