બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / Cricket / Rohit Sharma to lead, rest for Jasprit Bumrah: Team India's likely squad for ODI series against West Indies

BIG NEWS / વેસ્ટ ઈન્ડીઝ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત,રોહિત કેપ્ટન તો રવિ બિશ્નોઈને પહેલી વાર મળ્યું સ્થાન, જુઓ કોનું થયું સિલેક્શન

Hiralal

Last Updated: 11:34 PM, 26 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમીને શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. કેએલ રાહુલ બીજી વનડેથી રમશે

  • વેસ્ટ ઈન્ડીઝ સામેની વનડે સીરિઝ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત
  • કુલદીપ યાદવની ટીમમાં વાપસી થઈ
  • રવિ બિશ્નોઈ પહેલી વાર ટીમ ઈન્ડીયામાં સામેલ 

વેસ્ટ ઈન્ડિઝ સામે 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી વન ડે શ્રેણી માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત થઈ છે. રવિ બિશ્નોઈને પહેલી વાર ટીમ ઈન્ડીયામાં સ્થાન અપાયું છે. કુલદીપ યાદવની કારકિર્દી છેલ્લા 2-3 વર્ષમાં ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે અને ગત વર્ષે તે ઘૂંટણની ઈજા સામે ઝઝૂમી રહ્યો હતો પણ હવે સંપૂર્ણપણે ફિટ ખેલાડીને ફરી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. કુલદીપ યાદવ ઉપરાંત રવિ બિશ્નોઈને પણ ટી-20 શ્રેણી માટે પ્રથમ વખત ટીમમાં સ્થાન મળ્યું છે. 

વનડે ટીમમાં કોને કોને સ્થાન?

ભુવનેશ્વર કુમારને વનડે ટીમમાં જાળવી રખાયો 

ભુવનેશ્વર કુમારને વનડે ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે પરંતુ ટી -૨૦ ટીમમાં તેની પસંદગી કરવામાં આવી નથી. બંને ટીમમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને સ્થાન આપવામાં આવ્યું છે. કોહલી અને રવિ શાસ્ત્રીના જમાનામાં કુલદીપને ખાસ પ્રાધાન્ય આપવામાં આવતું નહતું પણ હવે તે ટીમમાં ટ્રમ્પનો એક્કો બની શકે છે. 

T20 ટીમમાં કોને કોને સ્થાન?

રોહિતને કુલદીપ પર વિશ્વાસ છે
જણાવી દઈએ કે કુલદીપ યાદવની પસંદગીમાં કેપ્ટન રોહિત શર્માનો મોટો હાથ સંભવ છે. રોહિત હવે કેપ્ટન બની ગયો છે અને તેને કુલદીપની પ્રતિભા પર ઘણો ભરોસો છે. કુલદીપ યાદવનો વન-ડે અને ટી-20નો રેકોર્ડ કમાલનો છે. ડાબોડી બોલરે 65 વન-ડેમાં 107 વિકેટ ઝડપી છે. ટી-20માં પણ કુલદીપે 23 મેચમાં 41 વિકેટ ઝડપી છે.

કોને અપાયો આરામ?

જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમીને શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. કેએલ રાહુલ બીજી વનડેથી રમશે આર જાડેજા ઘૂંટણની ઈજા બાદ સ્વસ્થ થવાના અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને તે ODI અને T20I માટે રમેશે નહીં. અક્ષર પટેલ ફક્ત T20I માટે રમશે

રવિ બિશ્નોઈને પ્રથમ વખત ટીમમાં તક મળી
યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઈને પહેલી વખત ટીમ ઈન્ડિયામાં તક મળી છે. અંડર-19 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બાદ બિશ્નોઈને પંજાબ કિંગ્સે આઈપીએલમાં તક આપી હતી જેમાં તેણે 23 મેચમાં 24 વિકેટ ઝડપી છે. બિશ્નોઈને હાલમાં જ લખનઉની ટીમે 4 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

કોને જગ્યા ન મળી?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રવિચંદ્રન અશ્વિન વેસ્ટ ઈન્ડિઝ સીરિઝમાં નહીં રમે. અશ્વિન આગામી દોઢ મહિના સુધી આરામ કરશે. રવિન્દ્ર જાડેજા ચોક્કસ ફિટ છે પરંતુ તેને થોડો વધુ આરામ આપવામાં આવી રહ્યો છે. વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનારા ઓલરાઉન્ડર ઋષિ ધવનને પણ તક મળી નથી.

વેસ્ટ ઇન્ડીઝનો ભારત પ્રવાસ
વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચે ત્રણ વન ડેની શ્રેણી અમદાવાદમાં રમાશે. આ મેચો 6, 9 અને 11 ફેબ્રુઆરીએ રમાશે. સાથે જ ટી-20 સીરીઝની ત્રણેય મેચ કોલકાતામાં રમાશે. ટી-20 મેચ 16, 18 અને 20 ફેબ્રુઆરીએ રમાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ