બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / research chemicals used in detergents found in mcdonalds burger king pizza hut food

રાખો સાવધાની / પિઝ્ઝા-બર્ગરનાં શોખીનો આ વાત જાણી લેજો, એવી વસ્તુ નાંખે છે મોટી-મોટી કંપનીઓ તમને જોવી નહીં ગમે: રિપોર્ટમાં દાવો

Premal

Last Updated: 02:32 PM, 29 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને પિઝ્ઝા-બર્ગર ખાવાના શોખીન છો અને તેનો સ્વાદ ચાખવા માટે મેકડોનાલ્ડ્સ, બર્ગર કિંગ, ડોમિનોઝ અથવા પિઝ્ઝા હટ જાઓ છો, તો હવે સાવધાન થઈ જજો.

  • શું તમે પિઝ્ઝા-બર્ગર ખાવાના શોખીન છો?
  • એક નવા અભ્યાસમાં ચોંકાવનારી વાત સામે આવી
  • જંક ફૂડમાં ડિટરજન્ટમાં ઉપયોગમાં આવતા કેમિકલની કરાય છે ભેળસેળ

પ્લાસ્ટિકને નરમ રાખે છે કેમિકલ

એક નવા અભ્યાસમાં વાત સામે આવી છે કે આ આઉટલેટ્સ પર મળતા જંક ફૂડમાં ડિટરજન્ટમાં ઉપયોગમાં લેવામાં આવતુ કેમિકલ ભેળવવામાં આવે છે. એટલે સીધી રીતે તમારા આરોગ્ય સાથે ચેડાં થાય છે. એક ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ મુજબ, જ્યોર્જ વોશિંગ્ટન વિશ્વ વિદ્યાલય, સાઉથ વેસ્ટ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ (સૈન એન્ટોનિયો, ટેક્સાસ), બોસ્ટન યુનિવર્સિટી અને હાવર્ડ યુનિવર્સિટીના સંશોધનકારો દ્વારા કરવામાં આવેલુ આ રિસર્ચ જનરલ ઓફ એક્સપોઝર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટલ એપિડેમિયોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે મેકડોનાલ્ડ્સ, બર્ગર કિંગ, પિઝ્ઝા હટ, ડોમિનોઝ, ટેકો બેલ અને ચિપોટલ સહિત પ્રસિદ્ધ ફૂડ ચેનમાં મળતા ફાસ્ટ ફૂડમાં પ્લાસ્ટિકને નરમ રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવતુ એક રસાયણ જોવા મળ્યું છે.

64 Food Samples ની થઈ તપાસ

કેમિકલવાળું આ ફૂડ ઘણી બધી આરોગ્ય સંબંધી સમસ્યાઓ ઉભી કરી શકે છે. સંશોધનકારોએ આ આઉટલેટથી હૈમબર્ગર, ફ્રાઈઝ, ચિકન નગેટ્સ, ચિકન બુરિટોસ અને પનીર પિઝ્ઝાના 64 ફૂડ સેમ્પલની તપાસ કરી છે. સંશોધનકારોએ જાણ્યું કે 80 ટકાથી વધુ ખાદ્ય પદાર્થોમાં DnBP નામનું એક ફેથલેટ અને 70 ટકામાં ફેથલેટ DEHP હતુ. બંને કેમિકલ આરોગ્ય માટે નુકસાનકારક છે.

ફેથલેટનો ક્યા ઉપયોગ થાય છે? 

સંશોધનકારો મુજબ, ફેથલેટ એક રસાયણ છે, જેનો ઉપયોગ સૌદર્ય પ્રસાધન, વિનાઈલ ફર્શ, ડિટરજન્ટ, ડિસ્પોઝેબલ મોજા, વાયર કવર જેવા ઉત્પાદનોમાં વર્ષોથી કરવામાં આવે છે. આ રસાયણ પ્લાસ્ટિકને કોમળ અને વાળવામાં મદદ કરે છે. એટલે તેની ઉત્પાદનની જરૂરીયાત મુજબ તેને ઢાળી શકાય છે. આ રસાયણોથી અસ્થમા, બાળકોમાં બ્રેન સાથે જોડાયેલી ગંભીર આરોગ્ય સંબંધી સમસ્યાઓ થાય છે. આ સિવાય કોઈ પણ વ્યક્તિની પ્રજનન પ્રણાલીને પ્રભાવિત કરી શકે છે.

FDA એ જાહેર કર્યુ નિવેદન

માંસયુક્ત ભોજન બેરિટોસ અને ચીજબર્ગરમાં રસાયણની માત્રા વધુ હતી. જ્યારે ચીજ પિઝ્ઝામાં નિમ્ન સ્તરે હતી. સંશોધન સાથે જોડાયેલા લારિયા એડવર્ડસે સ્વીકાર કર્યો છે કે દરેક સેમ્પલ એક જ શહેરના હતા અને વિશ્લેષણ અલગ પ્રકારના રેસ્ટોરન્ટ પર કેન્દ્રીત નથી. તો ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ આ અભ્યાસની સમીક્ષા કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ