રિલાયન્સ જિયો પોતાના યુઝર્સની સુવિધા માટે સતત નવા નવા રિચાર્જ પ્લાન લાવતી રહે છે. કંપની Jio Freedom પ્લાન લઈને આવી છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ ડેટા મળી રહે છે. ચાલો જાણીએ.
જિયોના યુઝર્સ માટે આ પ્લાન છે બેસ્ટ
અનલિમિટેડ ડેટા માટે રિચાર્જ કરો આ પ્લાનમાં
આ પ્લાનમાં ડેટાની સાથે અન્ય સુવિધાઓ પણ મળે છે
127 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની સાથે યુઝર્સને કુલ 12GB ડેટા મળશે અને આ પ્લાનની વેલિડિટી 15 દિવસની હશે. તે ઉપરાંત દરરોજ 100 SMS અને જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળશે.
247 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં 30 દિવસની વેલિડિટીની સાથે કુલ 25GB મોબાઈલ ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને દરરોજ 100 SMS ઓફર કરવામાં આવે છે. આ પ્લાનની સાથે પણ જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળી રહ્યું છે.
447 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની સાથે યુઝરને 60 દિવસની વેલિટિડીની સાથે 50GB ડેટા મળશે. તે ઉપરાંત તેમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 SMS અને જિયો એપ્સનું ફ્રી એક્સેસ પણ યુઝર્સને આ પ્લાનની સાથે મળશે.
597 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને 90 દિવસની વેલિડિટીની સાથે કુલ 75GB ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ, દરરોજ 100 SMS અને જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળશે.
2397 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને 365 દિવસની વેલિડિટીની સાથે કુલ 365GB ડેટા મળશે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ વોઈસ કોલિંગ, દરરોજ 100 SMS મળે છે. તેમાં પણ જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળશે.