બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / RBIs new credit and debit card rules to be effective from 1st october

નિયમ / ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વાપરતા લોકો માટે મહત્વના સમાચાર, 1 ઓક્ટોબરથી બદલાઈ જશે પેમેન્ટની રીત, જાણી લો

Noor

Last Updated: 09:53 AM, 22 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી મહિનાથી એટલે કે 1 ઓક્ટોબરથી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમમાં મોટો ફેરફાર થવાનો છે, ચાલો જાણીએ.

  • ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વાપરતા લોકો માટે કામના સમાચાર
  • 1 ઓક્ટોબરથી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમમાં થશે મોટો ફેરફાર
  • 1 ઓક્ટોબરથી બદલાઈ જશે પેમેન્ટની રીત

ઓક્ટોબરથી નવી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ લાગુ થવાની શક્યતા છે. આ નિયમ હેઠળ બેંકો અને ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ જેવા કે પેટીએમ-ફોન પે જેવા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ્સને હપ્તા અથવા બિલના પૈસા ડિડક્ટ કરતા પહેલાં દર વખતે પરમિશન લેવી પડશે. તેમને પોતાની સિસ્ટમમાં એવા ફેરફાર કરવાના છે કે એકવાર પરમિશન આપવામાં આવે તો દર વખતે પૈસા આપોઆપ કપાય નહીં.

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ અગાઉ કહ્યું હતું કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) અથવા અન્ય પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPI)નો ઉપયોગ કરીને રિકરિંગ ટ્રાન્ઝેક્શન માટે એક્સ્ટ્રા ફેક્ટર ઓથેન્ટિકેશન (AFA)ની જરૂર પડશે.

ઓટો ડેબિટ સિસ્ટમ શું છે?

ઓટો ડેબિટનો અર્થ એ છે કે જો તમે મોબાઈલ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગમાં ઓટો ડેબિટ મોડમાં વીજળી, ગેસ, એલઆઈસી અથવા અન્ય કોઈ ખર્ચ રાખ્યા હોય તો એક નિશ્ચિત તારીખે ખાતામાંથી પૈસા આપોઆપ કપાઈ જશે. જો ઓટો ડેબિટનો નિયમ અમલમાં આવશે તો તમારી બિલ પેમેન્ટ પદ્ધતિને અસર થશે. આ સુવિધાનો લાભ લેવા માટે તમારો એક્ટિવ મોબાઇલ નંબર બેંકમાં અપડેટ હોવો આવશ્યક છે કારણ કે ઓટો ડેબિટ સંબંધિત સૂચના તમારા મોબાઇલ નંબર પર જ SMS દ્વારા મોકલવામાં આવશે.

મેસેજ પહેલાં મોકલવામાં આવશે

નવા નિયમોના અમલ બાદ બેંકોએ પેમેન્ટની નિયત તારીખના 5 દિવસ પહેલાં ગ્રાહકના મોબાઇલ પર નોટિફિકેશન મોકલવું પડશે. ચુકવણીના 24 કલાક પહેલાં રિમાઇન્ડર મોકલવું પડશે. રિમાઇન્ડરમાં ચુકવણીની તારીખ અને ચુકવણીની રકમ વગેરે વિશેની માહિતી હશે. ઓપ્ટ આઉટ અથવા પાર્ટ-પેનો વિકલ્પ પણ હશે. આ નિયમ 30 સપ્ટેમ્બર પછી અને 1 ઓક્ટોબરથી લાગુ થશે. આ સિવાય 5000થી વધુની ચુકવણી પર OTP સિસ્ટમ ફરજિયાત કરવામાં આવ્યું છે.

આનો ઉદ્દેશ બેન્કિંગ છેતરપિંડી રોકવાનો છે

RBI એ બેન્કિંગ છેતરપિંડી અને ગ્રાહકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ ગાઈડલાઈન જારી કરી હતી. વર્તમાન સિસ્ટમ મુજબ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ અથવા બેંકો ગ્રાહક પાસેથી પરમિશન લીધા બાદ કોઈપણ માહિતી આપ્યા વગર દર મહિને ગ્રાહકના ખાતામાંથી પૈસા કાપી લે  છે. આના કારણે છેતરપિંડી થવાની સંભાવના રહે છે. આ ફેરફાર આ સમસ્યાને દૂર કરવા માટે કરવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ