બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / Relief for Gautam Adani: Upheaval again in rich list, just steps behind Ambani

Gautam Adani Networth: / ગૌતમ અદાણી માટે રાહત: અમીરોની લિસ્ટમાં ફરી ઉથલપાથલ, અંબાણીથી બસ આટલા ડગલાં પાછળ

Megha

Last Updated: 03:19 PM, 7 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અદાણી ગ્રૂપના માલિકે ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદીમાં પાંચ સ્થાનની છલાંગ લગાવી છે તો બીજી બાજુ મુકેશ અંબાણી વિશ્વના અબજોપતિઓની આ યાદીમાં 12મા નંબરે છે

  • વિશ્વના અમીરોની યાદીમાં અબજોપતિ ગૌતમ અદાણીને ફાયદો
  • હવે બિલિયોનેર્સની યાદીમાં આ સ્થાને પંહોચ્યાં ગૌતમ અદાણી
  • 24 જાન્યુઆરીએ બહાર આવ્યો હતો હિંડનબર્ગનો રિપોર્ટ 

Gautam Adani Networth: છેલ્લા ઘણા દિવસોથી અદાણીને લઈને ઘણા સમાચાર સામે આવ્યા છે અને હિંડનબર્ગની એક રિપોર્ટથી એમની સંપતિમાં ઘણો ઘટાડો થયો હતો પણ આ બધા વચ્ચે વિશ્વના અમીરોની યાદીમાં અબજોપતિ ગૌતમ અદાણીને (Gautam Adani) ફાયદો થયો છે. જણાવી દઈએ કે અદાણી ગ્રૂપના (Adani Group) શેરમાં થયેલા તાજેતરના નુકસાન પછી પણ અદાણી ગ્રૂપના માલિકે ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદીમાં પાંચ સ્થાનની છલાંગ લગાવી છે તો બીજી બાજુ મુકેશ અંબાણી વિશ્વના અબજોપતિઓની આ યાદીમાં 12મા નંબરે છે. 

24 જાન્યુઆરીએ બહાર આવ્યો હતો હિંડનબર્ગનો રિપોર્ટ 
અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ બહાર આવ્યા બાદ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ વધી ગઈ છે. નોંધનીય છે કે 24 જાન્યુઆરીએ આ રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને છેલ્લા 9 ટ્રેડિંગ દિવસોમાં અદાણી જૂથની તમામ કંપનીઓની માર્કેટ મૂડીમાં રૂ. 9.5 લાખ કરોડ એટલે કે 49 ટકાનો ઘટાડો થયો છે. 

હવે બિલિયોનેર્સની યાદીમાં આ સ્થાને પંહોચ્યાં ગૌતમ અદાણી
એક સમયે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ અબજોપતિ ગૌતમ અદાણીને આ વર્ષે ભારે નુકસાન થયું હતું અને ગયા અઠવાડિયા સુધીમાં તેઓ 22માં સ્થાને પહોંચી ગયા હતા. નોંધનીય છે કે રિચ લિસ્ટમાં ગૌતમ અદાણીએ મંગળવારે 5મા સ્થાનનો ઉછાળો નોંધાવ્યો છે અને હવે તે 17માં નંબર પર આવી ગયો છે. જણાવી દઈએ કે ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદી અનુસાર હાલ ગૌતમ અદાણીની કુલ નેટવર્થ $60.8 બિલિયન છે. 

મુકેશ અંબાણીની નેટવર્થ 
ફોર્બ્સની રિયલ ટાઈમ અબજોપતિઓની યાદી અનુસાર હાલ મુકેશ અંબાણી ગૌતમ અદાણીથી પાંચ સ્થાન ઉપર છે. એટલે કે 12માં નંબર પર રહેલા મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 82.8 અબજ ડોલર છે. 

કોને થયું કેટલું નુકસાન 
ફોર્બ્સની યાદી અનુસાર અબજોપતિ ગૌતમ અદાણીને $1.2 બિલિયનનું નુકસાન થયું છે, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં $264 મિલિયનનું નુકસાન થયું છે. તાજેતરના આંકડાઓની વાત કરીએ તો મુકેશ અંબાણીની સંપત્તિ ગૌતમ અદાણીની નેટવર્થ કરતાં $22 બિલિયન વધુ છે. 

ગૌતમ અદાણીને 13 દિવસમાં થયું 117 અબજ ડોલરનું નુકસાન 
જણાવી દઈએ કે ગૌતમ અદાણીએ વર્ષ 2022 દરમિયાન તમામ અમીરોને પાછળ છોડીને સારી કમાણી કરી હતી પણ 2023 દરમિયાન અને હિંડનબર્ગ રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની સંપત્તિમાં ઝડપથી ઘટાડો થયો છે. માત્ર 13 દિવસમાં અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં $117 બિલિયનનો ઘટાડો થયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ