Wednesday, April 24, 2019

હવામાન / રાજ્યના વાતાવરણમાં પલટો, ગાજવીજ સાથે વરસાદની શક્યતા

રાજ્યના વાતાવરણમાં પલટો, ગાજવીજ સાથે વરસાદની શક્યતા

રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયકોલનિક સરક્યુલેશનથી સોમવારે અમદાવાદમાં ગરમીનો પારો 3.7 ડિગ્રી ગગડીને 38.5 ડિગ્રી થયો હતો. જેથી ગઇકાલે બપોર પછી ઝડપી પવન ફુંકાયો હતો. જ્યારે આજે અમદાવાદ અને આસપાસનાં વિસ્તારમાં વાદળિયા વાતાવરણ સાથે વાતાવરણમાં ઠંડક વધશે. બપોર પછી 30થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદી ઝાપટા પડી શકે છે.

Image result for વાતાવરણમાં અચાનક પલટો

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયકોલનિક સરક્યુલેશનથી સોમવારે અમદાવાદમાં ગરમીનો પારો 3.7 ડિગ્રી ગગડીને 38.5 ડિગ્રી થયો હતો. બપોર પછી ધૂળિયા વાતાવરણને કારણે બફારો વધ્યો હતો. 
Image result for વાતાવરણમાં અચાનક પલટો

આગામી 24 કલાક દરમિયાન અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે બપોર પછી 30થી 50 કિલોમીટરની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે કરી છે. આજે અમદાવાદ અને આસપાસનાં વિસ્તારમાં વાદળિયા વાતાવરણ સાથે વાતાવરણમાં ઠંડક વધશે. બપોર પછી 30થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. ત્યારબાદ બે દિવસ ગરમીથી થોડી ઘણી રાહત મળવાના સંકેત છે. 
 
Image result for વાતાવરણમાં અચાનક પલટો


ઉલ્લેખનિય છે કે, સોમવારે બપોર પછી ધૂળની ડમરી ઊડી હતી અને વાતાવરણ દિવસભર વાદળછાયું રહ્યું હતું. શહેરમાં કેટલાક સ્થળોએ ડમરીને કારણે વિઝિબિલિટીમાં થોડો ઘણો ઘટાડો પણ જોવા મળ્યો હતો. શનિવારથી ફરીથી અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે.
gujarat Weather Rain

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ