પોર્ટુગલની નેશનલ પ્લાન ફોર એથિક્સ ઇન સપોર્ટ (પીએનઈડી)એ એક નવી પહેલ કરી છે, જે અનુસાર યલો અને રેડ કાર્ડની સાથે સાથે વ્હાઇટ કાર્ડનો પણ ઉપયોગ કરવામાં આવશે, આ કાર્ડ 'ફેર પ્લે' માટે દેખાડવામાં આવશે.
યલો અને રેડ કાર્ડ તો દુનિયાભરમાં ફૂટબોલનો હિસ્સો છે
વિમેન્સ લીગમાં રેફરીએ પોતાના ખિસ્સામાંથી વ્હાઇટ કાર્ડ કાઢ્યું
વ્હાઇટ કાર્ડ એટલે શું?
ફૂટબોલમાં રેડ અને યલો કાર્ડ વિશે તો બધા જાણે છે, પરંતુ પોર્ટુગલની વિમેન્સ લીગમાં રેફરીએ પોતાના ખિસ્સામાંથી વ્હાઇટ કાર્ડ કાઢ્યું. આ વ્હાઇટ કાર્ડ પોર્ટુગલની ક્લબ બેનફિકા અને સ્પોર્ટિંગ લિસબન વચ્ચે મહિલા કપની ક્વાર્ટર ફાઇનલ મેચ દરમિયાન દેખાડવામાં આવ્યું. હાફ ટાઇમની થોડી વાર પહેલાં બેનફિકા ટીમ ૩-૦થી આગળ હતી, એ સમયે રેફરીએ વ્હાઇટ કાર્ડ દેખાડવાનો નિર્ણય કર્યો. રેફરીના ખિસ્સામાંથી વ્હાઇટ કાર્ડ બહાર નીકળતાં જ સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોએ રેફરી માટે 'ચીયર' કર્યું હતું.
વ્હાઇટ કાર્ડ એટલે શું?
પોર્ટુગલની નેશનલ પ્લાન ફોર એથિક્સ ઇન સપોર્ટ (પીએનઈડી)એ એક નવી પહેલ કરી છે, જે અનુસાર વ્હાઇટ કાર્ડ 'ફેર પ્લે' માટે દેખાડવામાં આવશે. પોર્ટુગલ ફૂટબોલ ફેડરેશને આ પાઇલટ પ્રોજેક્ટને શરૂ કર્યો છે. જ્યારે પણ બે ટીમ એકબીજા સામે સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે રમશે ત્યારે રેફરી વ્હાઇટ કાર્ડ દેખાડશે.
✅ Referee makes history by showing a white card for the 1st time ever in football!
વ્હાઇટ કાર્ડની જરૂર શા માટે પડી?
બેનફિકા અને સ્પોર્ટિંગ લિસબન વચ્ચેની મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર એક ચાહક બીમાર થઈને બેભાન થઈ ગયો. સ્થિતિ સંભાળવા માટે ટીમની મેડિકલ ટીમ સ્ટેન્ડ્સમાં પહોંચી ગઈ અને થોડી જ મિનિટોમાં ચાહકને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી. મેડિક્સને બિરદાવવા રેફરીએ વ્હાઇટ કાર્ડ દેખાડ્યું. ત્યાર બાદ બેનફિકાએ પોર્ટુગલમાં એક મહિલા ફૂટબોલ સ્પોર્ટ્સ માટે રેકોર્ડ ભીડ સામે ૫-૦થી મુકાબલો જીતી લીધો.
રેડ કાર્ડ - યલો કાર્ડઃ
૧૯૭૦ના ફિફા વર્લ્ડકપમાં શરૂઆત બાદ યલો અને રેડ કાર્ડ દુનિયાભરમાં ફૂટબોલનો હિસ્સો બની ગયાં. કોઈ ખેલાડી ફાઉલ કરે તો ફાઉલની ગંભીરતા જોઈને યલો અને રેડ કાર્ડ બતાવવામાં આવે છે. યલો કાર્ડનો અર્થ 'ચેતવણી' હોય છે. જ્યારે રેડ કાર્ડ મળવાથી રેફરી ખેલાડી તે મેચની બહાર થઈ જાય છે અને ટૂર્નામેન્ટમાં રમાનારી આગામી મેચમાંથી સસ્પેન્ડ થઈ જાય છે. જો કોઈ ખેલાડીને બે વાર યલો કાર્ડ મળ્યા હોય તો એક રેડ કાર્ડની બરોબર હોય છે. બેનફિકા અને લિસબન વચ્ચેની મેચમાં વ્હાઇટ કાર્ડ જોઈને ઘણા દર્શકો કન્ફ્યુઝ થઈ ગયા હતા.
રેડ કાર્ડ - યલો કાર્ડનો આઇડિયાઃ
૧૯૬૬ના ફિફા વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે લંડનના વેમ્બ્લી સ્ટેડિયમમાં ક્વાર્ટર ફાઇનલ રમાઈ હતી. જર્મનની રુડોલ્ફ કેથરિન એ મેચમાં રેફરી હતા. મેચ બાદ વર્તમાનપત્રોના અહેવાલમાં કહેવામાં આવ્યું કે રેફરી રુડોલ્ફ કેથરીને ઈંગ્લિશ ખેલાડી બોબી અને ચાર્લટનને ચેતવણી આપી હતી, સાથે જ આર્જેન્ટિનાના એન્ટોનિયો રેટિનને પણ મોકલવામાં આવ્યો હતો. જર્મનભાષી હોવાને કારણે રેફરીએ રમત દરમિયાન પોતાનો નિર્ણય સ્પષ્ટ કર્યો નહોતો. તેના કારણે ઈંગ્લેન્ડના કોચ અલ્ફેર્ડો રામસેએ મેચ બાદ સ્પષ્ટીકરણ માટે ફિફા એસોસિયેટ્સ સાથે વાત કરી અને ફૂટબોલની રમતમાં કાર્ડનું ચલણ શરૂ થયું.