રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ 24 ફેબ્રુઆરીએ પહેલી મેચ લખનઉના અટલ બિહારી સ્ટેડિયમમાં રમશે. આ મેચ પહેલા રોહિત શર્માએ પત્રકાર પરિષદમાં તેમના પછી કેપ્ટન કોણ બની શકે છે, તે અંગે જાહેરાત કરી છે. રોહિતને હાલમાં ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ભારતીય ટીમ પહેલી મેચ લખનઉના અટલ બિહારી સ્ટેડિયમમાં રમશે
રોહિત શર્માએ પત્રકાર પરિષદમાં આગામી કેપ્ટન અંગે કરી જાહેરાત
રોહિત શર્માએ મેચ બાદ જસપ્રીત બુમરાહના ભરપૂર વખાણ કર્યા
આ ખેલાડી છે કેપ્ટન પદનો મોટો દાવેદાર
રોહિત શર્માએ મેચ બાદ પત્રકાર પરિષદમાં જસપ્રીત બુમરાહના ભરપૂર વખાણ કર્યા છે. ભારતના કેપ્ટન રોહિત શર્માને લાગે છે કે વાઈસ કેપ્ટનની જવાબદારી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આ બાબતો પ્રત્યે વધુ આશ્વસ્ત કરશે. જે મેદાન પર કરવા માગે છે. બુમરાહની શ્રીલંકા સામેની ટી-20 શ્રેણી માટે વાઈસ કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે. આની પહેલા બુમરાહે દક્ષિણ આફ્રિકાની સામે વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમના વાઈસ કેપ્ટન તરીકે કામ કર્યુ હતુ. જ્યારે કેએલ રાહુલ કેપ્ટન હતા અને તેમણે જોહાન્સબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટ દરમ્યાન આ કર્તવ્યને સંભાળ્યું હતુ. તેમણે કહ્યું છે કે આગામી સમયમાં કેએલ રાહુલ, રિષભ પંત અને જસપ્રીત બુમરાહ મહત્વનો રોલ નિભાવવાના છે.
રોહિત શર્માએ આ ખેલાડીના કર્યા વખાણ
રોહિત શર્માએ વધુમાં જણાવ્યું કે હવે વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસન પર નિર્ભર છે કે તે પોતાની બેટીંગ ક્ષમતાનો વધુમાં વધુ લાભ ઉઠાવે. સેમસન સાત મહિના બાદ રાષ્ટ્રીય સ્તરે વાપસી કરી રહ્યાં છે. કારણકે રિષભ પંતને બ્રેક આપવામાં આવ્યો છે. પરંતુ તેઓ 10 ટી-20માં હજી સુધી સારું પર્ફોમન્સ દાખવી શક્યા નથી. 11.70 ટકાની સરેરાશથી ફક્ત 117 રન બનાવ્યાં. મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ શનિવારે કહ્યું હતુ કે સેમસન વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વિશ્વ કપ માટે અનેક યોજનામાં છે. રોહિતે પણ આ રીતે કહ્યું, કારણકે ટીમ મેનેજમેન્ટ તરીકે અમે તે વ્યક્તિમાં વધારે ક્ષમતા, પ્રતિભા અને મેચ જીતવાની ક્ષમતા જોઈએ છીએ.