બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / red zone and high risk zone declared in surat and ahmedabad due to raising corona cases

હવે રિસ્ક છે! / ગુજરાતનાં આ મહાનગરોમાં કોરોનાનો આતંક, આ વિસ્તારો રેડ ઝોન અને હાઇ રિસ્ક ઝોન જાહેર કરવા પડ્યા

Mayur

Last Updated: 08:21 AM, 11 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાના કેસ કુદકે ને ભૂસકે વધી રહ્યા છે. એક જ દિવસમાં છ હજારથી વધારે કેસ નોંધાયા બાદ હવે મહાનગરોમાં રેડ ઝોન અને હાઇ રિસ્ક ઝોન જાહેર કરવાની ફરજ પડી છે.

  • સુરત શહેરમાં કોરોનાનો વધતો કહેર
  • અઠવા ઝોનના 6 વિસ્તારો રેડઝોન જાહેર
  • અઠવાના અન્ય 12 વિસ્તારો હાઇરિસ્ક ઝોન જાહેર

સુરતના છ વિસ્તારો રેડ ઝોન 

સુરતમાં કોરોના વાયરસ માથું ઊંચકી રહ્યો છે. હવે વધતા કેસના પગલે સુરતમાં છ વિસ્તારોમાં રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે તો સામે વરાછા અને ઉધના ઝોનમાં એક-એક વિસ્તાર હાઇરિસ્ક ઝોન જાહેર કરવાની ફરજ પડી છે. આ વિસ્તારો રેડઝોન અને હાઇરિસ્ક ઝોનમાં લોકોને બિનજરૂરી અવરજવર ટાળવા અપીલ કરવામાં આવી હતી. 

સુરતમાં કોરોનાની સ્થિતિ 

રાંદેર ઝોનમાં કોરોનાના 392 કેસ નોંધાયા હતા. અઠવા ઝોનમાં 382 કેસ નોંધાયા હતા તો  લીંબાયતમાં 247 કેસ અને ઉધનામાં 188 કોરોના કેસ નોંધાયા હતા. 

ગઈકાલે રાજ્યમાં 6097 કોરોના કેસ
રાજ્યમાં 6 હજાર 97 કોરોના કેસ નોંધાયા હતા. જયારે એક હજાર 539 દર્દીઓ સાજા થયા છે. અને 2 દર્દીઓના મૃત્યુ થયા છે. તો રાજ્યમાં ઓમિક્રોનના વધુ 28 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 29 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં એક હજાર 923 કોરોના કેસ, સુરતમાં એક હજાર 892 કેસ, વડોદરામાં 470, રાજકોટમાં 249 કેસ, ગાંધીનગરમાં 195, ભાવનગરમાં 108 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં 3.82 લાખ લોકોને રસી આપવામાં આવી છે.

અમદાવાદમાં કોરોનાનો આતંક 

અમદાવાદમાં ત્રીજી લહેરમાં કોરોનાએ આતંક મચાવ્યો છે. રોજે રોજ શહેરમાંથી લગભગ 2 હજારની આસપાસ કોરોના પોઝિટિવ કેસો બહાર આવી રહ્યા છે જે બહુ મોટી ચિંતાનો વિષય તંત્ર માટે છે. ત્યારે કોરોના બેલગામ થતો અટકાવવા શહેરમાં વધુ 21 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. જ્યારે 16 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન માંથી મુક્તી આપી દેવામાં આવી છે. પૂર્વ ઝોનમાં વસ્ત્રાલ, હાટકેશ્વર અને નિકોલમાં વિસ્તારમાં વધુ કેસો બહાર આવતા અમુક વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકી દેવામાં આવ્યા છે.ગોદરેજ ગાર્ડન સિટીના તીવોલી ફ્લેટના 48 ઘરો તેમજ કુલ અલગ અલગ 21 વિસ્તારોના 152 ઘરોના 580 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.અમદાવાદમા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 172 પહોચી ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ