Ratlam Collector Narendra Suryavanshi Collector Video Land Mafia Madhya Pradesh
મધ્યપ્રદેશ /
સુધરી જાઓ, નહીંતર 2 જ મિનિટમાં ગુંડાગર્દી ભૂલી જશો...: કલેક્ટરે ભૂમાફિયાનો લીધો ઉધડો, VIDEO વાયરલ
Team VTV12:13 PM, 22 Mar 23
| Updated: 12:25 PM, 22 Mar 23
જિલ્લાના કલેક્ટરે રતલામમાં અન્યની જમીન પર અતિક્રમણ કરનારા જમીન માફિયાઓને ઠપકો આપ્યો હતો. કલેક્ટરે કહ્યું કે બીજાને ધમકાવવાનું બંધ કરો, નહીં તો બે મિનિટમાં ગુંડાગર્દી કાઢી નાખીશ.
રતલામ કલેક્ટરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
જમીન પર ગેરકાયદે કબજો કરનારાઓનો લીધો ઉધડો
કોઈને ધમકાવશો તો કડક કાર્યવાહી કરવામાં આવશે : કલેક્ટર
હાલમાં રતલામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જિલ્લાના કલેક્ટર એક વ્યક્તિને ઠપકો આપતા જોવા મળે છે. કલેક્ટરને અન્યની જમીન પર ગેરકાયદે કબજો જમાવનાર વ્યક્તિ અંગે ફરિયાદ મળી હતી.જ્યારે લોકો તેને મળવા ગયા ત્યારે તેણે ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આ પછી કલેક્ટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જમીન માફિયાઓને ફટકાર્યા હતા. વીડિયોમાં કલેક્ટર સામે ઉભેલો વ્યક્તિ સંબંધિત જમીનને પોતાની હોવાનું જણાવી રહ્યો છે, જેના પર કલેક્ટર કહે છે કે લોકો પાસે જમીનના કાગળો છે.
જુઓ વીડિયો...
બે મિનિટમાં ગુંડાગર્દી કાઢી નાખીશ : કલેક્ટર
મળતી માહિતી મુજબ જાહેર સુનાવણી દરમિયાન કલેક્ટર નરેન્દ્ર સૂર્યવશીનને ફરિયાદ મળી હતી કે અજ્જુ શેરાણી નામનો વ્યક્તિ અન્ય લોકોની જમીન પર ગેરકાયદે કબજો કરી રહ્યો છે. જ્યારે લોકો તેની સાથે જમીન વિશે વાત કરે છે, ત્યારે તે તેમને ધમકી આપે છે. ફરિયાદ સામે પર આવ્યા બાદ કલેક્ટર પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અજ્જુ શેરાની તેના કેટલાક લોકો સાથે ત્યાં હાજર હતો. જ્યારે કલેક્ટરે તેમને ફરિયાદ અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે આ જમીન મારી છે. મારી જમીનમાંથી રસ્તો પણ પસાર થયો છે. અજ્જુએ આટલું કહેતાં જ કલેક્ટર નરેન્દ્ર સૂર્યવંશીએ તેને ઉગ્ર ઝાટકણી કાઢી હતી. કલેક્ટરે કહ્યું કે કોઈને ધમકાવશો નહીં, જો આવું કરશો તો હું તમારી સામે કડક કાર્યવાહી કરીશ. કલેક્ટરે કહ્યું હતું કે બીજાને ધમકાવવાનું બંધ કરો, નહીં તો બે મિનિટમાં ગુંડાગર્દી કાઢી નાખીશ.
આવી ગુંડાગીરી નહીં ચાલે - કલેક્ટર
કલેક્ટર નરેન્દ્ર સૂર્યવંશીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે મિડટાઉન કોલોની વિસ્તારમાંથી જમીન માફિયા અજ્જુ શેરાની સામે ફરિયાદો મળી રહી છે કે તે લોકોની જમીનો પર કબજો કરી રહ્યો છે. તે લોકોને તેમની જમીન પર બાંધકામ કરતા પણ અટકાવી રહ્યો છે. જમીન માફિયાઓ સામે કાર્યવાહી કરીને આજે જમીનને અતિક્રમણમાંથી મુક્ત કરવામાં આવી છે. જમીન તેના માલિકોને પરત કરવામાં આવી છે. જિલ્લામાં કોઈપણ રીતે અન્યની જમીન પર અતિક્રમણ થવા દેવામાં આવશે નહીં. આવું કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.