બ્રેકિંગ ન્યુઝ
VTV / Rectal bleeding reported in 5 Covid-19 patients in Delhi, one dead
ADVERTISEMENT
દેશમાં પહેલી વાર કોરોના દર્દીઓમાં નવા બે લક્ષણો જોવા મળ્યાં છે. સર ગંગારામ હોસ્પિટલમાં સાઈટોમેગાલોવાયરસ (સીવીએમ) ના પાંચ કેસો આવ્યાં છે. સાઈટોમેગાલોવાયરસ એટલે દર્દીઓને મળમાં લોહી પડવું તથા પેટમાં દુખાવો થવો.
ADVERTISEMENT
ગંગારામ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે કોરોનાની બીજી લહેરમાં આવા પાંચ કેસો નોંધાયા છે. પાંચ દર્દીઓમાંથી એકનું ઘણું લોહી વહી જવાથી તથા છાતીમાં વધારે પડતા દુખાવાથી મોત થયું હતું.
હોસ્પિટલ તરફથી જારી નિવેદનમાં કહેવાયું કે એપ્રિલ- મેમાં બીજી લહેર દરમિયાન અમે સીએમવી સંક્રમણના પાંચ કેસો જોયા છે. કોરોના સંક્રમિત થયાના 20 થી 30 દિવસની અંદર આ દર્દીઓએ મળમાં રક્તસ્ત્રાવ તથા પેટ દર્દની ફરિયાદ કરી હતી.
ADVERTISEMENT
આ પાંચ દર્દીઓ દિલ્હી-એનસીઆર વિસ્તારના હતા તથા તેમની ઉંમર 30 થી 70 વર્ષની હતી. ચાર દર્દીઓએ ઓછા ગેસ્ટ્રોઈટેસ્ટાઈનલ બ્લીડિંગની ફરિયાદ કરી અને એક દર્દીએ આંતરડા સંબંધિત ફરિયાદ કરી હતી.
ADVERTISEMENT
ગંગારામ હોસ્પિટલના ડોક્ટર અરોરાએ જણાવ્યું કે એન્ટીવાયરલ થેરપી દ્વારા ત્રણ દર્દીઓને સારવાર કરાઈ છે જેમાં તેઓ સાજા થઈ ગયા છે. અધિકારીઓએ એવો ખુલાસો કર્યો કે કોરોના સંક્રમણ અને તેની સારવારમાં વપરાતી દવાઓ દર્દીઓની ઈમ્યુનિટીને દબાવી નાખે છે અને તેથી તેમને અસાધારણ સંક્રમણનો ખતરો રહેતો હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.