બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Reactor that can fit several elephants inside: Policemen have arranged to take it from Gujarat to Rajasthan, see pictures

ભારે ચર્ચા / અંદર કેટલાય હાથી સમાઈ જાય તેવા રિએક્ટર: ગુજરાતથી રાજસ્થાન લઈ જવા પોલીસ જવાનોએ કરી વ્યવસ્થા, જુઓ તસવીરો

Vishal Khamar

Last Updated: 07:14 PM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થરાદ હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી બે મહાકાય ભારે મશીનરીએ લોકોમાં કૂતૂહલ જગાવ્યું છે. બંને વાહનોને પાર કરાવવા માટે પોલીસ દ્વારા બંદોસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

  • થરાદ વાવ હાઇવે પર મહાકાય મશીન આવ્યા
  • ભારે મશીનરી લઇ જવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો 
  • બે વાહનોને પસાર કરવા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

 ટેકનોલોજીના વિકાસે સૂક્ષ્મ થી માંડી મહાકાય મશીનરી માનવજાતને ભેટ આપી છે. પરંતું તેમા મહાકાય મશીનરીના વહનનું કામ ખૂબ ભગીરથ જહેમત માગી લે છે. જેના સાક્ષી આજકાલ બનાસકાંઠાના લોકો બની રહ્યા છે.એક મહાકાય અને વજનદાર રિએક્ટરે બનાસકાંઠામાં ભારે ચર્ચા જગાવી છે. કેમ કે, કંડલા થી આવતા બે અતિભારે રિએક્ટરને રાજસ્થાનના બાડમેર લઇ જવાના છે. 

મહાકાય મશીનને રાજસ્થાન લઈ જવામાં આવશે

બંને વાહનોને પાર કરાવવા માટે પોલીસ દ્વારા બંદોસ્ત ગોઠવવામાં આવ્યો હતો
થરાદ હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી બે મહાકાય ભારે મશીનરીએ લોકોમાં કૂતૂહલ જગાવ્યું છે. ત્યારે આ બંને ભારે મશીનરી લઈ જતી વખતે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંને વાહનોને પાર કરાવવા માટે પોલીસ દ્વારા બંદોસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે આ બંને રિએક્ટર કંડલાથી આવ્યા છે અને રાજસ્થાન જઈ રહ્યા છે. મહાકાય મશીનને લઈ જતા વાહનોને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા.  થોડા સમય અગાઉ પણ બનાસકાંઠામાંથી ભારે મશીનરી પસાર કરાઈ હતી. ત્યારે ભારે વાહનો માટે કેનાલ પર  હંગામી લોખંડનો પુલ પણ બનાવાયો હતો.

બંને રિએક્ટર હાઈવે પરથી પસાર થતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

બંને રીએક્ટરોને રાજસ્થાનથી બાડમેર જઈ રહ્યા છે
મહાકાય અને વજનદાર રિએક્ટરે બનાસકાંઠામાં ભારે ચર્ચા જગાવી છે. કંડલા થી આવતા બે ભારે રિએક્ટરને રાજસ્થાનના બાડમેર લઇ જવાના છે. બન્ને રિએક્ટર માંથી એકનું વજન 1149 મેટ્રિક ટન છે તો બીજાનું વજન 760 મેટ્રિક ટન છે. તેમાં પણ  760 મેટ્રિક ટન 352 ટાયર અને 1148 મેટ્રિક ટન 448 ટાયર વજનના બે રિએક્ટરને થરાદ થી રાજસ્થાનની રિફાઇનરીમાં લઈ જવામાં આવી રહ્યા છે. 

મહાકાય મશીનને જોવા લોકો ઉમટ્યા હતા

આ બંને રિએક્ટર માટે  નવો લોખંડનો પુલ બનાવવામાં આવ્યો હતો
આ બન્ને રિએક્ટર બનાસકાંઠાના લોકોમાં ચર્ચા અને કુતૂહલનું કેન્દ્ર બન્યા હતા. કારણ એ છે કે, આ બન્ને રિએક્ટરને થરાદ નજીક આવેલી નર્મદા કેનાલ ઉપર આવેલા એક જૂના પુલ પરથી પસાર કરવો શક્ય નથી. કેમ કે એ જૂનો પુલ આ રિએક્ટર સાથે વાહનનો વજન સહન કરી શકે તેમ નથી. આથી આ મહાકાય રિએક્ટરને કેનાલ પાર કરાવવા માટે તદ્દન નવો લોખંડનો પુલ તૈયાર કરવો પડ્યો હતો. નર્મદા કેનાલ ઉપર 300 ટનની કેપિસિટીનો એક નવો લોખંડનો પુલ તૈયાર કરવામાં આવ્યો હતો.  દસ દિવસના ભગીરથ પ્રયાસ બાદ આશરે 4 કરોડના ખર્ચે આ હંગામી પુલ તૈયાર કરવામા આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ