ગુજરાત ચુંટણીને લઇને વીટીવીની જનમત એક્સપ્રેસ આજે સાબરકાંઠા જિલ્લાના મતદારોના મનની વાત જાણવા માટે પહોંચી હતી.
સાબરકાંઠાથી જનમત એક્સપ્રેસ
સાબરકાંઠાની 4 બેઠકો પર જનતા સાથે સંવાદ
2022માં લોકો કેવા બદલાવ ઈચ્છી રહ્યા ?
વિધાનસભાની ચુંટણીને પગલે આજે જનમત એક્સપ્રેસ સાબરકાંઠા જિલ્લામાં મતદારોનો મિજાજ પારખવા પહોંચી હતી.જેમાં હિંમતનગરના ગંભોઈ ગામએ દુકાન અને રસ્તામાં એક ચાની કીટલી પર લોકોએ ચાઇ પૈ ચર્ચા કરી હતી. પરિવર્તનની વાતો કરતા લોકોનો મત જાણ્યા બાદ જનમત એક્સપ્રેસ ઈડર વિધાનસભાના બાલુન્દ્રા ગામ ખાતે પહોંચી હતી. બાલુન્દ્રા ગામથી આગળ વધતા ઈડરના ગાંઠીયોલ ગામે સિમમાં માલધારી સાથે વાતો કરી હતી.
હિંમતનગર, હિંમતનગરની APMC, પ્રાતિંજની મુલાકાત લેવાઇ
ત્યારબાદ ઈડર ખાતે લોકોના મત જાણ્યા હતા જેમાં ઈડરિયા ગઢમાં ખનને લઈને લોકો ભારે પરેશાન છે. ખનન માફિયાઓથી પરેશાન ઈડરના લોકોને મળ્યા બાદ ખેડબ્રહ્માના પઢારા, વડાલી, હિંમતનગર, હિંમતનગરની APMC, પ્રાતિંજના સહીતના અનેક મત વિસ્તારમાં ફરી લોકોના મનની વાત જાણી.પરંતુ ખરાખરીના જંગમાં કોણ બાજી મારે છે તે તો 8 ડિસેમ્બરે જ જાણી શકાશે.