બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / Regarding the boat accident in Harani lake, the court made it clear that no one can escape responsibility
Last Updated: 09:57 PM, 29 January 2024
ADVERTISEMENT
વિષયવસ્તુ ગંભીર છે પણ તેની પૂર્વભૂમિકા માટે પહેલા એક હળવી વાતનો સંદર્ભ આપીએ. ભારતીય ક્રિકેટ ટીમના દિવંગત પૂર્વ ક્રિકેટર વિજય મરચંટે પોતાની નિવૃતિ અંગે પ્રશ્ન પૂછાતા એવું કહ્યું હતું કે કોઈ તમને નિવૃતિ લેવાનો વિચાર ક્યારે આવે છે એવું પૂછે એ પહેલા તમારે નિવૃતિ અંગે વિચારી લેવું જોઈએ. હવે આજના સંદર્ભે વાત કરીએ તો એક પછી એક દુર્ઘટનાઓ ભલે બનતી રહે, ભલે લાખ પ્રશ્નો જવાબદાર માધ્યમ તરીકે મીડિયાકર્મીઓ કરે પણ જવાબદાર સત્તાધીશો ક્યારેય જાગશે જ નહીં. વાત હરણી તળાવ બોટ દુર્ઘટનાની છે જેમાં સુઓમોટો અરજી સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે વડોદરા મહાપાલિકા સહિત અન્ય જવાબદારોની અતિશય આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. કોર્પોરેશનના સત્તાધીશો સામે હાઈકોર્ટ કેટલી ખિન્ન છે એનો અંદાજ એ વાત ઉપરથી જ લગાવી શકાય કે જેમાં હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે, દુર્ઘટના પછી શું પગલા લીધા એ જાણવામાં સહજે પણ રસ નથી પરંતુ દુર્ઘટના ન બને એ માટે તમે શું તકેદારી રાખી એ જ જણાવો.
ADVERTISEMENT
બેદરકારીની બીજી બાજુ પણ તમે જાણી લો કે જેમાં રાજ્ય સરકારનો આદેશ છતા વડોદરાના કલેક્ટરે તપાસ રિપોર્ટ સુપરત કરવા માટે વધુ 5 દિવસ માંગ્યા. બની શકે કે જિલ્લા સ્તરે કલેક્ટર વ્યસ્ત હોય પણ રાજ્યના ગૃહમંત્રી જ્યારે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપતા હોય ત્યારે તેની ગંભીરતા કેટલી એ કલેક્ટરને કદાચ સમજાવાની જરૂરિયાત વર્તાતી નથી. બેદરકારીની વધુ એક હદ પણ અમે તમને જણાવીએ છીએ કે જેમાં પ્રવાસ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની મંજૂરી ન લીધાની કબૂલાત કરનાર શાળાનો પણ વડોદરાના જ DEO આડકતરો બચાવ કરે છે અને સત્તા હોવા છતા એ ફોડ નથી પાડતા કે ન્યુ સનરાઈઝ સ્કૂલ સામે અમે કેવી કાર્યવાહી કરીશું. તમામ સ્તરેથી તમામ તબક્કે નાના-નાના ઢાંકપીછોડા સરવાળે એટલા મોટા થઈ ગયા કે જેમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓ સાથે 14 જિંદગીઓ ડૂબી ગઈ. ગુનાહિત બેદરકારીને કારણે જે થવાનું હતું તે હવે સુધારી નહીં શકાય હવે અતિશય ગંભીર પ્રશ્ન એ જ છે કે બેદરકારીની આખી ઘટનામાં જવાબદારી પૂર્વક ન્યાય તોળાશે કે નહીં અને આ જવાબદારી લેશે તો કોણ લેશે.
ન્યાય અપાવવાની જવાબદારી કોણ લેશે?
હરણી તળાવમાં બોટ દુર્ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટા અરજી પર સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે જવાબદારોનો ઊધડા લીધો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ જવાબદારીમાંથી નહીં છટકી શકે. કોર્ટ મિત્રએ પણ જવાબદારોની પોલ ઉઘાડી પાડી. બેજવાબદારીએ 14 માસૂમની જિંદગી છીનવી લીધી છે. સવાલ એ છે કે ન્યાય અપાવવાની જવાબદારી કોણ લેશે?
હાઈકોર્ટે શું કહ્યું?
દુર્ઘટના બાદ જ નિંદ્રામાંથી જાગવામાં આવે છે
વડોદરા મહાપાલિકા કોન્ટ્રાક્ટ આપીને ઉંઘી જાય છે?
કોન્ટ્રાક્ટર કે કોર્પોરેશન જવાબદારીમાંથી નહીં છટકી શકે
આ દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટર કે પેટા કોન્ટ્રાક્ટર માત્ર જવાબદાર નથી
કોર્પોરેશનના અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે
દુર્ઘટના પછી સુધારણાંના શું પગલા લીધા તે જાણવામાં રસ નથી
બનાવ બન્યો એ પહેલા શું તકેદારી રાખી તેનો ખુલાસો કરો
કોર્પોરેશનનું કોઈ સુપરવિઝન નહતું
તપાસ રિપોર્ટ પણ નથી મળ્યો
હરણી તળાવ દુર્ઘટના બાદ સરકારે આદેશ આપ્યા હતા. 10 દિવસની અંદર તપાસ રિપોર્ટ આપવાનો આદેશ હતો. 28 જાન્યુઆરીએ તપાસનો રિપોર્ટ આપવાનો હતો. વડોદરાના કલેક્ટરે તપાસ રિપોર્ટ સોંપવા વધુ સમય માંગ્યો હતો. તપાસમાં કેટલીક વિગતો બાકી હોવાનું જણાવ્યું તેમજ કલેક્ટર એ.બી.ગોરે સરકારના સચિવ પાસે 5 દિવસનો સમય માંગ્યો છે.
બોટ દુર્ઘટનામાં કેટલા આરોપી ઝડપાયા?
13
કોની-કોની ધરપકડ?
નિલેશ જૈન
જતીન દોશી
નેહા દોશી
તેજલ દોશી
ગોપાલ શાહ
પરેશ શાહ
બિનીત કોટિયા
અંકિત વસાવા
નયન ગોહિલ
શાંતિલાલ સોલંકી
વેદપ્રકાશ યાદવ
રશ્મિકાંત પ્રજાપતિ
ભીમસિંહ યાદવ
વાંચવા જેવું: સતત તૂટતી કોંગ્રેસ,`હાથ' નબળા કેમ પડ્યા? નેતાઓને કોંગ્રેસમાં કેમ ફાવતું નથી?
હજુ કેટલા આરોપી ફરાર?
વત્સલ શાહ
દીપેન શાહ
ધર્મિલ શાહ
વૈશાખી શાહ
નૂતન શાહ
ધર્મિન ભટાણી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.