બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / remove unaspicious things from the house before chaitra navratri

આસ્થા / ચૈત્ર નવરાત્રી શરૂ થતાં પહેલા ઘરની સાફ-સફાઇમાં આ વસ્તુ કરી દો ઘરની બહાર, નહીંતર થઈ શકે છે આર્થિક નુકસાન

Bijal Vyas

Last Updated: 03:19 PM, 15 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૈત્ર નવરાત્રીમાં માદુર્ગાના આગમન પહેલા જ ઘરની સારી રીતે સાફ સફાઇ કરી શકાય છે. કહેવામાં આવે છે કે સાફ-સફાઇ વિના ઘરમાં દેવીની ઉપાસના કરવા શુભ ફળ મળતુ નથી.

  • ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષની પ્રતિપજા તિથિથી નવરાત્રીની શરુઆત થાય છે
  • નવરાત્રી પહેલા સાફ-સફાઇમાં અમુક ખાસ વસ્તુ ઘરની બહાર કાઢી દેવી
  • ઘરમાં રાખવામાં આવેલ ખંડિત મૂર્તિઓ દુર્ભાગ્યનું કારણ બને છે

આ વર્ષે ચૈત્ર નવરાત્રી બુધવાર, 22 માર્ચથી લઇને 30 માર્ચ સુધી રહેશે. હિન્દુ પંચાગ અનુસાર, ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષની પ્રતિપજા તિથિથી નવરાત્રીની શરુઆત થાય છે અને હિન્દુ ધર્મમાં તેનુ વિશેષ મહત્વ છે. નવરાત્રીમાં માંદુર્ગાના આગમન પહેલા જ ઘરની સાફ સફાઇ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે, સાફ-સફાઇ વિના ઘરમાં દેવીની ઉપાસનાનું શુભ ફળ મળતુ નથી. નવરાત્રી પહેલા સાફ-સફાઇમાં અમુક ખાસ વસ્તુ ઘરની બહાર કાઢી દેવી જોઇએ. તો આવો જાણીએ કે ઘરમાં કઇ વસ્તુઓને અશુભ માનવામાં આવે છે...

ખંડિત મૂર્તિઓ- ઘણા લોકો ભગવાનની ખંડિત થયેલી મૂર્તિ અથવા ફાટી ગયેલા ફોટો ઘરના એક ખૂણામાં મૂકી રાખે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવ્યુ છે. કહેવાય છે કે ઘરમાં રાખવામાં આવેલ ખંડિત મૂર્તિઓ દુર્ભાગ્યનું કારણ બને છે. તેવામાં આ મૂર્તિઓને વહેતા જળમાં પ્રવાહિત કરી દેવી જોઇએ. 

ખરાબ ખોરાકઃ ઘરની સાથે રસોડાની સફાઇ ખૂબ જ મહત્વની છે. તેવામાં રસોડામાં કોઇ પણ ખરાબ ખાવાનું ના રાખવું જોઇએ, જો હોય તો તેને તરત જ બહાર કરો. ઘરમાં ખાવા-પીવાની ખરાબ વસ્તુથી મા દુર્ગાને નારાજ કરે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી. 

ડુંગળી-લસણઃ ચૈત્ર નવરાત્રીમાં માદુર્ગા 9 દિવસો સુધી ધરતી પર રહે છે. આ 9 દિવસોમાં મા ભક્તોના ઘરમાં વાસ કરે છે. તેવામાં ઘરના વાતાવરણ અને ઘર બંનેને શુદ્ધ રાખવુ જરુરી છે. નવરાત્રી પહેલા સફાઇ દરમિયાન ડુંગળી અને લસણ, ઇંડા, માંસ, દારુ વગેરેને પણ ઘરમાંથી બહાર કાઢી દો, આ વસ્તુ ઘરમાં નકારાત્મક લાવે છે. 

ખરાબ બૂટ-ચંપલ અને કપડાઃ નવરાત્રી પહેલા જ મા દુર્ગાનું સ્વાગત માટે સફાઇ કરવામાં આવે છે. તેવામાં ઘરમાં રાખેલા તૂટેલા જૂના બૂટ-ચંપલ અને જૂના-ફાટેલા કપડા ઘરની બહાર કાઢી નાંખો. ઘરમાં આ પ્રકારની વસ્તુ નકારાત્મક વધારે છે, અને મા દુર્ગા એા ઘરમાં ક્યારેય વાસ કરતી નથી. 

બંધ ઘડિયાળઃ વાસ્તુમાં કહેવામાં આવે છે કે બંધ ઘડિયાળ દુર્ભાગ્યનું સૂચક છે. તેવામાં નવરાત્રીમાં માતાનું આગમન થી પહેલા બંધ અથવા ખરાબ ઘડિયાળની રિપેર કરો અથવા કાઢી નાંખો. આ પ્રકારની વસ્તુઓ તમારી પ્રગતિમાં અવરોધ ઉત્પન્ન કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ