બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Road work in Morbi diocese, 11 km road still unfinished even after two years

મંથર ગતિ / મોરબી પંથકમાં રોડ-રસ્તાનુ કામ, બે-બે વર્ષના વહાણા વા'યા પણ 11 કિલો મીટરનો રસ્તો હજુ અપૂર્ણ

Mehul

Last Updated: 07:26 PM, 6 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી તાલુકાનાં નીચી મંડલથી લઈને ઝીકિયારી સુધી જતાં રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે કેમ કે, બે વર્ષ કરતાં વધુ સમયથી કોન્ટ્રાકટર દ્વારા ધીમીગતિએ કામગીરી. વિકાસ હશે પણ અનુભવાતો નથી

  • મોરબીમાં ગોકળગાય ગતિએ રસ્તાનું કામકાજ 
  • ગ્રામીણ વિસ્તારો સુધી વિકાસ અનુભવાતો નથી 
  • 11 કિલો મીટરનો રસ્તો બનાવવામાં બે વર્ષ 
  •  

સરકાર દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે લખો નહીં પરંતુ કરોડો રૂપિયા આપવામાં આવે છે જો કે અધિકારી અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે લોકો હેરાન થતાં હોય છે આવો જ ઘાટ હાલમાં મોરબી તાલુકાનાં નીચી મંડલથી લઈને ઝીકિયારી સુધી જતાં રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે કેમ કે, બે વર્ષ કરતાં વધુ સમયથી કોન્ટ્રાકટર દ્વારા ધીમીગતિએ કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આટલું જ નહીં રસ્તા ઉપર મેટલ પથરવામાં આવી છે તેના લીધે ઘણા અકસ્માતો પણ છેલ્લા બે વર્ષમાં થયા છે ત્યારે આગામી દિવાસીમાં કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તે માટે રોડને બનાવવામાં આવે તેવી લોકોની માંગ છે.

જિલ્લાભરના રસ્તાઓ બિસમાર 

મોરબી જિલ્લાના મોટાભાગના રોડ રસ્તાની હાલત દાયનીય છે તેમ છતા પણ અધિકારી અને પદાધિકારીઓ વિકાસના ગાણા જ ગાતા જોવા મળતા હોય છે હાલમાં તમારા ટીવીની સ્ક્રીન ઉપર જે રસ્તો દેખાઈ રહ્યો છે તે ન માત્ર ગુજરાત પરંતુ દેશમાં માથાદીઠ આવકમાં સૌથી મોખરેનું સ્થાન ધરાવતા મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારને જોડતો રસ્તો છે અને નીચી મંડલથી લઈને વાંકડા, ખરેડા, જિકિયારી, ગોકુલિયા, ચકમપર સહિતના ગામ સુધી જવા માટેનો આ એક માત્ર મુખ્ય રસ્તો છે જેથી કરીને જુદાજુદા ગામમાં રહેતા લોકોને ધંધા રોજગાર માટે કે પછી મેડિકલના કામ માટે મોરબી આવવું હોય કે પછી અહીથી કોઈને તે ગામમાં જવાનું હોય તો તેમણે આ ભંગાર રસ્તા ઉપરથી જ પસાર થવું પડે છે.

બે વર્ષથી કામ નથી થયા પૂર્ણ 

 માર્ગ મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાકટ આપીને  આ રસ્તાનું કામ કરાવવામાં આવી રહ્યું છે જો કે, 11 કિલો મીટરનો રસ્તો બનાવવા માટેનું કામ ફેબ્રુઆરી 2020 માં  ચાલુ કરવામાં આવ્યું હતું જો કે, ત્યાર બાદ કોન્ટ્રાકટરના માણસો દ્વારા કામગીરી ઘણા સમય સુધી બંધ કરી દેવામાં આવી હતી અને ત્યાર પછી પણ ગોકળગતિએ કામ કરવામાં આવી રહ્યું  છે જેથી કરીને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી કોન્ટ્રાકટર દ્વારા રોડ ઉપર કાંકરે પાથરવામાં આવી છે જો કે ત્યારે પછી આ રોડનું કામ પૂરું કરવામાં આવ્યું નથી જેથી કરીને એસ.ટી. ની બસ કે બીજા કોઈ ભારે વાહન અથવા તો કાર પસાર થાય છે ત્યારે તેના ટાયરમાંથી બંદૂકની ગોળીની જેમ પથ્થર છૂટે છે જેથી કરીને લોકોને ઇજાઓ થાય છે અને તેના વાહનોમાં નુકશાન પણ થાય છે અને ઘણી વખત વાહન સ્લીપ થવાથી લોકોને ઇજાઓ થાય છે અને બીજો કોઈ રાતો ન હોવાથી લોકોને હાલમાં ભાંગેલા તૂટેલા રસ્તા ઉપરથી જ પસાર થવું પડે છે માટે વહેલી તકે રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ