બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Red alert issued in Jamnagar district following heavy rains
ParthB
Last Updated: 09:40 AM, 9 July 2022
ADVERTISEMENT
જામનગરમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે જામનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી બે દિવસો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને લોકોને સાવચેત રહેવા પણ જણાવાયું છે.
ADVERTISEMENT
હવામાન વિભાગે જામનગરમાં રેડ એલર્ટ કર્યું જાહેર
નૈઋત્યનું ચોમાસું આખા ગુજરાતને ઘમરોળી રહ્યું છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જેને લઈને સમગ્ર રાજ્યના 228 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. ત્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા તંત્રએ સૂચના આપી
વાત કરીએ જામનગર જિલ્લાનીતો અવિરત મેઘવર્ષાના કારણે સમગ્ર જામનગરની ધરા વરસાદી પાણી તરબતોડ થઈ ગઈ છે. તેમ ચાલુ સિઝનમાં સૌથી વધુ જોડીયા ગામમાં વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે (8 જુલાઈ 2022)ના રોજ જામનગરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને જિલ્લાનું વહીવટી તંત્ર સાબદુ થઈ ગયું છે. અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ આપી છે. તેમજ કોઈ પણ અધિકારીએ હેડ ક્વોર્ટર ન છોડવા પણ સૂચનાઓ આપવામાં આવી દીધી છે.
હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા આગામી તા.09-07-2022 અને તા.10-07-2022 ના રોજ જામનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. જેના પગલે જિલ્લામાં આવેલ ડેમ અને તળાવો ઓવરફ્લો થવાની શક્યતા રહેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.