બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Remember this number of senior citizens, if you need any help please call

ઉત્તમ કાર્ય / CALL 14567 : સિનિયર સીટીઝનો આ નંબર યાદ કરી લો, કોઈપણ મદદની જરૂર હોય કરો દો કોલ

ParthB

Last Updated: 07:51 PM, 19 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના સિનિયર સીટીઝનને ખાસ કરીને એકલવાયું જીવન જીવતા સિનિયર સિટીઝનની મદદ માટે સરકારે જાહેર કરી હેલ્પલાઇન

  • સરકારનો સિનિયર સીટીઝન માટે નવતર અભિગમ
  • 14567 નંબર પર સિનિયર સીટીઝન મદદ માગી શકશે
  • કોઇ પણ મદદ માટે હેલ્પલાઇનનો સંપર્ક કરી શકાશે

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સિનિયર સીટીઝન ખાસ કરીને એકલવાયું જીવન જીવતાં સિનિયર સિટીઝનની મદદ માટે  નેશનલ હેલ્પ લાઈન "એલ્ડર લાઇન"નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.આ હેલ્પ લાઈન દ્વારા સિનિયર સીટીઝનને જરૂર માર્ગદર્શન, હૂંફ  અને જરૂરી મદદ પુરી પાડવામાં આવશે  

હેલ્પલાઇન અંતર્ગત ટોલ ફ્રી નંબર 14567 જાહેર કરાયો

આ પ્રસંગે સામાજિક ન્યાય અને આધિકારીક્તા વિભાગના મંત્રી પ્રદીપ પરમારે જણાવ્યું હતું કે, સરકારના આ નવતર અભિગમથી રાજ્યભરમાં જીવન ગુજારતાં સિનિયર સીટીઝન તેમાંય ખાસ કરીને એકલવાયું જીવન જીવતાં સિનિયર સીટીઝન ખૂબદ મદદરૂપ સાબિત થશે. 

સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના કેબીનેટ મંત્રી પ્રદિપ પરમારે આ અંગે વિશેષ જાણકારી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને હાલના ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમાજના તમામ વર્ગોની અને તેમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો કે જેઓ તેમની ઢળતી જતી વયને કારણે ઘરની બહાર નીકળી શકતા નથી તેમજ, જૈફ વયે પોતાના સંતાનોની દુર્લક્ષતાને કારણે એકાકી પણું અનુભવતા હોય છે તેવા વડીલોની સરકાર દ્વારા વિશેષ સંભાળ લેવાય તે હેતુ થી ભારત સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના માધ્યમથી અને Help Age Indiaના સહયોગથી એલ્ડર લાઇન ગુજરાત–૧૪૫૬૭ને મંજૂરી આપવામાં આવેલ હતી જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગ દર્શન હેઠળ આજે આ હેલ્પ લાઇનનું લોન્ચીંગ કરવામાં આવ્યું છે. 

મંત્રી પરમારે ઉમેર્યું હતું કે, આ હેલ્પ લાઈન સરકારી એજન્સીઓ સહિત અત્યંત પ્રતિબદ્ધ ભાગીદારોના સમૂહ દ્વારા જરૂરી માહિતી અને હસ્તક્ષેપ પ્રદાન કરીને ભારતના વરિષ્ઠ નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે એક મંચ તરીકે કામ કરતી વિશ્વસનીય રાષ્ટ્રીય હેલ્પલાઇન બનાવીને વરિષ્ઠ નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા મદદરૂપ થશે અને રાજ્ય સરકારશ્રીના વિવિધ આનુષાંગિક ખાતાઓ જેવા કે, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ,પોલિસ વિભાગ, મહેસુલ વિભાગ, આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ  વિભાગ, ગ્રામ/શહેરી વિકાસ વિભાગ, રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, તમામ મહાનગર પાલિકા સત્ત મંડળ તેમજ વૃદ્ધોના ક્ષેત્રે કામ કરતી સરકારશ્રીની માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ અને મંડળો સાથે વૃદ્ધોને લગતા પ્રશ્નો જેવાકે સાર-સંભાળ કાળજી, સલામતી,આરોગ્યની સેવાઓ, પરામર્શ, બચાવ અને પુન:સ્થાપન ની કામગીરી માટે ઉપરોક્ત દર્શાવેલ વિભાગો અને સંસ્થાઓ સાથે સંકલનમા રહી સહભાગિતાના ધોરણે કાર્ય કરશે. 

મંત્રી પરમારે વધુમાં ઉમેર્યું હતું કે, આ હેલ્પ લાઈનના મુખ્ય ઉદ્દેશ્યો જોઈએ તો આધાર અને માર્ગદર્શન આપવા માટે રાજ્યના દરેક વરિષ્ઠ નાગરિક સુધી પહોંચવું,વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે સરકારી યોજનાઓ અને કાર્યક્રમની માહિતીનો પ્રસાર કરવો, સરકારી કાર્યક્રમના અમલીકરણ સંબંધિત પ્રશ્નોની સુવિધા માટે પ્લેટફોર્મ પૂરું પાડવું, વરિષ્ઠ નાગરિકો માટે ફરિયાદ નિવારણ પદ્ધતિ પ્રદાન કરવી, વરિષ્ઠ નાગરિકોમાં આશા અને વિશ્વાસ કેળવવો,અને તેમને ખુશી આનંદમાં વધારો કરવામાં મદદ કરવી,વરિષ્ઠ નાગરિકોની વિવિધ આવશ્યકતાઓને સમજવા માટે, અને, જરૂરી નીતિઓ અને અમલીકરણ પદ્ધતિ બનાવીને આ માટે માહિતી, માર્ગદર્શન, ભાવનાત્મક ટેકો અને દુરુપયોગના કિસ્સામાં તાત્કાલિક સહાય પૂરી પાડવાનો છે. 

મંત્રી પરમારે ઉમેર્યું હતું કે, આ હેલ્પ લાઈન દ્વારા વરિષ્ડ નાગરિકોને આરોગ્ય, જાગૃતિ, નિદાન, સારવાર, વૃદ્ધાશ્રમ, ડે કેર સેન્ટર, વગેરેની માહિતી પુરી પાડવામાં આવશે. તેમજ રાજ્યના વરિષ્ઠ નાગરિકોને કાનૂની સલાહ-વ્યક્તિગત અને પારિવારિક બંને સ્તરે પુરી પાડી અને સરકારશ્રીની વૃધ્ધ પેન્શન યોજના જેવી વિવિધ યોજઆઓ અંગે માર્ગદર્શન પુરૂં પાડી તેમજ મિલકત –વિવાદોના નિરાકરણ માટે યોગ્ય માર્ગદર્શન પુરૂં પાડી તેઓ સ્વમાનભેર પોતાની જીંદગી જેવી શકે તે માટે શક્ય તેવી તમામ સહાય પુરી પાડવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ