Robots may cut cost of repairing broken satellites in space
નવી સિદ્ધિ /
ISROની ચિંતા ઘટી, રોબોટના ઉપયોગથી હવે અંતરિક્ષમાં સેટેલાઈટનું સસ્તું રિપેરિંગ થઈ શકશે
Team VTV08:11 PM, 03 Dec 19
| Updated: 08:12 PM, 03 Dec 19
સામાન્ય રીતે સેપ્સ (અવકાશ)માં જ્યારે સેટેલાઈટ (ઉપગ્રહ) બગડે ત્યારે તેનું રિપેરિંગ કરવું વૈજ્ઞાનિકો માટે અને સ્પેસ એજન્સીઓ માટે મોટો પડકાર બની જતું હોય છે. ખાસ કરીને સ્પેસમાં કોઈ સેટેલાઈટ રિપેર કરવાનો ખર્ચ આપણા માનવામાં ન આવે એટલો જંગી હોય છે. હવે વૈજ્ઞાનિકોએ આ દિશામાં એક નવી સિદ્ધિ મેળવી લીધી છે અને જો બધું યોગ્ય રહ્યું તો ટૂંક સમયમાં જ રોબોટને સ્પેસમાં મોકલીને સેટેલાઈટ રિપેર કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે, સ્પેસમાં તૂટેલા સેટેલાઈટને રિપેર કરવા માટે મનુષ્યોને ત્યાં મોકલવાનો ખર્ચ ઘણો વધારે થાય છે. આવા સંજોગોમાં રોબોટિક સેટેલાઈટના વિષયમાં કાર્યરત સંશોધકોનું કહેવું છે કે, રોબોટ સેટેલાઈ સુધી આસાનીથી જઈ શકે છે અને તેનું રિપેરિંગ કરવાની સાથે સાથે તેમાં ઈંધણ (રિફ્યુઅલ) પણ ભરી શકે છે.
અમેરિકાની સિનસિનાટી યુનિવર્સિટીના પ્રોફેસર ઓઉ માએ કહ્યું કે, મોટા કમર્શિયલ સેટેલાઈટ બહુ મોંઘા હોય છે અને જ્યારે તેનું ઈંધણ ખતમ થાય છે ત્યારે તે આપોઆપ કામ કરવાનું બંધ કરી દે છે. મનુષ્યને ત્યાં મોકલીને તેને રિપેર કરવાનું કામ બહુ મોંઘુ પડે છે. આ સ્થિતિમાં, રોબોટ સૌથી વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે અને તેઓ તેને સરળતાથી સેટેલાઈટનું રિપેરિંગ પણ કરી શકે છે.
પોતાની લેબોરેટરીમાં ઓઉ મા અને સિનસિનાટી યુનિવર્સિટીના વરિષ્ઠ રિસર્ચ એસોસિએટ અનૂપ સથયાન રોબોટિક નેટવર્ક વિકસાવી રહ્યા છે, જે સ્વતંત્ર રીતે તો કાર્ય કરી જ શકે છે, ઉપરાંત એક કૉમન ટાસ્ક (સામાન્ય કાર્ય)ની સ્થિતિમાં એકબીજાનો સહયોગ પણ કરી શકે છે.
પોતાના આ નવા અભ્યાસમાં સંશોધનકારોએ રોબોટના એક જૂથને એક ગેમની સાથે પરીક્ષણ માટે મૂક્યા હતા, જે એક ટેબલ પર નિયુક્ત સ્થાને ટોકનને ખસેડવા માટે સ્ટ્રિંગનો ઉપયોગ કરે છે. જિનેટિક ફ્યૂઝી લૉજિક નામની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની મદદથી સંશોધનકારો રોબોટ દ્વારા ટોકનને ત્યાં લઈ ગયા, જ્યાં તેઓ તેને લઈ જવા ઈચ્છતા હતા.
રોબોટિકા જર્નલમાં પ્રકાશિત થયેલા તારણોએ દર્શાવ્યું છે કે પાંચ રોબોટનો ઉપયોગ કરીને સામુહિક કાર્યોને આસાનીથી પૂર્ણ કરી શકાય છે, ભલે પછી તેમાંના એક રોબોટમાં કેટલીક ખામીઓ કેમ ન હોય.