બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Reduce the price of popcorn in the theater sir..' Jackie Shroff appealed to Yogi Adityanath, VIDEO went viral

બહુ કરી / 'થિયેટરમાં પોપકોર્નની કિંમત ઓછી કરો સર..' જેકી શ્રોફે યોગી આદિત્યનાથ પાસે કરી કઇંક આવી અપીલ, VIDEO થયો વાયરલ

Megha

Last Updated: 04:07 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેકી શ્રોફે સીએમ યોગી પાસે એવી વિનંતી કરી હતી જેની સિનેમાપ્રેમીઓ જ નહીં પણ બીજા લોકો પણ તેમની પ્રશંસા કરી રહ્યા છે.

  • જેકી શ્રોફે સીએમ યોગી પાસે કરી આવી અપીલ 
  • હાલ તેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે
  • સુનિલ શેટ્ટી એ કરી હતી આવી અપીલ 

બોલિવૂડનો પર જાણે છેલ્લા ઘણા સમયથી સંકટના વાદળો છવાયેલા હોય છે એવું લાગી રહ્યું છે. કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોલિવૂડને લઈને નકારાત્મકતાની લહેર જોવા મળી રહી છે અને છેલ્લાં 2-3 વર્ષમાં આ લહેરમાં ઘણી હિંદી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ છે. વર્ષ 2022માં આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા'થી લઈને અક્ષય કુમારની 'રક્ષા બંધન', 'દોબારા' અને 'લાઈગર' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. બોલિવૂડના લોકો અને હિન્દી ફિલ્મો પ્રત્યે લોકોમાં એટલો ગુસ્સો છે કે હવે ફિલ્મનું નામ સાંભળતા જ લોકો તેની સામે બૉયકોટનો ટ્રેન્ડ શરૂ કરી દે છે.  

યુપીના સીએમ યોગી આદિત્યનાથ મુંબઈની મુલાકાતે 
હાલ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણના ગીત 'પઠાણ'માં કેસરી રંગની બિકીનીને લઈને દેશના ઘણા ભાગોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને લોકો ફિલ્મને બૉયકોટ કરવાની માંગ કરી રહ્યા છે. આ બધા વચ્ચે યુપીના સીએમ યોગી આદિત્યનાથ તેમના મુંબઈ પ્રવાસ દરમિયાન ફિલ્મ ફેટરનિટીની ઘણી હસ્તીઓને મળ્યા હતા. જેમાં સુનિલ શેટ્ટીથી લઈને સુભાષ ઘાઈ અને જેકી શ્રોફ સહિત બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારોનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે આ દરમિયાન જેકી શ્રોફે સીએમ યોગીને એવી વિનંતી કરી હતી જેની સિનેમાપ્રેમીઓ જ નહીં પણ બીજા લોકો પણ તેમની પ્રશંસા કરી રહ્યા છે.

જેકી શ્રોફે સીએમ યોગી પાસે કરી આવી અપીલ 
જણાવી દઈએ કે જેકી શ્રોફે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને થિયેટરોમાં પોપકોર્નની કિંમત ઘટાડવા વિનંતી કરી હતી હાલ તેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં અભિનેતા યોગી આદિત્યનાથનું પોતાની આગવી શૈલીમાં સ્વાગત કરતાં જોઈ શકાય છે અને એમ કહેતા જોવા મળ્યા હતા કે, "મુંબઈમાં આપનું સ્વાગત છે. જ્યારે પણ તમારે ઘરે બનાવેલું ભોજન ખાવું હોય ત્યારે હુકમ કરજો તમને તે મળી જશે.આ સિવાય હું તમને એમ કહેવા માંગુ છું કે થિયેટરમાં પોપકોર્નની કિંમત ઓછી કરો, સર. 500 રૂપિયા લઈ છે પોપકોર્ના. પિક્ચર બનાવશે, સ્ટુડિયો બનાવશે, પણ અંદર કોણ આવશે?” 

સુનિલ શેટ્ટી એ કરી હતી આવી અપીલ 
ઉત્તર પ્રદેશમાં એક ફિલ્મ સિટી બનાવવામાં આવી રહી છે અને આ વિશે યોગી આદિત્યનાથે ફિલ્મ સ્ટાર્સ સાથે વાત કરી હતી અને એ દરમિયાન સુનીલ શેટ્ટીએ યોગી આદિત્યનાથને બોલીવુડ સામેના બૉયકોટ ટ્રેન્ડને બંધ કરવા માટે મદદ કરવા વિનંતી કરી હતી. આ સમયે સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે કે બોલિવૂડમાંથી બોયકોટનું ટેગ હટાવવું ખૂબ જ જરૂરી છે જેથી તેની કલંકિત છબીને સુધારી શકાય.

'બોલિવૂડ પરના બૉયકોટનો ટેગ હટવો જરૂરી 
સુનીલ શેટ્ટીએ યોગી આદિત્યનાથ સાથે વાત કરતા કહ્યું હતું કે 'બૉલીવુડ પર લાગેલ આ બોયકોટ હેશટેગ હટાવવું ખૂબ જ જરૂરી છે. અમુક લોકો ખરાબ હોય શકે છે પણ બધા એવા નથી હોતા. અમારી વાર્તાઓ અને સંગીત આપણને વિશ્વ સાથે જોડે છે અને એ માટે આ કલંકને દૂર કરવું ખૂબ જ જરૂરી છે.

'99% બોલિવૂડ ડ્રગ્સ નથી લેતું '
સુનીલ શેટ્ટીએ વધુમાં કહ્યું હતું કે, 'બોલિવૂડના 99 ટકા લોકો ડ્રગ્સ લેતા નથી. અમે બધા સખત મહેનત કરી છીએ અને તેમના કામને લોકો સુધી લઈ જવા માટે જરૂરી છે કે બૉયકોટ ટૅગ હટાવીને બૉલીવુડની કલંકિત છબીને સુધારવી જોઈએ. ટોપલીમાં એક સડેલું સફરજન હોય શકે પણ બધા એવા નથી હોતા. મહેરબાની કરીને આ સંદેશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ પહોંચાડો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ