શેરગઢ ગામે યુવતી પર થયેલા હિચકારી હુમલા સંદર્ભે ભાજપ નેતા અલ્પેશ ઠાકોર યુવતીના ખબર-અંતર પૂછવા મહેસાણા ખાનગી હોસ્પિટલ પહોચ્યા.આ તકે અસામાજીક તત્વો સામે કાર્યવાહીની કરી માંગ
શેરગઢમાં યુવતી પર હિચકારી હુમલો
ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે લીધી મુલાકાત
હોસ્પીટલમાં યુવતીની મુલાકાત બાદ સાંત્વના
પાટણના શેરગઢ ગામે યુવતી પર થયેલા હિચકારી હુમલા સંદર્ભે ભાજપ નેતા અલ્પેશ ઠાકોર યુવતીના ખબર-અંતર પૂછવા મહેસાણા ખાનગી હોસ્પિટલ પહોચ્યા હતા. યુવતીના ખબર-અંતર પૂછી પરિવારજનો પાસેથી ઘટનાથી વાકેફ થયા હતા. યુવતીની મુલાકાત બાદ અલ્પેશ ઠાકોરે અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઠાકોરે કહ્યું કે,' હું દિકરીની પડખે ઉભો છું'. આવા અસામાજિક તત્વોને પડકારતા ઠાકોરે કહ્યું કે, જેની જે ભાષા હોય તે ભાષામાં જવાબ આપીશ, હું દિકરીઓ માટે તલવાર ઉપાડવા તૈયાર છું.
શું હતી ઘટના
રાધનપુરના શેરગઢ ગામે વિધર્મી યુવાન દ્વારા હિન્દુ સમાજની યુવતી પર થયેલો હુમલાના પગલે આજે શનિવારે રાધનપુર બંધનું એલાન અપાયું હતું. જેને લઈ વહેલી સવારથી રાધનપુરના બજારો સજ્જડ બંધ રહ્યા છે. અને ધીમે ધીમે વિવિધ સંગઠનો લોકો મોટી સંખ્યામાં રેલીના સ્થળે ભેગા થયાં હતાં. જેમાં ભાજપના નેતા પૂર્વમંત્રી શંકર ચૌધરી, MLA શશિકાંત પંડ્યા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જો કે, રેલી યોજવા અંગે કોઈ પણ સંગઠનો પોલીસ પાસે કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં ન આવતાં હિન્દુ સમાજની મહારેલીમાં ઘોચમાં પડી જવા પામી હતી.
આ દિકરીને ન્યાય અપાવવાનું કામ કરવાનું છેઃ શંકર ચૌધરી
બીજી તરફ રેલીના સ્થળે એકઠા થયેલા લોકોને ભાજપના પૂર્વમંત્રી શંકર ચૌધરીએ સંબોધતાં જણાવ્યું હતું કે, હિન્દુ સમાજની દિકરીને ન્યાય અપાવવાનું કામ કરવાનું છે. આ પ્રસંગે MLA શશિકાંત પંડ્યાએ પણ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, હિન્દુ સમાજની દિકરી પર હુમલા થાય તે ન ચલાવી લેવાય તેમણે પણ જણાવ્યું હતું કે, હિન્દુ સમાજની દિકરીને ન્યાય અપાવીને જ રહેશે. આમ સભા સ્થળે મોટી સંખ્યામાં યુવાનો રેલી યોજવા માટે મક્કમ હતાં. જેને લઈને રેલીના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. બાદમાં પોલીસ અને આગેવાનો વચ્ચે સમજાવટ થતાં રેલીને મોકુફ રાખવામાં આવી હતી.
આ કેસમાં ગંભીરતાપૂર્વક પગલા ભરાશે - સંઘવી
રાધનપુર મામલે ગૃહરાજ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું હતું કે, જેમાં તેમણે આ ઘૃણાસ્પદ ઘટનાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અતિસંવેદલશીવ ગણાવી છે.આ અંગે સાંજે પ્રેસકોન્ફરન્સ કરીને માહિતી આપશે. જ્યારે રાધનપુર સહિત શેરગઢ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.