બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ફેશન અને સૌંદર્ય / reason behind applying mahendi to bride before marriage

તમારા કામનું / કેમ લગાવવામાં આવે છે દુલ્હનના હાથોમાં મહેંદી? ધાર્મિક સાથે છુપાયેલ છે આ વૈજ્ઞાનિક કારણ

Khevna

Last Updated: 05:37 PM, 19 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મમાં મહેંદી સોળ શણગારનો હિસ્સો છે. શું તમે જાણો છો કે લગ્ન પહેલા દુલ્હા તથા દુલ્હનના હાથોમાં મહેંદી લગાવવાનું વૈજ્ઞાનિક કારણ પણ છે?

  • મહેંદી લગાવવા પાછળ વૈજ્ઞાનિક કારણ 
  • દરેક ધર્મમાં પવિત્ર મનાય છે મહેંદી 
  • દુલ્હનને આ કારણે લગાવવામાં આવે છે મહેંદી 

દેશમાં અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે. કોઈપણ લગ્ન પહેલા દુલ્હા તથા દુલ્હનના હાથોમાં મહેંદી લગાવવામાં આવે છે. હિંદુ ધર્મના લગ્ન હોય કે મુસ્લિમ ધર્મના, બધામાં દુલ્હા તથા દુલ્હન મહેંદી લગાવે છે. લગ્નથી માંડીને અન્ય ધાર્મિક મોકાઓ પર પણ છોકરીઓ મહેંદી લગાવે છે. હિંદુ ધર્મમાં તો મહેંદીને સોળ શણગારનો હિસ્સો માનવામાં આવે છે. શું તમે જાણો છો કે લગ્ન પહેલા દુલ્હા દુલ્હનના હાથોમાં મહેંદી લગાવવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. 

જાણો વૈજ્ઞાનિક કારણ  
અસલમાં, લગ્ન સમયે દુલ્હા તથા દુલ્હનને ડર હોય છે. એટલે જ્યારે હાથ તથા પગમાં મહેંદી લગાવવામાં આવે તો એ ઠંડક આપે છે. જ્યારે હાથ-પગમાં મહેંદી લગાવવામાં આવે છે તો તેનાંથી શરીરનું તાપમાન ઘટે છે. જેથી દુલ્હા દુલ્હાનો ડર ઓછો થાય છે. આ કારણે દુલ્હા-દુલ્હનના હાથ પગ પર મહેંદી લગાવવામાં આવે છે. 

આ ઉપરાંત, મહેંદી પ્રેમની નિશાની પણ માનવામાં આવે છે. માન્યતા છે કે જે દુલ્હા-દુલ્હનની મહેંદીનો રંગ ઘાટો હશે, તેમની વચ્ચે તેટલો જ પ્રેમ વધશે. જેટલા લાંબા સમય સુધી મહેંદીનો રંગ ચઢ્યો રહે છે, કપલ માટે એટલું જ ભાગ્યશાળી માનવામાં આવે છે. મહેંદી દુલ્હનની સુંદરતામાં ચાર ચાંદ પણ લગાવે છે, આ સાથે જ તેને ઘણી પવિત્ર પણ માનવામાં આવે છે. 

દરેક ધર્મમાં મહેંદી છે પવિત્ર 
મહેંદી દરેક ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. ભારતમાં તો તેનો ઉપયોગ થાય જ છે, પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાં પણ તેનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. મહેંદીને ન માત્ર હાથોમાં પરંતુ વાળમાં પણ લગાવવામાં આવે છે. આ ઉપરાંત, પ્રાકૃતિક રંગ માટે પણ મહેંદીનો ઉપયોગ થાય છે. મુસ્લિમ ધર્મના લોકો પોતાની દાઢીમાં પણ મહેંદી લગાવે છે. માનવામાં આવે છે કે મોહમ્મદ સાહેબે પોતાની દાઢીમાં મહેંદી લગાવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ