સુપરસ્ટાર સલમાન ખાન સાથે-સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધુ એક મોસ્ટ એલિજિબલ બેચલર છે અને આ છે દેઓલ પરિવારથી. સુપરસ્ટાર ધર્મેન્દ્રના ભત્રીજા અને સની દેઓલ અને બોબી દેઓલના પિતરાઈ અભય દેઓલના લગ્નને લઇને એક અહેવાલ સામે આવ્યાં છે.
સુપરસ્ટાર ધર્મેન્દ્રના ભત્રીજા અભય દેઓલે આપી ગુડ ન્યુઝ
અભય દેઓલે હવે પોતાના લગ્નને લઇને ખુલીને કરી વાત
મારા લગ્ન થઇ રહ્યાં છે, પરંતુ બીજા સવાલના જવાબ ના આપ્યાં
અભય દેઓલે આપી ગુડ ન્યુઝ
બોલીવુડ અભિનેતા અભય દેઓલ 46 વર્ષના છે અને તેમણે અત્યાર સુધી લગ્ન કર્યા નથી. દેવ ડી અને જિંદગી ના મિલેગી દોબારા જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી ચાહકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવનારા અભય દેઓલે હવે પોતાના લગ્નને લઇને ખુલીને વાત કરી છે અને ક્લિયર હિન્ટ આપી છે. આની પહેલા ઘણી વખત અભય દેઓલના લગ્ન અને અફેરને લઇને અનેક પ્રકારની અટકળોએ જોર પકડ્યુ છે. જો કે, અભયે આ અટકળો પર કોઈ રિએક્શન આપ્યું નથી. તો હાલમાં મીડિયા સાથેની વાતચીતમાં અભય દેઓલે તેમના લગ્નને લઇને મૌન તોડ્યુ છે અને ચાહકો સાથે ગુડ ન્યુઝ શેર કરી છે. અભય દેઓલે ખુલાસો કર્યો છે કે તેઓ લગ્ન કરી રહ્યાં છે.
મહત્વનું છે કે અભિનેતા હાલમાં અપકમિંગ ફિલ્મ જંગલ ક્રાઈનુ પ્રમોશન કરી રહ્યાં છે. ફિલ્મના પ્રમોશન દરમ્યાન મીડિયા સાથેની વાતચીતમાં અભિનેતાને તેમના લગ્ન અંગે પૂછવામાં આવ્યું તો તેમને આ મિસ્ટ્રી વુમન અંગે પણ સવાલ કરવામાં આવ્યો, જેની સાથે તેઓ અત્યારે ડેટિંગ કરી રહ્યાં છે. જેના પર અભયે કહ્યું, મારા લગ્ન થઇ રહ્યાં છે. જો કે, તેમણે બાકી સવાલના જવાબ ના આપ્યાં.